Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 14:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેમના અમીરઉમરાવો નોકરોને પાણી લેવા મોકલે છે, તેઓ પાણીના ટાંકા પાસે જાય છે, પણ પાણી મળતું નથી; તેથી તેઓ ખાલી વાસણો સાથે પાછા ફરે છે. હતાશા અને મૂંઝવણમાં તેઓ શરમથી પોતાનાં મુખ ઢાંકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેઓના અમીરઉમરાઓ પોતાના ચાકરોને પાણી ભરવા મોકલે છે; તેઓ ટાંકા પાસે આવે છે, પણ ત્યાં તેઓને પાણી મળતું નથી; તેઓ પોતાનાં ખાલી વાસણ પાછાં લાવે છે; તેઓ લજવાઈને તથા શરમિંદા થઈને પોતાનાં માથાં ઢાંકે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ધનવાનો પોતાના ચાકરોને પાણી લાવવા મોકલે છે. જ્યારે તેઓ ટાંકા પાસે જાય છે તો તેમાં પાણી હોતું નથી. તેઓ ખાલી ઘડા લઈને પાછા ફરે છે; તેઓ લજવાઈ અને શરમિંદા થઈ પોતાના માથાં ઢાંકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ધનવાનો પોતાના ચાકરોને પાણી લાવવા માટે ટાંકા પાસે મોકલે છે, પણ તેમાં પાણી હોતું નથી. તેઓ ખાલી ઘડા લઇને પાછા ફરે છે; ચાકરો સંતાપથી અને હતાશ થઇનેં દુ:ખને કારણે પોતાનાં માથાં ઢાંકે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 14:3
23 Iomraidhean Croise  

દાવિદ રડતો રડતો ઓલિવ પર્વત પર ચઢતો હતો. તે ઉઘાડે પગે હતો અને શોક દર્શાવવા તેણે પોતાનું માથું ઢાંકાયું હતું. તેની પાછળ જતા સર્વ લોકોએ પણ તેમનાં માથાં ઢાંક્યાં હતાં અને તેઓ રડતા રડતા પર્વત પર ચઢતા હતા.


રાજા પોતાનું મુખ ઢાંકીને પોક મૂકીને રડયો. “ઓ મારા પુત્ર, મારા પુત્ર આબ્શાલોમ, આબ્શાલોમ, મારા પુત્ર.”


વરસાદને અભાવે વહેળો થોડા વખત પછી સુકાઈ ગયો. એલિયા અને સારફાથની વિધવા


હિઝકિયાનું સાંભળશો નહિ. આશ્શૂરના સમ્રાટ તમને નગર બહાર આવીને તેમની શરણાગતિ સ્વીકારી લેવા જણાવે છે. તમને તમારા પોતાના દ્રાક્ષવેલાની દ્રાક્ષો અને તમારી અંજીરીઓનાં અંજીર ખાવા દેવાની અને તમારા પોતાનાં ટાંકાનું પાણી પીવાની છૂટ આપવામાં આવશે.


મોર્દખાય રાજમહેલના દરવાજે પાછો આવ્યો, પણ હામાન હતાશામાં મુખ ઢાંકીને ઘેર જતો રહ્યો.


તેમણે તેમના પર આધાર રાખ્યો, તેથી લજ્જિત થયા અને તેઓ તેમની પાસે પહોંચીને ભોંઠા પડે છે.


મારા પર આરોપ મૂકનારા કલંકથી ઢંકાઈ જાઓ; પોતાની શરમના આવરણથી તેઓ ઢંકાઈ જાઓ.


જેઓ મારી હત્યા કરવા યત્નો કરે છે, તેમને તમે લજ્જિત કરો અને ગૂંચવી નાખો. જેઓ મને હાનિ પહોંચાડવાની યોજના કરે છે, તેમને તમે નસાડો અને અપમાનિત કરો.


વરસાદ પડયો નથી અને જમીન સુકાઈને ફાટી ગઈ છે, તેથી ખેડૂતો નિરાશ થઈ ગયા છે; અને દુ:ખમાં પોતાનાં મુખ ઢાંકે છે.


શા માટે મારી વેદનાનો અંત આવતો નથી? શા માટે મારા ઘા અસાય બન્યા છે અને રુઝાતા નથી? અરેરે, તમે મારે માટે ઉનાળામાં સૂકાઈ જવાથી છેતરતા ઝરણા સમાન કેમ બન્યા છો?”


કારણ, મારા લોકે બે મહાપાપ કર્યાં છે: તેમણે મને, જીવનદાયક ઝરાને તજી દીધો છે અને પોતાને માટે જેમાં પાણી ટકે નહિ એવા કાણાં ટાંકાં ખોદ્યા છે.


ઇજિપ્ત દેશમાંથી પણ તું નિરાશામાં માથે હાથ દઈને નીકળી જઈશ. કારણ, જેમના પર તેં આધાર રાખ્યો હતો, તેમને મેં પ્રભુએ તજી દીધા છે; તેમનાથી તારું હિત થશે નહિ.”


પરંતુ હે પ્રભુ, એક શૂરવીર સૈનિકની જેમ તમે મારી સાથે છો; તેથી જેઓ મારો પીછો કરે છે તેઓ ઠોકર ખાઈને પટકાશે, તેઓ નિષ્ફળ જશે અને લજ્જિત થશે. તેમની નામોશી કાયમ રહેશે અને કદી ભૂલાશે નહિ.


તેથી જ વરસાદને રોકી રાખવામાં આવ્યો છે અને પાછલો વરસાદ હજી પડયો નથી. અરે, હવે તો તું વેશ્યા જેવી નફ્ફટ થઈ ગઈ છે અને તને કોઈ જાતની લાજશરમ નથી!


ધાવણા બાળકની જીભ તરસને લીધે તાળવે ચોંટી જાય છે; બાળકો ખોરાક માટે ભીખ માગે છે, પણ કોઈ તેમનું કશું આપતું નથી.


નહિ તો હું તેને નિર્વસ્ત્ર કરી દઈશ અને તે તેના જન્મ દિવસે હતી તેવી નગ્ન કરી દઈશ. હું તેને સૂકી અને વેરાન ભૂમિ જેવી કરી દઈશ અને તેને તરસે મારી નાખીશ.


વન્યપશુઓ પણ તમને હાંક મારે છે. કારણ, ઝરણાં સુકાઈ ગયાં છે.


કાપણીના હજી તો ત્રણ માસ બાકી હતા ત્યારે ખરી જરૂરના સમયે મેં વરસાદ અટકાવ્યો. મેં એક શહેર પર વરસાદ વરસાવ્યો, તો બીજા શહેર પર નહિ. એક ખેતર પર વરસાદ વરસાવ્યો, પણ બીજા ખેતર પર નહિ. જે ખેતરમાં વરસાદ ન પડયો તે સુકાઈ ગયું.


તેથી બે-ત્રણ નગરના તરસ્યા લોકો નજીકના શહેરમાં પાણી શોધવા ગયા, તો ત્યાં પણ પીવા પૂરતું ય પાણી નહોતું. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ.


સર્વસમર્થ યાહવેની રાજા તરીકે ભક્તિ કરવા જવાની ના પાડનાર પ્રજાઓના દેશમાં વરસાદ વરસશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan