Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 14:22 - પવિત્ર બાઇબલ C.L.

22 શું બીજી પ્રજાઓની નકામી મૂર્તિઓ વર્ષા લાવી શકે? શું આકાશ પોતાની મેળે ઝાપટાં વરસાવી શકે? હે પ્રભુ, એકલા તમે જ એ કરો છો. હે અમારા ઈશ્વર, અમે તમારા પર જ આશા રાખીએ છીએ, કારણ, તમે જ આ બધું કરી શકો છો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 વિદેશીઓની વ્યર્થ વસ્તુઓમાંથી કોઈ પણ વરસાદ વરસાવી શકે છે શું? અથવા આકાશ વૃષ્ટિ આપી શકે છે? હે યહોવા, શું તમે અમારા ઈશ્વર નથી? તેને લીધે અમે તમારી આશા રાખીશું; કેમ કે તમે જ આ સર્વ ઉત્પન્ન કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પ્રજાઓની વ્યર્થ વસ્તુઓમાંથી કોઈ પણ વરસાદ લાવી શકે શું? હે યહોવાહ શું તમે અમારા ઈશ્વર નથી? તેને લીધે અમે તમારી આશા રાખીશું. કેમ કે તમે જ આ સર્વ ઉત્પન્ન કર્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 બીજી પ્રજાઓમાંના જૂઠા દેવોમાંથી કયો વિદેશી દેવ વરસાદ લાવી શકે? અથવા આકાશ પોતાની જાતે ઝાપટાં વરસાવી શકે, હે યહોવા, અમારા દેવ, માત્ર તમે જ તેમ કરી શકો છો. તેથી મદદ માટે અમે તમારી જ આશા રાખીશું.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 14:22
39 Iomraidhean Croise  

ગિલ્યાદમાં આવેલા તિશ્બેના સંદેશવાહક એલિયાએ આહાબ રાજાને કહ્યું, “ઇઝરાયલના જીવંત ઈશ્વર પ્રભુ જેમની સેવા હું કરું છું તેમને નામે હું તમને કહું છું કે આવતાં બે કે ત્રણ વર્ષ દરમ્યાન મારા કહ્યા સિવાય ઝાકળ કે વરસાદ પડશે નહિ.”


કારણ, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આમ કહે છે: ‘હું પ્રભુ વરસાદ મોકલું તે પહેલાં માટલીનો લોટ અને બરણીમાંનું તેલ ખૂટી જશે નહિ.”


કેટલાક વખત પછી, દુકાળના ત્રીજે વર્ષે પ્રભુએ એલિયાને કહ્યું, “જા, આહાબ સમક્ષ હાજર થા અને હું વરસાદ મોકલીશ.”


તો આકાશમાંથી તમે તેમનું સાંભળજો. રાજાનાં તેમ જ ઇઝરાયલ લોકનાં પાપ ક્ષમા કરજો. તેમને સદાચરણ શીખવજો. પછી, ઓ પ્રભુ, કાયમી વતન તરીકે તમે તમારા લોકને આપેલા તમારા આ દેશ પર વરસાદ વરસાવજો.


જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો, અને ગાજવીજનો માર્ગ નિર્ધારિત કર્યો;


તે ધરતી પર વરસાદ મોકલે છે અને ખેતરોને પાણીથી સિંચે છે.


હું પ્રભુની પ્રતીક્ષા કરું છું, મારો પ્રાણ પ્રતીક્ષા કરે છે; હું તેમનું વચન પૂર્ણ થવાની આશા રાખું છું.


પૃથ્વીને છેડેથી તે વાદળોને ઉપર ચઢાવે છે, અને તે વર્ષાને માટે વીજળી ચમકાવે છે તથા પોતાની વખારોમાંથી પવનને બહાર લાવે છે.


તે આકાશને વાદળોથી આચ્છાદિત કરે છે; તે પૃથ્વીને માટે વરસાદ તૈયાર કરે છે; તે ડુંગરો પર ઘાસ ઉગાવે છે.


પ્રામાણિક્તા અને સચ્ચાઈ મારું રક્ષણ કરો; કારણ, હું તમારી આશા રાખું છું.


તમારા પર આશા રાખનારાઓ લજવાશે નહિ. પરંતુ, તમારો વિનાકારણ વિશ્વાસઘાત કરનારા લજવાશે.


પ્રભુની રાહ જો; બળવાન બન, હિમ્મતવાન થા; હવે પ્રભુની જ રાહ જો.


છતાં પ્રભુ તમારા પર દયા કરવાને આતુર છે અને તમારા પર કરુણા દાખવવા તત્પર છે. કારણ, તે ન્યાયી ઈશ્વર છે અને જેઓ તેમની અપેક્ષા સેવે છે તેવા સૌને ધન્ય છે.


તમે જમીનમાં બીજની વાવણી કરશો ત્યારે પ્રભુ તેને ઉગાડવા માટે વરસાદ વરસાવશે અને જમીનમાંથી પૌષ્ટિક અને મબલક પાક પેદા થશે. તે દિવસે તમારાં ઢોર વિશાળ ચરિયાણમાં ચરશે.


આ તો બધા જૂઠા દેવો છે; તેમનાં કામ નહિવત્ છે. તેમની મૂર્તિઓ ખાલી પવન જેવી શૂન્યવત્ છે.”


ઈશ્વરે પોતાના સામર્થ્યથી પૃથ્વીની રચના કરી, પોતાના જ્ઞાનથી તેને સંસ્થાપિત કરી, અને પોતાની પ્રજ્ઞાથી આકાશને વિસ્તાર્યું.


જ્યારે તે આજ્ઞા કરે છે, ત્યારે આકાશી ધુમ્મટ ઉપરનાં પાણી ગર્જના કરે છે, તે પૃથ્વીની ક્ષિતિજો પરથી વાદળાં ઊંચે ચઢાવે છે, વરસાદના તોફાનમાં વીજળી ચમકાવે છે, અને પોતાના ભંડારમાંથી પવનો મોકલે છે.


તેઓ વ્યર્થ અને ભ્રામક છે. પ્રભુ તેમને સજા કરશે ત્યારે તેમનો નાશ થશે.


એ લોકોની મૂર્તિપૂજાની વિધિઓ નકામી છે. જંગલમાંથી લાકડું કાપી લાવવામાં આવે છે, કારીગર તે લાકડા પર ઓજારોથી કોતરકામ કરે છે,


હે પ્રભુ, સંકટ સમયે મારું રક્ષણ કરનાર, મને શક્તિ આપનાર અને મને આશ્રય આપનાર તમે જ છો. પૃથ્વીના દૂર દૂરના વિસ્તારોમાંથી પ્રજાઓ તમારી પાસે આવશે અને કહેશે, “અમારા પૂર્વજો પાસેથી તો અમને વારસામાં જૂઠા દેવો અને નિર્જીવ અને નકામી મૂર્તિઓ જ મળી છે.


પ્રભુના લોકો પ્રભુ વિષે જૂઠું બોલ્યા છે કે, “ઈશ્વર ખરેખર કંઈ કરવાના નથી. આપણા પર આફત આવવાની નથી.


તમે બળવો કરીને હદ વટાવી છે. તમે તમારા મનમાં કદી એમ નથી કહેતા કે, ‘આપણને ઋતુ પ્રમાણે પ્રથમ વરસાદ અને પાછલો વરસાદ આપનાર અને કાપણીની મોસમ સાચવનાર આપણા ઈશ્વર પ્રભુનો આપણે ડર રાખીએ.


જ્યારે તે આજ્ઞા કરે છે ત્યારે આકાશી ધુમ્મટ ઉપરનાં પાણી ગર્જના કરે છે. તે પૃથ્વીની ક્ષિતિજો પરથી વાદળાં ઊંચે ચઢાવે છે, વરસાદના તોફાનમાં વીજળી ચમકાવે છે, અને પોતાના ભંડારમાંથી પવન મોકલે છે.


તે પોતાના આશકો પાછળ પડશે, પણ તેઓ સુધી પહોંચી શકશે નહિ. તે તેમને શોધશે પણ તેઓ જડશે નહિ. પછી તે કહેશે, ‘હું મારા પ્રથમ પતિ પાસે પાછી જઈશ, કારણ, અત્યારનાં કરતાં હું ત્યારે વધારે સુખી હતી.’


હે સિયોનવાસીઓ, આનંદ કરો, તમારા ઈશ્વર પ્રભુને લીધે હર્ષ પામો; કારણ, તેમણે શરદઋતુનો પૂરતો વરસાદ સમયસર આપ્યો છે. તે તમને નિયત સમયે શરદઋતુનો તેમ જ વસંતઋતુનો વરસાદ આપતા રહેશે.


કાપણીના હજી તો ત્રણ માસ બાકી હતા ત્યારે ખરી જરૂરના સમયે મેં વરસાદ અટકાવ્યો. મેં એક શહેર પર વરસાદ વરસાવ્યો, તો બીજા શહેર પર નહિ. એક ખેતર પર વરસાદ વરસાવ્યો, પણ બીજા ખેતર પર નહિ. જે ખેતરમાં વરસાદ ન પડયો તે સુકાઈ ગયું.


તેઓ ભારે ક્તલ ચલાવીને નિમ્રોદના દેશ આશ્શૂરને જીતી લેશે. જ્યારે આશ્શૂરનું સૈન્ય આપણી સરહદ પર ચડાઈ કરે ત્યારે તેઓ આપણને તેમના હાથમાંથી છોડાવશે.


પણ હું તો પ્રભુ તરફ તાકી રહીશ અને મારો ઉદ્ધાર કરનાર ઈશ્વરની વાટ જોઈશ. મારા ઈશ્વર મારું સાંભળશે.


જેથી તમે આકાશમાંના ઈશ્વરપિતાના પુત્રો બની રહો. કારણ, તે ભલા તથા ભૂંડા બંને પર સૂર્યને ઉગાવે છે. તેમ જ સારું કરનાર તથા ખરાબ કરનાર બંને પર વરસાદ વરસાવે છે.


પ્રભુ આકાશમાંના પોતાના અખૂટ ભંડાર ખોલીને તમારા દેશ પર ઋતુસર વરસાદ મોકલશે અને તમારા હાથનાં સર્વ કાર્યો પર આશીર્વાદ રેડશે; જેથી તમે ઘણી પ્રજાઓને ઉછીનું આપશો, પણ તમે કંઈ ઉછીનું લેશો નહિ.


જે ઈશ્વર જ નથી તેમની પૂજા કરીને તેમણે મને ક્રોધિત કર્યો છે. પોતાની વ્યર્થ મૂર્તિઓથી તેમણે મને આવેશી બનાવ્યો; તેથી જેઓ પ્રજા નથી તેમના વડે હું તેમને ચીડવીશ અને મૂર્ખ પ્રજા વડે હું તેમને ક્રોધિત કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan