Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 12:15 - પવિત્ર બાઇબલ C.L.

15 એ પ્રજાઓને ઉખેડી નાખ્યા પછી હું તેમના પર દયા કરીશ અને દરેક પ્રજાને પોતાના વતનમાં અને પોતાના દેશમાં પાછી લાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 વળી તેઓને ઉખેડયા પછી, હું ફરીથી તેઓ પર દયા કરીશ; અને તેઓમાંના દરેકને તેમના પોતાના વારસામાં, ને તેમની પોતાની ભૂમિમાં પાછા લાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 વળી તેઓને ઉખેડ્યા બાદ, હું તેઓના પર દયા દર્શાવીશ તથા તેઓમાંના દરેકને તેઓના પોતાના વારસામાં અને પોતાના દેશમાં પાછા લાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પરંતુ ત્યારબાદ હું પાછો આવીશ અને તમારા બધા પર દયા દર્શાવીશ તથા તમને તમારા પોતાના દેશમાં તમારા ઘરોમાં પાછા લાવીશ. દરેક માણસને તેના પોતાના વારસામાં પાછો લાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 12:15
16 Iomraidhean Croise  

પણ એને બદલે, ‘ઇઝરાયલીઓને ઉત્તરના દેશમાંથી અને તેમને જ્યાં વેરવિખેર કર્યા હતા તે બધા દેશોમાંથી પાછા લાવનાર જીવંત પ્રભુને નામે સોગંદ લેશે. કારણ, હું તેમને તેમના વતનમાં એટલે, તેમના પૂર્વજોને આપેલા દેશમાં પાછા લાવીશ.”


હું તેમના પર મારી કૃપાદષ્ટિ રાખીશ અને આ દેશમાં તેમને પાછા લાવીશ. હું તેમને તોડી પાડીશ નહિ, પણ તેમને બાંધીશ; અને તેમને ઉખેડી નાખીશ નહિ, પણ તેમને રોપીશ.


હું પ્રભુ પોતે કહું છું કે હું તમને જરૂર મળીશ; હું તમારી પરિસ્થિતિ પલટી નાખીશ, અને જે જે દેશો અને પ્રજાઓમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા હતા તે બધામાંથી હું તમને એકત્ર કરીશ, અને જે જે સ્થળેથી મેં તમને દેશનિકાલ કર્યા હતા તે જ સ્થળે હું તમને પાછા લાવીશ. હું પ્રભુ આ બોલું છું.”


તું ઉત્તરમાં જા અને ઇઝરાયલને કહે, આ પ્રભુનો સંદેશ છે: હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ, મારી તરફ પાછી ફર; કારણ, હું પ્રભુ દયાળુ છું અને તેથી હું તારી સાથે અંટસ રાખીશ નહિ.


એ સમયે યરુશાલેમ ‘પ્રભુ યાહવેનું રાજ્યાસન’ કહેવાશે અને સર્વ દેશના લોકો મારે નામે ભક્તિ કરવા યરુશાલેમમાં એકત્ર થશે, ત્યારે તેઓ તેમનાં હઠીલાં અને ભ્રષ્ટ અંત:કરણો પ્રમાણે વર્તશે નહિ.


“હે ઇઝરાયલના લોકો, જો તમારે પાછા ફરવું હોય તો મારી પાસે પાછા આવો. જો તમે તમારી ઘૃણાપાત્ર મૂર્તિઓને મારી સમક્ષથી ફગાવી દો અને મારા પ્રત્યેની નિષ્ઠામાં અડગ રહો તો તમે મારે નામે સચ્ચાઈથી, ન્યાયથી અને નેકીથી સોગંદ લઈ શકશો. ત્યારે અન્ય પ્રજાઓ તેનામાં આશિષ પામશે અને તેનામાં હરખાશે.”


પરંતુ અંત સમયે હું મોઆબને ફરીથી આબાદ બનાવીશ હું પ્રભુ આ બોલું છું.”


આખરે હું એલામને ફરીથી આબાદ બનાવીશ. હું પ્રભુ પોતે આ બોલું છું.”


પરંતુ આખરે હું આ આમ્મોનના લોકોને મુક્ત કરીને ફરીથી આબાદ કરીશ. હું પ્રભુ આ બોલું છું.”


પણ તેના રાજ્યની સમૃદ્ધિની પરાક્ષ્ટા પછી રાજ્યના ચાર ભાગલા પડી જશે. તેના વંશજો ન હોય એવા રાજાઓ તેના સ્થાને આવશે, પણ તેમની પાસે તેના જેવો રાજ્યાધિકાર નહિ હોય.


હું મારા ઇઝરાયલી લોકને તેમના વતનમાં પાછા લાવીશ. તેઓ પોતાનાં ખંડિયેર બની ગયેલાં શહેરો ફરીથી બાંધશે અને તેમાં વસશે. તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનો દ્રાક્ષાસવ પીશે; તેઓ વાડીઓ રોપશે અને તેનાં ફળ ખાશે.


પ્રત્યેક ઇઝરાયલીને પોતાના ભાગની જમીનનો વારસો ન મળે ત્યાં સુધી અમે પાછા નહિ ફરીએ.


‘પ્રભુ કહે છે: એ પછી હું પાછો ફરીશ, અને દાવિદનો પડી ગયેલો મંડપ હું ઊભો કરીશ, તેનાં ખંડિયેરો હું સમારીશ અને તેને ફરી બાંધીશ.


“તમારી જેમ પ્રભુ તેમને પણ વિરામનું સ્થળ આપે, એટલે કે પ્રભુએ તેમને આપેલો યર્દન નદીની પશ્ર્વિમનો પ્રદેશ તેઓ કબજે કરે અને ત્યાં શાંતિથી વસે ત્યાં સુધી તમે તેમને સાથ આપજો. તે પછી તમે મેં તમને આપેલા આ વતનમાં પાછા આવજો.


તો તમારા ઈશ્વર પ્રભુ તમારા પર દયા કરીને તમારી દુર્દશા પલટી નાખીને તમને આબાદ કરશે. જે દેશોમાં તેમણે તમને વિખેરી નાખ્યા હતા ત્યાંથી તે તમને તમારા દેશમાં પાછા એકત્ર કરશે.


Lean sinn:

Sanasan


Sanasan