Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 12:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તેમણે તેને ઉજ્જડ કરી દીધો છે. આખો દેશ ઉજ્જડ થઈને મારી સમક્ષ ઝૂરે છે સમગ્ર ભૂમિ વેરાન બની છે, અને કોઈ તેની કાળજી રાખતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેઓએ તેને ઉજ્જડ કર્યો છે. તે ઉજ્જડ થઈને મારી આગળ શોક કરે છે. આખો દેશ ઉજ્જડ થયો છે, કેમ કે તેની દરકાર કોઈ રાખતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેઓએ આખી ભૂમિને વેરાન કરી નાખી છે, આખો દેશ ઉજ્જડ થયો છે; માટે હું શોક કરું છું. બધા દેશોએ તેને ઉજ્જડ કરી નાખ્યો છે, તેની દરકાર કોઈ રાખતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેઓએ આખી ભૂમિને વેરાન કરી નાખી છે, કારણકે ત્યાં રહેતી કોઇ પણ વ્યકિત તેની કાળજી લેતી નથી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 12:11
23 Iomraidhean Croise  

મિજબાનીના ઘરમાં જવા કરતાં મૃત્યુને લીધે શોકપીડિત ઘરમાં જવું સારું છે; કારણ, મૃત્યુ એ સર્વ માણસોનો અંત છે. દરેક જીવંત વ્યક્તિએ આ વાત સદા સ્મરણમાં રાખવી જોઈએ.


તેથી તેમણે પોતાનો ઉગ્ર ક્રોધ વરસાવ્યો છે અને યુદ્ધની આફત ઉતારી છે. જ્વાળાઓ આપણને વીંટાઈ વળી, પણ આપણે સમજ્યા નહિ. આપણે આગમાં સળગી ગયા, પણ તેમાંથી કંઈ બોધપાઠ લીધો નહિ.


સદાચારીઓ માર્યા જાય છે અને તે પર કોઈ ધ્યાન દઈને વિચારતું નથી. નિષ્ઠાવાન માણસો મરણ પામે છે પણ કોઈ સમજતું નથી કે તેમને ભાવિ વિપત્તિમાંથી ઉપાડી લેવામાં આવે છે.


અરે, સાંભળો; સમાચાર આવ્યા છે, ઉત્તર તરફના દેશમાંથી મોટો કોલાહલ સંભળાય છે; યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી દેવા અને તેમને શિયાળોનો વાસ બનાવી દેવા લશ્કર આવી રહ્યું છે!


પરંતુ જે પ્રજાઓ તમને માનતી નથી, અને તમારે નામે ભક્તિ કરતી નથી તેમના પર તમારો રોષ ઠાલવો. કારણ, તેઓ યાકોબના વંશજોને ભરખી ગયા છે; અરે, ભરખી જઈને તેમને તદ્દન ખતમ કરી નાખ્યા છે, તેમનો વિનાશ કર્યો છે અને તેમના રહેઠાણને ઉજ્જડ કર્યું છે.”


“યહૂદિયા વિલાપ કરે છે, તેનાં નગરો ઝૂરે છે, તેમના લોકો ભૂમિગત થઈ શોક કરે છે અને યરુશાલેમ મદદને માટે પોકાર કરે છે.


અને હું આ નગરનો એવો કરુણ અંજામ લાવીશ કે તેની પાસેથી પસાર થનાર લોકો તેની દશા જોઈને આઘાત પામશે અને હાહાકાર કરશે;


કારણ, દેશ વ્યભિચારીઓથી ભરપૂર છે. તેઓ દુષ્ટ કાર્યો આચરે છે, અને પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે. તેથી શાપને લીધે ભૂમિ શોક કરે છે, અને ઘાસચારાનાં મેદાનો સુકાઈ ગયાં છે.


આખો દેશ ઉજ્જડ અને વેરાન થઈ જશે અને આ લોકો સિત્તેર વર્ષ સુધી બેબિલોનના રાજાની ગુલામી કરશે.


આપત્તિ પર આપત્તિ આવી પડે છે. આખો દેશ તારાજ થઈ ગયો છે. મારા લોકના તંબુઓ એકાએક પાડી નંખાયા છે; તેમના પડદા એકપળમાં ફાડી નંખાયા છે.


અરે, પ્રભુએ પોતે કહ્યું છે કે સમસ્ત ધરતી વેરાન થઈ જશે, તો પણ હું તેનો સંપૂર્ણ વિનાશ કરીશ નહિ.


એને લીધે પૃથ્વી વિલાપ કરશે અને આકાશ અંધકારમય બની જશે. પ્રભુ બોલ્યા છે અને તે પોતાનું મન બદલશે નહિ. પ્રભુએ નિર્ણય કર્યો છે અને તે તેમાંથી ફરશે નહિ.


હે યરુશાલેમના લોકો, ચેતી જાઓ. નહિ તો હું તમારો ત્યાગ કરીશ અને તમારા નગરને ઉજ્જડ અને નિર્જન કરી દઈશ, અને ત્યાં કોઈ વસશે નહિ.”


હું પર્વતોને માટે શોકગીત ગાઈશ, અને ઘાસચારાનાં મેદાનો માટે હું રુદન કરીશ. કારણ, તે એવાં સુકાઈ ગયાં છે કે ત્યાંથી કોઈ પસાર પણ થતું નથી! ત્યાં હવે ઢોરોનો અવાજ સંભળાતો નથી. આકાશનાં પક્ષીઓ અને પશુઓ નાસી છૂટીને જતાં રહ્યાં છે.


પ્રભુ કહે છે, “હું યરુશાલેમને ખંડેર અને શિયાળોનું કોતર બનાવીશ. યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી નાખીશ, અને કોઈ તેમાં વસશે નહિ.”


આ બધાને લીધે શું હું તેમને સજા ન કરું? આવી પ્રજા પર હું બદલો ન લઉં? હું પ્રભુ એ બોલ્યો છું.”


ખેતરો પાકવિહોણાં છે; ધાન્યનો નાશ થયો હોવાથી ધરતી ઝૂરે છે. દ્રાક્ષો સુકાઈ ગઈ છે અને ઓલિવવૃક્ષો કરમાઈ ગયાં છે.


હું તમારા દેશનો એવો વિનાશ કરીશ કે તેમાં વસવાટ કરનાર તમારા દુશ્મનો પણ તે જોઈને આઘાત પામશે.


તમારે તમારાં કાર્યથી મારું સન્માન કરવું જોઈએ. તમે મારું કહેવું નહિ માનો તો હું તમારા પર શાપ મોકલીશ. તમને તમારા પોષણ માટે મળતી વસ્તુઓને હું શાપિત કરીશ. વાસ્તવમાં હું તેમને શાપિત કરી ચૂક્યો છું. કારણ, તમે મારી આજ્ઞાને ગંભીરતાપૂર્વક લેખવતા નથી.


અત્યારે તો સમગ્ર સૃષ્ટિ પ્રસૂતિની વેદના જેવી વેદના ભોગવી રહી છે.


Lean sinn:

Sanasan


Sanasan