Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 11:20 - પવિત્ર બાઇબલ C.L.

20 ત્યારે મેં પ્રભુને પ્રાર્થના કરી, “હે સેનાધિપતિ પ્રભુ, તમે અદલ ન્યાયાધીશ છો. તમે દયની લાગણીઓ અને અંતરના ઇરાદાને પારખો છો. મેં મારી દાદ તમારી આગળ રજૂ કરી છે. તો હવે આ લોકો પર તમે જે બદલો લેશો તે મને જોવા દો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પણ, હે સૈન્યોના [ઈશ્વર] યહોવા, અદલ ન્યાયાધીશ, અંત:કરણના તથા હ્રદયના પરીક્ષક, તેમના ઉપર તમે વાળેલો બદલો મને જોવા દો; કેમ કે તમારી આગળ મેં મારી ફરિયાદ રજૂ કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પણ હે સૈન્યોના ઈશ્વર યહોવાહ અદલ ન્યાયાધીશ અંત:કરણ તથા હૃદયને પારખનાર, તેમની પર તમે વાળેલો બદલો મને જોવા દો કેમ કે તમારી આગળ મેં મારી ફરિયાદ રજૂ કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ત્યારે મેં પ્રાર્થના કરી, હે સૈન્યોના દેવ યહોવા! તું સાચો ન્યાય કરનાર છે, તું માણસના મનને અને હૃદયને જાણે છે, મને જોવા દો કે તમે તેમની પર વૈર વાળશો કારણ કે એ તું જ છે જેની પર મે મારો બચાવ કરવા માટે વિશ્વાસ રાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 11:20
35 Iomraidhean Croise  

દુરાચારીઓ સાથે સદાચારીઓનો નાશ કરવો એ તમારાથી દૂર રહો. એમ થાય તો સદાચારીઓ દુરાચારીઓની બરાબર ગણાય; એવું કરવું તમારાથી દૂર રહો. સમસ્ત પૃથ્વીના ન્યાયાધીશ શું સાચો ન્યાય નહિ કરે?”


હિઝકિયા રાજાએ સંદેશકો પાસેથી પત્ર લઈને વાંચ્યો. પછી તેણે મંદિરમાં જઈને પ્રભુની સમક્ષ એ પત્ર મૂક્યો.


તેણે શલોમોનને કહ્યું, “મારા દીકરા, તું મારા પિતાના ઈશ્વરનો સ્વીકાર કર અને સંપૂર્ણ દિલથી અને રાજીખુશીથી તેમની સેવા કર. તે આપણા સૌના વિચારો અને ઈરાદાઓ જાણે છે. જો તું તેમને શોધશે, તો તે તને મળશે; પણ જો તું તેમનો ત્યાગ કરીશ તો તે તને સદાને માટે તજી દેશે.


હે મારા ઈશ્વર, હું જાણું છું કે તમે અંત:કરણને પારખો છો, અને નિખાલસ લોકો પર પ્રસન્‍ન થાઓ છો. મેં તો નિખાલસ અંત:કરણથી તમને આ બધું રાજીખુશીથી આપ્યું છે. અત્રે હાજર થયેલા તમારા લોકો રાજીખુશીથી તમારી પાસે અર્પણ લાવ્યા છે. તે જોઈને મને આનંદ થયો છે.


જો હું તારી જગ્યાએ હોઉં તો ઈશ્વરને શરણે જાઉં અને તેમને જ મારો મુકદમો સોંપી દઉં.


હે ઈશ્વર, મને પારખો અને મારા દયને ઓળખો, મને બારીકાઈથી ચક્સો અને મારા વિચારોને જાણો.


ઊઠો! ઢાલ અને બખ્તર સજીને મારી વહારે આવો.


હે ઈશ્વર, મને ન્યાય અપાવો, અધર્મી પ્રજા સામે મારા પક્ષમાં દલીલો રજૂ કરો; કપટી અને અન્યાયી માણસોથી મને ઉગારો.


હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો, કારણ, મારો આત્મા તમારે શરણે આવ્યો છે; આ વિનાશક આંધી પસાર ન થઈ જાય, ત્યાં સુધી હું તમારી પાંખોની છાયામાં શરણ લઈશ.


દુષ્ટોને સજા થતી નિહાળીને નેકજનો હરખાશે. તેઓ દુષ્ટોના રક્તમાં પોતાના પગ ધોશે.


ઈશ્વર તો મારે માટે રક્ષણ કરનારી ઢાલ સમા છે; તે નિખાલસ દયવાળાઓને બચાવે છે.


હે પ્રભુ, સમસ્ત માનવજાતના ન્યાયાધીશ, મારું સદાચરણ અને મારી નિષ્ઠાને લક્ષમાં લઈ ન્યાય કરો.


તમે તો ન્યાયી ઈશ્વર છો, તમે માનવી મન અને દયને પરખો છો; તમે દુષ્ટોની દુષ્ટતાનો અંત લાવો, અને નેકજનોને આબાદ કરો.


કારણ, પ્રભુ પૃથ્વીનો ન્યાય કરવા આવે છે; તે નેકીથી જગતનો અને નિષ્પક્ષપાતપણે સર્વ પ્રજાઓનો ન્યાય કરશે.


હે પ્રભુ, તમે ન્યાયી છો; હું તમારી સામે ફરિયાદ કરું તોય તમે જ સાચા ઠરવાના છો, છતાં અમુક બાબતો સંબંધી હું તમારી સાથે વિવાદ કરવા ચાહું છું. શા માટે દુષ્ટો આબાદ થાય છે, અને કપટી માણસો સુખી થાય છે?


પરંતુ હે પ્રભુ, તમે મને ઓળખો છો અને મારું આચરણ જુઓ છો, અને મારા દયના વિચારોની પારખ કરો છો; ક્તલખાને લઈ જવાતા ઘેટાંની જેમ તેમને ઘસડી જાઓ; ક્તલના દિવસને માટે તેમને અલગ કરો.


પછી મેં કહ્યું, “હે પ્રભુ, તમે બધું જ જાણો છો; મને સંભારો અને મારી મદદે આવો, મારા પર જુલમ કરનારાઓ પર બદલો લો. તેઓ મને ખતમ કરી નાખે ત્યાં સુધી તેમના પ્રત્યે ધીરજ ન દાખવો. યાદ રાખો કે, તમારે લીધે હું આ અપમાન સહું છું.


પણ હું પ્રભુ દયને તપાસું છું, અને અંત:કરણને પારખું છું, જેથી દરેક વ્યક્તિને તેનાં આચરણ પ્રમાણે અને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપું.”


મારો પીછો કરનારા ભલે શરમાય, પણ હું લજ્જિત ન થાઉ; તેઓ ભલે ભયભીત થાય, પણ હું ભયભીત ન થાઉ. તેમના પર આફત મોકલી આપો, અને તેમનો સદંતર નાશ કરો.


હે સેનાધિપતિ પ્રભુ, તમે પારખ કરો છો, અને માણસોનાં અંત:કરણના છુપા ઈરાદાઓ અને દયના વિચારો જાણો છો, તેથી મેં તમને મારો દાવો સોંપ્યો છે. તમે તેમના પર જે બદલો લો તે મને જોવા દો.


હે પ્રભુ, તમે મારા બચાવને માટે આવ્યા અને મારા જીવનનો ઉદ્ધાર કર્યો છે.


હે પ્રભુ, મારા પક્ષમાં ન્યાય આપો. કારણ, મારી વિરુદ્ધ થયેલો અન્યાય તમે જાણો છો.


હે પ્રભુ, તેમના કાર્ય પ્રમાણે તેમને સજા કરો.


પછી પ્રભુનો આત્મા મારા પર ઊતરી આવ્યો અને તેમણે મને આ પ્રમાણે કહેવાનું કહ્યું, “પ્રભુ આ પ્રમાણે કહે છે: હે ઇઝરાયલીઓ, તમે એવું બોલો તો છો પણ તમારા મનમાં શા વિચારો ચાલે છે એ હું જાણું છું.


કારણ, તેમણે પસંદ કરેલા એક માણસ દ્વારા આખી દુનિયાનો અદલ ન્યાય કરવા માટે તેમણે એક દિવસ નક્કી કર્યો છે. એ માણસને મરણમાંથી સજીવન કરીને તેમણે સૌની સમક્ષ એ વાતની સાબિતી આપી છે.”


કોઈ બાબતની ચિંતા ન કરો. પણ તમારી સર્વ પ્રાર્થનાઓમાં, ઈશ્વરને તમારી જરૂરિયાતો માટે આભારી અંત:કરણ સાથે વિનંતી કરો.


એલેકઝાન્ડર કંસારાએ મને ઘણું નુક્સાન પહોંચાડયું છે. પ્રભુ તેને તેના કાર્ય પ્રમાણે બદલો આપશે.


વળી, જ્યારે તેમની નિંદા કરવામાં આવી ત્યારે તેમણે સામી નિંદા કરી નહિ અને દુ:ખ સહન કરતી વેળાએ તેમણે ધમકી આપી નહિ. પણ પોતાની આશા અદલ ન્યાયાધીશ ઈશ્વર પર રાખી.


ઓ સ્વર્ગ, તેના નાશને લીધે તમે આનંદ કરો. ઓ ઈશ્વરના લોકો, પ્રેષિતો અને સંદેશવાહકો તમે પણ આનંદ કરો. કારણ, તમારા પરના તેના અત્યાચારને લીધે ઈશ્વરે તેને સજા કરી છે.


હું ઈઝબેલના અનુયાયીઓને મારી નાખીશ. એથી બધી મંડળીઓ જાણશે કે મન અને દયને પારખનાર હું છું. હું દરેકને તેનાં કૃત્યો પ્રમાણે બદલો આપીશ.


પણ પ્રભુએ તેને કહ્યું, “તેની ઊંચાઈ કે સુંદરતા તરફ ધ્યાન ન આપ. મેં તેનો નકાર કર્યો છે. કારણ, હું માણસની જેમ પસંદગી કરતો નથી. માણસો બહારના દેખાવ તરફ જુએ છે, પણ હું હૃદય તરફ જોઉં છું.”


પ્રભુ ન્યાય કરશે અને આપણા બેમાંથી કોણ ખોટું છે તેનો નિર્ણય કરશે. તે મારી હિમાયત કરશે, મારું રક્ષણ કરશે અને મને તમારા હાથમાંથી બચાવશે.”


Lean sinn:

Sanasan


Sanasan