Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 12:8 - પવિત્ર બાઇબલ C.L.

8 મારા વારસા સમી મારી પ્રજાએ જંગલમાંના સિંહની જેમ મારી વિરુદ્ધ ગરજીને મને પડકાર્યો છે. તેથી હું તેને ધિક્કારું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 મને તો મારો વારસો આરણ્યવાસી સિંહના જેવો થઈ પડયો છે! તેણે પોતાનો ઘાંટો મારી સામે કાઢયો છે. તે માટે મેં તેનો તિરસ્કાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 મને તો મારો વારસો જંગલમાંના સિંહની જેમ થઈ પડ્યો છે; તે મારી સામે ભયંકર ગર્જનાઓ કરે છે, તેથી મેં તેનો તિરસ્કાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 મારા લોકો જંગલમાંના સિંહની જેમ મારી સામે થયા છે. અને મારી સામે ભયંકર ગર્જનાઓ કરે છે, તેથી હું તેમનો તિરસ્કાર કરું છું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 12:8
8 Iomraidhean Croise  

અમે તમારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે, તમારો નકાર કર્યો છે અને તમને અનુસર્યા નથી. અમે અત્યાચાર કર્યો છે અને બંડ પોકાર્યું છે. અમે મનમાં જૂઠા વિચારો કર્યા છે અને એ જ બબડયા છીએ.”


તેઓ તેની સામે સિંહોની જેમ ધૂરકે છે અને તેમણે તેની ભૂમિને ઉજ્જડ બનાવી દીધી છે તેનાં નગરો ખંડેર અને વસતીહીન બનાવી દીધાં છે.


બેબિલોનના લોકો એક સાથે સિંહોની જેમ ગર્જના કરે છે અને સિંહોના બચ્ચાંની જેમ ધૂરકે છે.


આમ, તેણે ખુલ્લેઆમ વ્યભિચાર કર્યો. તેણે પોતાની નગ્નતા ઉઘાડી કરી તેથી મારું મન જેમ તેની બહેન પરથી તેમ તેના પરથી પણ ઊઠી ગયું.


પ્રભુ કહે છે, “તેમનાં બધાં ભૂંડાં કામ ગિલ્ગાલમાં શરૂ થયાં. ત્યાં જ મને તેમના પર તિરસ્કાર આવ્યો અને તેમનાં ભૂંડાં કામોને લીધે હું તેમને મારા દેશમાંથી હાંકી કાઢીશ. હું હવેથી તેમના પર જરાય પ્રેમ રાખીશ નહિ. તેમના બધા જ આગેવાનોએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે.


સર્વસમર્થ ઈશ્વર પ્રભુએ આવી ગંભીર ચેતવણી આપી છે: હું ઇઝરાયલના લોકોના અહંકારને ધિક્કારું છું અને તેમના મહેલોનો તિરસ્કાર કરું છું. હું તેમની રાજધાની અને તેમાંનું સર્વસ્વ શત્રુના હાથમાં સોંપી દઈશ.


પ્રભુ જવાબ આપે છે: “તમે મારા લોક પર દુશ્મનની જેમ હુમલો કરો છો. ઘેર સલામતી છે એમ માની પુરુષો યુદ્ધમાંથી પાછા આવે છે, પણ ત્યાં તો તમે તેમની પીઠ પરથી ઝભ્ભો ઉતારી લેવા હાજર હો છો.


મારો તિરસ્કાર કરનાર ત્રણ ઘેટાંપાળકોના સંબંધમાં મારી ધીરજ ખૂટી ગઈ, અને એક જ માસમાં હું તેમનાથી છૂટો થઈ ગયો.


Lean sinn:

Sanasan


Sanasan