Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 14:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પણ પ્રભુએ મને જવાબ આપ્યો, “બીજા સંદેશવાહકો મારે નામે જૂઠો સંદેશ પ્રગટ કરે છે. મેં તેમને મોકલ્યા નથી કે તેમને કોઈ આજ્ઞા આપી નથી. અરે, હું તેમની સાથે બોલ્યો પણ નથી. તેઓ તેમના ઉપદેશમાં ખોટાં સંદર્શનો, નકામી આગાહીઓ અને પોતાના મનની કલ્પનાઓનો ઉપયોગ કરે છે”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પછી યહોવાએ મને કહ્યું, “પ્રબોધકો મારે નામે અસત્ય પ્રબોધ કરે છે. મેં તેઓને મોકલ્યા નથી, ને તેઓને આજ્ઞા આપી નથી, ને હું તેઓની સાથે બોલ્યો નથી; તેઓ ખોટું સંદર્શન, શકુન, નિરર્થક વાત, તથા પોતાના હ્રદયનું કપટ તમને પ્રબોધ તરીકે કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ત્યારે યહોવાહે મને કહ્યું, “પ્રબોધકો મારે નામે કપટી વાતો બોલે છે. મેં તેમને મોકલ્યા નથી, મેં તેઓને આજ્ઞા આપી નથી. હું તેઓની સાથે બોલ્યો નથી. તેઓએ ખોટાં સંદર્શનો, નકામી શકુનો અને પોતાના ભ્રામક દીવાસ્વપ્નો તમને પ્રબોધ તરીકે સંભળાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 ત્યારે યહોવાએ કહ્યું, “પ્રબોધકો મારે નામે જૂઠાણું ચલાવે છે. મેં એમને મોકલ્યા નથી, મેં એમને કોઇ આજ્ઞા આપી નથી. તે પ્રબોધકો તમને ખોટાં સંદર્શનો, નકામી આગાહીઓ અને પોતાનાં ભ્રામક દિવ્યસ્વપ્નો સંભળાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 14:14
32 Iomraidhean Croise  

ઇઝરાયલી લોકના એ ચોકિયાતો તો આંધળા અને અજ્ઞાન છે. તેઓ તો ભસી ન શકે તેવા મૂંગા કૂતરા જેવા છે. તેઓ સ્વપ્નમાં રાચનારા, પડી રહેનારા અને નિદ્રાધીન છે.


લોકોના આગેવાનો અને પ્રતિષ્ઠિત માણસો માથું છે અને જૂઠું શિક્ષણ આપનાર સંદેશવાહક પૂંછડી છે.


અને હે પાશહૂર, તું તથા તારું આખું કુટુંબ કેદી તરીકે બેબિલોન લlઈ જવાશો. તું તથા તારા બધા મિત્રો જેમને તેં ખોટો સંદેશ પ્રગટ કર્યો તે બધા ત્યાં મરશો અને દટાશો.”


અને બધા લોકો સમક્ષ હનાન્યાએ કહ્યું, “પ્રભુ આ પ્રમાણે કહે છે: ‘કેવળ બે વર્ષમાં હું આ જ પ્રમાણે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી બધા દેશોની ગરદન પરથી ઉઠાવી લઈને ભાંગી નાખીશ” પછી યર્મિયા ત્યાંથી જતો રહ્યો.


“હનાન્યા પાસે જઈને તેને કહે કે પ્રભુ આ પ્રમાણે કહે છે: તેં લાકડાની ઝૂંસરી ભાંગી નાખી છે, પણ એને બદલે, હું લોખંડની ઝૂંસરી બનાવીશ.


પછી સંદેશવાહક યર્મિયાએ સંદેશવાહક હનાન્યાને કહ્યું, “હે હનાન્યા સાંભળ! પ્રભુએ તને મોકલ્યો નથી અને તું આ લોકોને જૂઠા સંદેશ પર વિશ્વાસ કરવા પ્રેરે છે.


કોલાયાનો પુત્ર આહાબ અને માસૈયાનો પુત્ર સિદકિયા જેઓ મારે નામે તમને જૂઠો સંદેશ પ્રગટ કરે છે તેમને વિષે હું ઇઝરાયલનો ઈશ્વર, સેનાધિપતિ પ્રભુ કહું છું; કે સાચે જ હું તમને બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારના કબજામાં સોંપી દઈશ. તે તેમને તમારી નજર સામે જ મારી નાખશે.


બેબિલોનનો રાજા તારા પર કે આ દેશ પર આક્રમણ કરશે નહિ એવો સંદેશ પ્રગટ કરનારા તમારા બધા સંદેશવાહકો ક્યાં છે?


“સંદેશવાહકો જૂઠો સંદેશ પ્રગટ કરે છે, યજ્ઞકારો પણ સંદેશવાહકોના કહ્યા પ્રમાણે લોકો પર જોહુકમી ચલાવે છે, અને મારા લોકોને એ બધું ગમે છે! પણ આખરે તેઓ શું કરશે?”


તેથી તેમની પત્નીઓ બીજાઓને સોંપાશે, તેમનાં ખેતરો નવા માલિકોને સોંપવામાં આવશે. કારણ, નાનામોટા બધા જ અધમ લાભના લાલચુ બન્યા છે. અરે, સંદેશવાહકો તથા યજ્ઞકારો પણ ઠગબાજી કરે છે.


હકીક્તમાં, કલ્યાણ નથી ત્યારે ‘કલ્યાણ હો, કલ્યાણ હો’ એમ કહીને તેઓ મારા લોકનો કારી ઘા રુઝવવા ઉપરછલ્લો ઉપચાર કરે છે!


તારા સંદેશવાહકો પાસે જૂઠ સિવાય બીજું કંઈ કહેવાનું હતું જ નહિ. પોતાના ઉપદેશમાં તેમણે તારાં પાપ વખોડયાં નહિ; એમ કરીને તેમણે તને છેતરી છે. તેમણે તને એવું વિચારતી કરી કે તારે પાપથી પાછા ફરવાની જરૂર નથી.


દરવાજાઓ જમીનદોસ્ત થયા છે અને એમના લાકડાના દાંડાઓના ટુકડેટુકડા થઈ ગયા છે. રાજા અને અધિકારીઓ બંદીવાસમાં લઈ જવાયા છે. હવે ત્યાં નિયમશાસ્ત્રનું શિક્ષણ અપાતું નથી અને સંદેશવાહકોને પ્રભુ તરફથી સંદર્શન થતાં નથી.


હવેથી ઇઝરાયલી લોકોમાં વ્યર્થ સંદર્શનો નહિ થાય કે તેમને ગેરમાર્ગે દોરે તેવા જોશ જોવાશે નહિ.


“હે મનુષ્યપુત્ર, પોતાના મનની કલ્પના પ્રમાણે સંદેશ આપતા ઇઝરાયલના સંદેશવાહકો વિરુદ્ધ તું સંદેશ પ્રગટ કર. તું તેમને કહે કે તમે પ્રભુનો સંદેશ સાંભળો.


તેથી હવે તમારાં જૂઠાં સંદર્શનો અને તમારી જૂઠી આગાહીઓનો અંત આવ્યો છે. હું મારા લોકોને તમારા અંકુશમાંથી છોડાવીશ, ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.”


તમારાં સંદર્શન જૂઠાં છે, તમારી આગાહી ખોટી છે; તમે દુષ્ટ અને અધમ છો, તમારો અંત આવી પહોંચ્યો છે. તમારી આખરી શિક્ષાના દિવસ આવી પહોંચ્યા છે, તમારી ગરદન પર તલવાર વીંઝાનાર છે.


શહેરના અધિકારીઓ લાંચ માટે વહીવટ કરે છે અને યજ્ઞકારો પગાર લઈને મોશેનો નિયમ સમજાવે છે. સંદેશવાહકો પૈસા લઈને સંદર્શનો જણાવે છે, ને પાછા એવો દાવો કરે છે કે, “પ્રભુ આપણી સાથે છે, આપણા પર કંઈ વિપત્તિ આવી પડવાની નથી.”


લોકો મૂર્તિઓ અને જોશ જોનારા પાસે જાય છે, પણ તેમને મળતા જવાબો તો જૂઠાણાં અને અર્થહીન વાતો છે. કેટલાક સ્વપ્નોનું અર્થઘટન કરે છે, પણ તે માત્ર તમને ગેરમાર્ગે દોરવા માટે જ તેમ કરે છે. તેમનું આશ્વાસન નિરર્થક છે. એમ ખોવાયેલાં ઘેટાંની જેમ લોકો ભટકે છે. તેમનો કોઈ દોરનાર ન હોઈ તેઓ સંકટમાં આવી પડેલા છે.


પછી તો ભવિષ્યવાણી ભાખવાનો આગ્રહ રાખનારના વિષે તો તેના માતાપિતા જ કહેશે કે તે મૃત્યુદંડને પાત્ર છે, કારણ, તેણે પ્રભુનો સંદેશ પ્રગટ કરવાનો દાવો કરીને જૂઠાણું ઉચ્ચાર્યું છે. તે ભવિષ્ય વચન ભાખતો હશે ત્યારે તેનાં માતપિતા તેના પર પ્રહાર કરી તેને મારી નાખશે.


પણ જો કોઈ સંદેશવાહક ગર્વિષ્ઠ થઈને મેં આજ્ઞા ન કરી હોય છતાં મારે નામે સંદેશ પ્રગટ કરવાની ધૃષ્ટતા કરશે, અથવા અન્ય દેવોને નામે સંદેશ પ્રગટ કરશે તો તે સંદેશવાહક માર્યો જશે.


આ શિક્ષણ જૂઠા માણસોની છેતરપિંડીથી ફેલાય છે. લોખંડના ગરમ સળિયાથી ડામ દેવામાં આવ્યો હોય તેમ તેમની પ્રેરકબુદ્ધિ મરેલી છે.


મારા પ્રિયજનો, પોતાની પાસે પવિત્ર આત્મા હોવાનો દાવો કરનાર બધા માણસો પર વિશ્વાસ ન કરો, પણ તેમની પાસે આવેલો આત્મા ઈશ્વર પાસેથી છે કે નહિ તેની પરીક્ષા કરો. કારણ, દુનિયામાં ઘણા જૂઠા સંદેશવાહકો ઊભા થયા છે.


Lean sinn:

Sanasan


Sanasan