Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 12:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પ્રભુ કહે છે, “મેં મારો દેશ ઇઝરાયલ છોડી દીધો છે, મારા વારસા સમી પ્રજાનો ત્યાગ કર્યો છે, અને મારી પ્રાણપ્રિય પ્રજાને તેના શત્રુઓના હાથમાં સોંપી દીધી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 “મેં મારું ઘર છોડયું છે, મેં મારો વારસો મૂકી દીધો છે; મેં મારી પ્રાણપ્રિયાને વૈરીઓના હાથમાં સોંપી દીધી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 મેં મારું ઘર છોડ્યું છે; મારા વારસાનો મેં ત્યાગ કર્યો છે. મારી પ્રાણપ્રિયાને મેં શત્રુઓને સ્વાધીન કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પછી યહોવાએ કહ્યું, “મારા લોકોનો, મારા વારસાનો મેં ત્યાગ કર્યો છે; મારી અતિપ્રિય પ્રજાને મેં શત્રુઓને સ્વાધીન કરી છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 12:7
23 Iomraidhean Croise  

બચી ગયેલા લોકોનોય હું ત્યાગ કરીશ, અને તેમને તેમના દેશને જીતી લઈને તેને ખૂંદી નાખનાર તેમના શત્રુઓના હવાલે કરી દઈશ.


તેથી પોતાના લોકો વિરુદ્ધ પ્રભુનો કોપ સળગી ઊઠયો અને પોતાના વારસા સમ લોક પ્રત્યે તેમને ઘૃણા ઊપજી.


ઈશ્વર પોતાના વારસાસમ લોક પર કોપાયમાન થયા હતા, તેથી તેમણે તેમને તરવાર દ્વારા મરણને સ્વાધીન કર્યા.


હે ઈશ્વર, તમે તમારા લોકને, યાકોબના વંશજોને તજી દીધા છે. પલિસ્તીઓ તથા પૂર્વમાંથી આવેલા લોકોમાંથી ધંતરમંતર કરનારા તેમની વચમાં મોટી સંખ્યામાં વસે છે. તેમણે પરદેશીઓ સાથે હાથ મિલાવ્યો છે.


પ્રભુ કહે છે. “મારી પ્રિયાને મારા મંદિરમાં આવવાનો શો અધિકાર છે? તેણે તો ભ્રષ્ટ કાર્યો કર્યાં છે. શું તે એમ માને છે કે માનતા માનવાથી કે પ્રાણીઓનાં બલિદાનો ચડાવવાથી તે આપત્તિ રોકી શકશે? શું ભૂંડું કર્યા પછી તે હરખાશે?


હે પ્રભુ, શું તમે યહૂદિયાનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે? શું તમે સિયોનને તમારા મનથી ધિક્કારો છો? તો પછી ફરી સાજા થવાની આશા જ ન રાખી શકાય એવી અસહ્ય ઈજા શા માટે પહોંચાડો છો? અમે આબાદીની આશા રાખી હતી, પણ કંઈ હિત થયું નહિ; સાજા થવાની આશા હતી, પણ એને બદલે આતંક આવી પડયો!


મેં તમને વારસા તરીકે આપેલ દેશ તમારે તજી દેવો પડશે અને અજાણ્યા દેશમાં હું તમારી પાસે તમારા શત્રુઓની સેવા કરાવીશ. કારણ, તમે મારો કોપાગ્નિ સળગાવ્યો છે અને તે સતત સળગતો રહેશે.”


પણ જો તમે મારી આજ્ઞા નહિ પાળો તો હું પ્રભુ સોગંદપૂર્વક કહું છું કે આ મહેલ ખંડેર બની જશે.”


પ્રભુએ મને કહ્યું, “યર્મિયા, જ્યારે મારા લોક, સંદેશવાહકો કે યજ્ઞકારોમાંથી તને કોઈ મારા સંદેશાના સંદર્ભમાં આવું પૂછે કે, ‘પ્રભુનો બોજ શો છે?’ ત્યારે તું તેમને જવાબ આપજે. ‘તમે જ પ્રભુનો બોજ છો!’ અને પ્રભુ કહે છે કે હું એ બોજને એટલે તમને ફેંકી દઈશ.


તેથી હું તમને ઊંચકીને મારી હાજરીથી દૂર ફેંકી દઈશ. તમને તથા તમારા પૂર્વજોને આપેલા નગરને પણ હું ફેંકી દઈશ.


જો કે તેમની ભૂમિ મારી એટલે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર વિરુદ્ધના પાપથી ભરપૂર હતી, છતાં મેં સેનાધિપતિ પ્રભુએ ઇઝરાયલ અને યહૂદિયાને તજી દીધા નથી.


તેથી મારે નામે ઓળખાતું આ મંદિર, જેના પર તમે ભરોસો રાખો છો, અને જે સ્થળ મેં તમારા પૂર્વજોને અને તમને આપ્યું હતું તેની દશા શીલોહ જેવી જ કરીશ.


શોક દર્શાવવા મુંડન કરાવી લટો ફગાવી દો, ઉજ્જડ ટેકરીઓ પર વિલાપગીત ગાઓ; કારણ, મેં પ્રભુએ ક્રોધે ભરાઈને આ પેઢીની પ્રજાને તરછોડી દીધી છે.


તું ઇઝરાયલીઓને આ સંદેશ આપ: ‘પ્રભુ પરમેશ્વર કહે છે કે તમને મંદિરની મજબૂતી માટે ગર્વ છે, તે તમારી આંખોને પ્રિય છે, અને તમે તેની મુલાકાતની ઝંખના રાખો છો. પણ એ મંદિરને હું અશુદ્ધ કરીશ. તમારાં જે પુત્રપુત્રીઓને તમે યરુશાલેમમાં છોડી આવ્યા છો તે યુદ્ધમાં માર્યાં જશે.


પ્રભુ કહે છે, “જ્યારે ઇઝરાયલ બાળક હતો ત્યારે મેં તેના પર પ્રેમ રાખ્યો અને ઇજિપ્તમાંથી મેં તેને મારા પુત્ર તરીકે બોલાવી લીધો.


પ્રભુ કહે છે, “તેમનાં બધાં ભૂંડાં કામ ગિલ્ગાલમાં શરૂ થયાં. ત્યાં જ મને તેમના પર તિરસ્કાર આવ્યો અને તેમનાં ભૂંડાં કામોને લીધે હું તેમને મારા દેશમાંથી હાંકી કાઢીશ. હું હવેથી તેમના પર જરાય પ્રેમ રાખીશ નહિ. તેમના બધા જ આગેવાનોએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે.


સિયોન પર્વત પર રણશિંગડું વગાડો; ઉપવાસનો આદેશ આપો અને સભા બોલાવો.


હું સર્વ પ્રજાઓને યહોશાફાટ [અર્થાત્ ન્યાયૃની ખીણમાં લઈ આવીશ. મારા લોકો પર તેમણે જે વિતાડયું છે તેને લીધે હું ત્યાં તેમનો ન્યાય કરીશ. તેમણે ઇઝરાયલી લોકોને વિદેશોમાં વિખેરી નાખ્યા છે અને મારા દેશ ઇઝરાયલને વહેંચી લીધો છે.


કેટલાકને તલવારથી મારી નાખવામાં આવશે, અને બીજાઓને અન્ય દેશોમાં કેદીઓ તરીકે લઈ જવામાં આવશે, અને બિનયહૂદીઓનો સમય પૂરો થાય ત્યાં સુધી તેઓ યરુશાલેમને ખૂંદશે.


તેણે બિન્યામીનના કુળ વિષે કહ્યું: “એ તો પ્રભુનો લાડકવાયો છે, પ્રભુ તેને સલામત રાખે છે; તે તેનું રાતદિવસ રક્ષણ કરે છે અને એ તેમની ગોદમાં રહે છે.”


Lean sinn:

Sanasan


Sanasan