Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 12:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પ્રભુએ ઉત્તર આપ્યો, “હે યર્મિયા, જો તું માણસો સાથેની શરતદોડમાં થાકી જાય છે, તો પછી તું ઘોડાઓ સાથે કઈ રીતે હરીફાઈ કરી શકે? જો તું સલામત પ્રદેશમાં નિર્ભય રહી શક્તો નથી, તો યર્દન નદીની ગીચ ઝાડીમાં તારું શું થશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 [પ્રભુએ મને કહ્યું,] “તું પાયદળોની સાથે દોડયો, પણ તેઓએ તને થકવ્યો, ત્યારે તું ઘોડાઓની બરાબરી કેમ કરશે? જો કે શાંત પ્રદેશમાં તું નિર્ભય છે, તોપણ યર્દનના પૂરમાં તું કેમ કરશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 માટે જો તું પાયદળો સાથે દોડયો અને તેઓએ તને થકવ્યો, પછી તું ઘોડાઓ સાથે શી રીતે હોડમાં ઊતરશે? જો કે તું સલામત પ્રદેશમાં નિર્ભય છે, તોપણ યર્દનના જંગલમાં તારું શું થશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યહોવાએ કહ્યું, “જો માણસો સાથે દોડતાં તું થાકી જાય તો પછી ઘોડાઓ સાથે શી રીતે હોડમાં ઊતરશે? જો તું સલામત પ્રદેશમાં નિશ્ચિંત નથી તો, યર્દનના કાંઠે આવેલાં જંગલમાં તારું શું થશે?

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 12:5
14 Iomraidhean Croise  

એકવાર વર્ષના પ્રથમ માસમાં, જ્યારે યર્દન નદી બન્‍ને કાંઠે છલક્તી હતી ત્યારે નદી પાર કરીને એના પૂર્વ અને પશ્ર્વિમ કિનારે આવેલ ખીણપ્રદેશમાં રહેતા સર્વ લોકોને તેમણે નસાડી મૂક્યા હતા.


તમારા ધોધની ગર્જનાને લીધે ઊંડાણને ઊંડાણ હાંક મારે છે. તમારા પાણીની છોળો અને સર્વ મોજાં મારા પર ફરી વળ્યાં છે.


કટોકટીની વેળાએ નાહિંમત બનવું તે સાચે જ નિર્બળતાની નિશાની છે.


મારા પુત્ર, પ્રભુએ ફરમાવેલી શિસ્તનો અનાદર કરીશ નહિ, અને તે તને સુધારવા ચાહે તો માઠું લગાડીશ નહિ.


અનાથોથના જે લોકો મારું ખૂન કરવા માગતા હતા અને જેમણે મને ધમકી આપી હતી કે, ‘યાહવેને નામે ઉપદેશ કરવાનું ચાલુ રાખીશ તો અમે તને મારી નાખીશું’ તેમને વિષે પ્રભુ કહે છે;


પ્રભુએ લોકોને સંબોધીને જે જે કહેવાની આજ્ઞા કરી હતી તે બધું યર્મિયાએ કહેવાનું જેવું પૂરું કર્યું કે તરત જ યજ્ઞકારો, સંદેશવાહકો અને લોકો તેને પકડી લઈને બોલી ઊઠયા,


એને બદલે, રાજાએ રાજકુમાર યરાહમએલને, આઝીએલના પુત્ર સરાયાને તથા આબ્દએલના પુત્ર શેલેમ્યાને લહિયા બારૂખની અને સંદેશવાહક યર્મિયાની ધરપકડ કરવાનો હુકમ કર્યો; પરંતુ પ્રભુએ તેમને સંતાડી રાખ્યા.


જેમ કોઈ સિંહ યર્દનની ઝાડીમાંથી સદાય લીલાછમ એવા ઘાસના મેદાનમાં આવી ચડે તેમ હું ધસી આવીશ અને તેમને તેમના પ્રદેશમાંથી અચાનક હાંકી કાઢીશ અને મારા મનપસંદ રાજર્ક્તાને ત્યાં ગોઠવી દઈશ. કારણ, મારા સરખો કોઈ છે? કોણ મારી સામે પડકાર ફેંકી શકે? કયો રાજપાલક મારો સામનો કરી શકે?


“યર્દન નદીની ઝાડીમાંથી સદાય લીલાંછમ ઘાસના મેદાન પર સિંહ ધસી આવે તેમ હું અચાનક ધસી આવીને બેબિલોનના લોકોને હાંકી કાઢીશ; ત્યાર પછી હું મારા મનપસંદ રાજર્ક્તાને ત્યાં ગોઠવી દઈશ. કારણ, મારા સરખો કોણ છે? કોણ મારી સામે પડકાર ફેંકી શકે? કયો રાજપાલક મારો સામનો કરી શકે?


પ્રિયજનો, તમારા પર દુ:ખદાયક ક્સોટીઓ આવી પડે ત્યારે કંઈક અસામાન્ય બની રહ્યું હોય તેમ આશ્ર્વર્ય પામશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan