Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 12:4 - પવિત્ર બાઇબલ C.L.

4 ક્યાં સુધી અમારો દેશ સૂકોભઠ રહેતાં ગમગીન રહેશે, અને બધાં ખેતરોનું ઘાસ ચીમળાઈ જશે? પ્રાણીઓ અને પક્ષીઓ નષ્ટ થઈ રહ્યાં છે, કારણ, આ દેશના લોકો દુષ્ટ છે. તેઓ કહે છે કે, ‘અમે શું કરીએ છીએ એ ઈશ્વર ક્યાં જુએ છે?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ક્યાં સુધી દેશ શોક કરશે, ને ક્યાં સુધી સર્વ ખેતરની વનસ્પતિ કરમાઈ જશે? દેશના રહેવાસીઓની દુષ્ટતાને લીધે પશુ તથા પક્ષી નષ્ટ થયા છે. કેમ કે તેઓએ કહ્યું, ‘તે અમારો અંતકાળ જોશે નહિ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ક્યાં સુધી ભૂમિ શોક કરશે અને ખેતરમાંની વનસ્પતિ કરમાઈ જશે? દેશના રહેવાસીઓની દુષ્ટતાને કારણે, પશુ તથા પક્ષી નષ્ટ થયાં છે. તેમ છતાં, લોકો કહે છે, “આપણને શું થાય છે તે ઈશ્વર જાણતા નથી.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 અને હે યહોવા, ક્યાં સુધી ભૂમિ શોક કરશે? તેઓનાં દુષ્ટ કાર્યોને કારણે ક્યાં સુધી ખેતરમાંનું લીલું ઘાસ પણ સૂકાતું રહેશે અને આક્રંદ કરતું રહેશે! વનચર પશુ-પક્ષીઓ પણ ચાલ્યા ગયા છે. દેશ ઉજ્જડ થઇ ગયો છે તેમ છતાં લોકો કહે છે, “આપણે શું કરીએ છે તે દેવ જોઇ શકતો નથી!”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 12:4
22 Iomraidhean Croise  

તમે આવાં કામો કર્યાં છે, અને છતાં શું હું ચૂપ રહું? તો તમે મને પણ તમારા જેવો ધારી લો. પરંતુ હું તમને ઠપકો આપું છું અને તમારી સમક્ષ તમારી સામે દાવો રજૂ કરું છું.


પૃથ્વી સુકાઈ જાય છે અને ચીમળાઈ જાય છે; આખી દુનિયા ઝૂરીઝૂરીને નિર્બળ થઈ જાય છે. પૃથ્વીની સાથે સાથે આકાશ પણ ક્ષીણ થઈ જાય છે.


તેથી ઈશ્વરે આપેલો શાપ પૃથ્વીને ભરખી જાય છે. આમ, પૃથ્વીના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ જાય છે. બહુ થોડા લોકો જીવતા રહે છે.


તેમણે તેને ઉજ્જડ કરી દીધો છે. આખો દેશ ઉજ્જડ થઈને મારી સમક્ષ ઝૂરે છે સમગ્ર ભૂમિ વેરાન બની છે, અને કોઈ તેની કાળજી રાખતું નથી.


“યહૂદિયા વિલાપ કરે છે, તેનાં નગરો ઝૂરે છે, તેમના લોકો ભૂમિગત થઈ શોક કરે છે અને યરુશાલેમ મદદને માટે પોકાર કરે છે.


કારણ, દેશ વ્યભિચારીઓથી ભરપૂર છે. તેઓ દુષ્ટ કાર્યો આચરે છે, અને પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે. તેથી શાપને લીધે ભૂમિ શોક કરે છે, અને ઘાસચારાનાં મેદાનો સુકાઈ ગયાં છે.


મેં જોયું તો કોઈ મનુષ્ય દેખાતું નહોતું. અરે, આકાશનાં પક્ષીઓ પણ ઊડી ગયાં હતાં.


એને લીધે પૃથ્વી વિલાપ કરશે અને આકાશ અંધકારમય બની જશે. પ્રભુ બોલ્યા છે અને તે પોતાનું મન બદલશે નહિ. પ્રભુએ નિર્ણય કર્યો છે અને તે તેમાંથી ફરશે નહિ.


અથવા આપણે દુકાળ કે યુદ્ધ જોવાના નથી. સંદેશવાહકો તો ખાલી બણગાં ફૂંકે છે તેમની પાસે પ્રભુનો કોઈ સંદેશ નથી; તેમની જ એવી દશા થશે.”


“સંદેશવાહકો જૂઠો સંદેશ પ્રગટ કરે છે, યજ્ઞકારો પણ સંદેશવાહકોના કહ્યા પ્રમાણે લોકો પર જોહુકમી ચલાવે છે, અને મારા લોકોને એ બધું ગમે છે! પણ આખરે તેઓ શું કરશે?”


તેથી પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે, “હું આ સ્થાન પર મારો કોપ રેડી દઈશ અને લોકો, પ્રાણીઓ, વૃક્ષો અને ખેતરો તેનો ભોગ બનશે. એ કોપ સતત સળગતો રહેશે અને હોલવી શકાશે નહિ.”


હું પર્વતોને માટે શોકગીત ગાઈશ, અને ઘાસચારાનાં મેદાનો માટે હું રુદન કરીશ. કારણ, તે એવાં સુકાઈ ગયાં છે કે ત્યાંથી કોઈ પસાર પણ થતું નથી! ત્યાં હવે ઢોરોનો અવાજ સંભળાતો નથી. આકાશનાં પક્ષીઓ અને પશુઓ નાસી છૂટીને જતાં રહ્યાં છે.


આ બધાને લીધે શું હું તેમને સજા ન કરું? આવી પ્રજા પર હું બદલો ન લઉં? હું પ્રભુ એ બોલ્યો છું.”


તેથી જમીન સુકાઈ જશે અને તેની પરના બધા જીવ મરણ પામશે. બધાં જ પ્રાણીઓ અને પક્ષીઓ, અરે, સમુદ્રનાં માછલાંય મરણ પામશે.”


પશુઓ ત્રાસ પામી ભાંભરે છે, કારણ, તેમને માટે ચારો નથી; ઘેટાંનાં ટોળાં પણ સહન કરી રહ્યાં છે.


આમોસે કહ્યું, “પ્રભુ સિયોનમાંથી ગર્જના કરે છે, યરુશાલેમમાંથી તેમની વાણી ગાજે છે. ભરવાડોનાં ગૌચર સુકાઈ જાય છે, અને ર્કામેલના શિખર પરનું ઘાસ કરમાઈ જાય છે.”


જો કે અંજીરીને ફૂલ ન બેસે, અને દ્રાક્ષવેલાઓ પર કંઈ દ્રાક્ષ ન પાકે; જો કે ઓલિવનો પાક નિષ્ફળ નીવડે, અને ખેતરોમાં કંઈ ધાન્ય પાકે નહિ; જો કે વાડામાંનાં બધાં ઘેટાં નાશ પામે, અને ઢોરની બધી કોઢો ખાલીખમ થઈ જાય,


પછી દૂતે કહ્યું, “સર્વસમર્થ પ્રભુ, તમે આ સત્તર વર્ષથી યરુશાલેમ અને યહૂદિયાનાં નગરો પર કોપાયમાન થયા છો. તેમના પર દયા દર્શાવવાને હજી કેટલો સમય લાગશે?”


અત્યારે તો સમગ્ર સૃષ્ટિ પ્રસૂતિની વેદના જેવી વેદના ભોગવી રહી છે.


Lean sinn:

Sanasan


Sanasan