અને તેણે એલિશાને બોલાવવા સંદેશક મોકલ્યો. દરમ્યાનમાં એલિશા તેને મળવા આવેલા કેટલાક આગેવાનો સાથે ઘેર હતો. રાજાનો સંદેશક આવી પહોંચ્યો તે પહેલાં એલિશાએ આગેવાનોને કહ્યું, “પેલો ખૂની મને મારી નાખવા કોઈને મોકલે છે. હવે તે અહીં આવે ત્યારે બારણાં બંધ કરી દઈ તેને અંદર આવવા દેશો નહિ. રાજા પોતે પણ તેની પાછળ પાછળ જ આવે છે.”