Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 13:18 - પવિત્ર બાઇબલ C.L.

18 પ્રભુએ મને કહ્યું “રાજા તથા રાજમાતાને કહે કે, તમારા રાજ્યાસન પરથી ઊતરીને નીચે બેસો, કારણ, તમારા મસ્તક પરથી તમારા સુંદર રાજમુગટ પડી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 રાજેને તથા રાજમાતાને કહે, દીન થઈને બેસો; કેમ કે તમારા શિરપેચ, એટલે તમારો જે સુશોભિત મુગટ છે તે, પડી ગયો ચે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 રાજા અને રાજમાતાને કહે કે, દીન થઈને બેસો, કેમ કે તમારો મુગટ, તમારું ગૌરવ અને મહિમા તે પડી ગયાં છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 યહોવાએ મને કહ્યું, “રાજાને અને રાજરાણીને કહે; નીચે બેસો, કારણ, તમારા મહિમાવંત મુગટો તમારા શિર પરથી ઉતારી લેવામાં આવ્યા છે. હવે તે તમારા નથી રહ્યા.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 13:18
30 Iomraidhean Croise  

યહોયાખીન રાજા તેમ જ તેની માતા, તેના પુત્રો, તેના દરબારીઓ, તેના રાજમહેલના અધિકારીઓ બેબિલોનના રાજાને શરણે ગયા. નબૂખાદનેસ્સારે પોતાના અમલના આઠમા વર્ષમાં યહોયાખીનને કેદ કરી લીધો.


નબૂખાદનેસ્સાર યહોયાખીન, તેની માતા, તેની પત્નીઓ, તેના અમલદારો અને યહૂદિયાના અગ્રણીઓને યરુશાલેમમાંથી બંદીવાનો તરીકે બેબિલોન લઈ ગયો.


મનાશ્શા સંકટમાં આવી પડયો એટલે તે પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુ તરફ ફર્યો અને તેમની પ્રાર્થના કરી.


રાજાની પ્રાર્થના અને ઈશ્વરે આપેલો તેનો જવાબ અને પશ્ર્વાતાપ કર્યા પહેલાં તેણે કરેલાં પાપ અને દુરાચારની વિગતો, તેણે બનાવેલાં પૂજાનાં ઉચ્ચસ્થાનો અને અશેરાની પ્રતિમાઓ, તેની મૂર્તિપૂજા એ બધું સંદેશવાહકોના ઇતિહાસમાં લખેલું છે.


તે તેના પિતાની જેમ દીન બનીને પ્રભુ તરફ ફર્યો નહિ; પરંતુ ઉત્તરોઉત્તર અધિક પાપ કરતો ગયો.


તેથી મોશે તથા આરોને ફેરો પાસે જઈને તેને કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે. ‘ક્યાં સુધી તું મને આધીન થવાનો ઇનકાર કરીશ? મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે.


પાઘડીઓ, ફાળિયાં, જાંધિયા બનાવ્યા.


મુગટો, ઝાંઝરો, કંઠીઓ, અત્તરની શીશીઓ, માદળિયાં,


શહેરના દરવાજા શોકવિલાપ કરશે, બલ્કે તે ઉજ્જડ બની જમીનદોસ્ત થઈ જશે.


પ્રભુ કહે છે, “ઓ બેબિલોન નગરી, નીચે ઊતરીને ધૂળમાં બેસ; રાજ્યાસન પરથી ઊતરી પડીને જમીન પર બેસ. તું તો અજેય નગરી, કુંવારી કન્યાસમી હતી. પણ હવે તો નાજુકનમણી રહી નથી, તું તો ગુલામડી બની છે.


યહોયાકીમના પુત્ર યહૂદિયાના રાજા કોન્યાને પ્રભુએ પોતાના જીવના સમ ખાઈને કહ્યું કે, “તું મારા જમણા હાથ પરની મુદ્રિકા હોય, તો પણ હું તને ખેંચી કાઢીશ.


હું તને અને તને જન્મ આપનાર તારી માતાને બીજા દેશમાં દેશનિકાલ કરીશ. તમે બન્‍ને તે દેશમાં જન્મ્યા તો નહોતા પણ તમે ત્યાં જ મરશો.


તે સાંભળીને તેમણે ભયથી એકબીજા તરફ જોયું અને બારૂખને કહ્યું, “અમારે રાજાને આ વિષે જાણ કરવી જ પડશે.”


યરુશાલેમનો વૈભવ હવે ભૂતકાળની બાબત બની ગઈ છે. તેના આગેવાનો ભૂખથી નિર્બળ થઈ ગયેલા હરણના જેવા થયા છે. શિકારીના હાથમાંથી છટકી જવા જેટલી તાક્ત તેમનામાં રહી નથી.


તેની મલિનતા તેનાં વસ્ત્ર પર ચોંટેલી છે. છતાં તેણે પોતાની આખરી અવસ્થાનો વિચાર કર્યો નહિ. તેનું પતન ભયાનક હતું, તેને દિલાસો દેનાર કોઈ નહોતું. તેના દુશ્મનોનો વિજય થયો છે અને તે દયા માટે પ્રભુને પોકારે છે.


યરુશાલેમના વૃદ્ધો જમીન પર મૂંગે મોંએ બેઠા છે. તેમણે પોતાના માથા પર ધૂળ નાખી છે અને શરીર પર તાટ વીંટાળ્યું છે. યુવતીઓએ પોતાનાં માથાં જમીન સુધી ઢાળી દીધાં છે.


ગૌરવ લઈ શકીએ એવું કંઈ અમારી પાસે નથી; અમે પાપ કર્યું છે. અરે, અમારી કેવી દુર્દશા થઈ છે!


નાકમાં વાળી ને કાનમાં કુંડળ પહેરાવ્યાં અને માથે સુંદર મુગટ મૂક્યો.


પ્રભુ પરમેશ્વર કહે છે: “તારો રાજમુગટ અને તારી પાઘડી ઉતારી નાખ. કશું જ યથાવત્ સ્થિતિમાં રહેવાનું નથી. નીચાને ઊંચો અને ઊંચાને નીચો બનાવવામાં આવશે.


ખુંબ ધીમેથી ડુસકાં ભર; શોક નહિ કરતાં તું તારે માથે પાઘડી પહેર અને પગમાં જોડા પહેર; તારે તારું મુખ ઢાંકવાનું નથી અથવા શોક-ભોજનમાંથી ખાવાનું નથી.”


તમારે માથે પાઘડી અને પગમાં જોડા પહેરેલાં હશે. વળી, તમે શોક કે વિલાપ કરશો નહિ. તમારા પાપે તમે ઝૂરીઝૂરીને મરશો ને એકબીજાની આગળ વિલાપ કરશો.


તેમણે માથે અળસીરેસાનાં શ્વેત વસ્ત્રની પાઘડી બાંધવી, કમરે અળસીરેસાનાં શ્વેત વસ્ત્રની ઈજારો પહેરવી. તેમણે પરસેવો થાય એવું કશું કમરે વીંટાળવું નહિ.


પણ તે ગર્વિષ્ઠ, જિદ્દી અને ક્રૂર બન્યા એટલે તેમને રાજગાદી પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા અને તેમણે પોતાનું સન્માનનીય સ્થાન ગુમાવ્યું.


એ સમાચાર સાંભળીને નિનવેનો રાજા પણ પોતાની ગાદી પરથી ઊતરી પડયો, પોતાનો રાજવી પોષાક ઉતારી નાખ્યો અને કંતાનનાં વસ્ત્ર પહેરી રાખમાં બેઠો.


જે કોઈ પોતાને આ બાળકના જેવું નમ્ર બનાવે છે તે જ ઈશ્વરના રાજમાં મહાન છે.


પ્રભુની આગળ પોતાને નમ્ર કરો અને તે તમને ઉચ્ચસ્થાને મૂકશે.


તમે પોતાને ઈશ્વરના બળવાન હાથ નીચે નમ્ર કરો જેથી યોગ્ય સમયે તે તમને ઉચ્ચ પદવીએ મૂકે.


Lean sinn:

Sanasan


Sanasan