Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 13:25 - પવિત્ર બાઇબલ C.L.

25 આ જ તારો હિસ્સો છે; મેં જ તે ફાળવી આપ્યો છે. કારણ, તારા લોક મને ભૂલી ગયા અને તેમણે જૂઠા દેવો પર ભરોસો મૂક્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 આ તારો હિસ્સો, મેં નીમી આપેલો તારો વિભાગ છે, કેમ કે તું મને વીસરી ગયો છે, અને તેં અસત્ય પર ભરોસો રાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 આ તારો હિસ્સો મેં નીમી આપેલો ભાગ એ જ છે, કેમ કે તું મને વીસરી ગયો છે અને તેં અસત્ય પર ભરોસો રાખ્યો છે. એમ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 તારા ભાગ્યમાં એ જ છે, એ જ મેં તારે માટે નીમ્યું છે,” આ હું યહોવા બોલું છું. “કારણ તું મને ભૂલી ગઇ છે, અને તેઁ ખોટા દેવોમાં વિશ્વાસ મૂક્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 13:25
22 Iomraidhean Croise  

દુષ્ટને ઈશ્વર તરફથી મળેલો એ હિસ્સો છે; તેમણે નીમેલો એ તેનો વારસો છે.


તે દુષ્ટો પર સળગતા અંગારા અને બળતો ગંધક વરસાવશે; દઝાડતી લૂ તેમના પ્યાલાનો હિસ્સો બનશે.


દુષ્ટો મૃત્યુલોક શેઓલ પ્રતિ ઘસડાઈ જશે. સાચે જ, ઈશ્વરની અવજ્ઞા કરનાર બધા લોકોનો એ જ અંજામ થશે.


પ્રભુએ કહ્યું, “એ દિવસે ઇઝરાયલના વૈભવનો અંત આવશે અને તેની સમૃદ્ધિ ઓસરી જશે.


તમે બડાઈ મારો છો કે અમે તો મરણની સાથે કરાર કર્યો છે અને મૃત્યુલોક શેઓલ સાથે સંધિ કરી છે. વિનાશનો ચાબુક વીંઝાશે ત્યારે તે અમને અડશે નહિ. કારણ, અમે જુઠનો આશ્રય લીધો છે અને અસત્યને અમારો ઓથો બનાવ્યો છે.


પ્રભુએ દરેકને તેનો ભાગ નક્કી કરી આપ્યો છે; તેમણે પોતાને હાથે દોરીથી માપીને જમીનના ભાગ પાડી આપ્યા છે. તેઓ હરહંમેશા એ દેશનું વતન ભોગવશે અને તેમાં તેઓ વંશાનુવંશ વાસો કરશે.


એ જોઈને માનવીઓ અવાકા બની જાય છે, અને મૂર્તિ ઘડનાર કારીગરો શરમાઈ જાય છે, કારણ કે, પ્રતિમાઓ ખોટી અને નિર્જીવ છે.


તેમ છતાં મારા લોક મને વીસરી ગયા છે અને તેઓ વ્યર્થ મૂર્તિઓને ધૂપ ચડાવે છે. તેમણે સાચા માર્ગ પર ચાલવામાં ઠોકર ખાધી છે, અને પ્રાચીન માર્ગ તજીને આડા અને ક્ચા માર્ગે વળ્યા છે!”


કારણ, મારા લોકે બે મહાપાપ કર્યાં છે: તેમણે મને, જીવનદાયક ઝરાને તજી દીધો છે અને પોતાને માટે જેમાં પાણી ટકે નહિ એવા કાણાં ટાંકાં ખોદ્યા છે.


શું કોઈ યુવતી પોતાનાં ઘરેણાં અથવા કન્યા પોતાના લગ્નનાં આભૂષણો વીસરી જાય ખરી? પરંતુ મારા લોકો અગણિત દિવસો સુધી મને વીસરી ગયા છે!


(ટેકરીઓની ટોચે અવાજ સંભળાય છે. ઇઝરાયલના લોકો રુદનસહિત આજીજી કરે છે. કારણ, તેમણે ભ્રષ્ટ આચરણ કર્યું છે અને પોતાના ઈશ્વર પ્રભુને વીસરી ગયા છે.)


વળી, હું પ્રભુ પરમેશ્વર કહું છું કે મને વીસરી જઈને તેં મારા તરફ તારી પીઠ ફેરવી દીધી છે, તેથી તારે તારી લંપટતા અને વ્યભિચારનાં ફળ ભોગવવાં પડશે.”


શહેરના અધિકારીઓ લાંચ માટે વહીવટ કરે છે અને યજ્ઞકારો પગાર લઈને મોશેનો નિયમ સમજાવે છે. સંદેશવાહકો પૈસા લઈને સંદર્શનો જણાવે છે, ને પાછા એવો દાવો કરે છે કે, “પ્રભુ આપણી સાથે છે, આપણા પર કંઈ વિપત્તિ આવી પડવાની નથી.”


તેણે પ્રભુનું કહેવું માન્યું નથી અને તેમની શિખામણ સ્વીકારી નથી. તેણે પ્રભુ પર પોતાનો વિશ્વાસ મૂક્યો નથી અને તે મદદને માટે પ્રભુ પાસે ગઈ નથી.


એ નોકરના કાપીને ટુકડેટુકડા કરી નાખશે અને દંભીઓના જેવા તેના હાલ કરશે. ત્યાં રડવાનું અને દાંત કટકટાવાનું થશે.


તેઓ ઈશ્વરના સત્યને બદલે જૂઠ સ્વીકારે છે અને સરજનહારની (જે સર્વકાળ સ્તુતિને યોગ્ય છે; આમીન) ભક્તિ કરવાને બદલે સર્જનની સેવાભક્તિ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan