Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 11:16 - પવિત્ર બાઇબલ C.L.

16 એક વેળાએ મેં તને ‘લીલુંછમ, સુંદર અને ફળદાયી ઓલિવ વૃક્ષ’ એવું નામ આપ્યું હતું. પણ હવે પ્રચંડ મેઘગર્જના સાથે વીજળી નાખીને હું તેનાં પાંદડાંને સળગાવી દઈશ અને તેની ડાળીઓ ભાંગી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 યહોવાએ લીલું, સુશોભિત તથા ફળ આપનારું જૈતવૃક્ષ, એવું તારું નામ પાડયું. મોટા ગડબડાટ સહિત યહોવાએ તેના પર અગ્નિ સળગાવ્યો છે, ને તેની ડાળીઓ તોડી નાખેલી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પાછલા સમયમાં, યહોવાહે ‘તમને લીલું મનોહર, તથા ફળ આપનાર જૈતૂનવૃક્ષ કહીને બોલાવ્યા.’ પણ મોટા અવાજ સાથે તેમણે તેની પર અગ્નિ સળગાવ્યો છે. અને તેની ડાળીઓ ભાંગી નાખી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 એક વખતે હું તમને મનોહર ફળથી લચી જતું જૈતૂનનું વૃક્ષ કહીને બોલાવતો હતો, પણ અત્યારે હું મોટા કડાકા સાથે તારાં પાંદડાને સળગાવી મૂકું છું અને ડાળીઓને ભાંગી નાખું છું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 11:16
18 Iomraidhean Croise  

તેઓ તો સૂર્યપ્રકાશમાં પાંગરેલા લીલાછમ વેલા જેવા છે: જેની ડાળીઓ આખા બગીચામાં ફરી વળે છે;


પરંતુ હું તો ઈશ્વરના ઘરમાં પાંગરતા લીલાછમ ઓલિવવૃક્ષ જેવો છું; હું ઈશ્વરના પ્રેમ પર સદાસર્વદા ભરોસો રાખું છું.


શત્રુઓએ તેને કાપી નાખીને કચરાની જેમ બાળ્યો છે. તેઓ તમારા મુખની ધમકીથી નષ્ટ થાઓ.


જેને તમે સત્તા અને સન્માન બક્ષ્યાં છે, તે રાજાનું રક્ષણ કરો; જેને તમે પસંદ કર્યો છે, તે માનવપુત્રને સંભાળો.


જુઓ, તમારા શત્રુઓએ બંડ મચાવ્યું છે, અને તમારા દ્વેષીઓએ વિદ્રોહમાં માથાં ઉઠાવ્યાં છે.


તેઓ ડાળીઓ પરનાં બધાં પાંદડાં તોડી ખાય છે. ડાળીઓ સુકાઈ જતાં તેમને ભાગી નાખવામાં આવી છે. સ્ત્રીઓ તેમને એકઠી કરીને બળતણને માટે વાપરે છે. સાચે જ આ લોકો કશું સમજતા નથી. તેથી તેમના સર્જનહાર ઈશ્વર તેમના પર દયા કે સહાનુભૂતિ દાખવશે નહિ.


મેં તને ઉત્તમ દ્રાક્ષાવેલાની શુદ્ધ કલમની જેમ રોપી હતી, પણ હવે તો તું સડીને દુર્ગંધ મારતા વેલા જેવી બની ગઈ છે.


તારાં કાર્યોને લીધે હું તને સજા કરીશ. હું તારી મહેલમહેલાતોને આગ લગાડીશ અને તેની આસપાસનું બધું જ સળગી જશે. હું પ્રભુ આ બોલું છું.”


તેથી પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે, “હું આ સ્થાન પર મારો કોપ રેડી દઈશ અને લોકો, પ્રાણીઓ, વૃક્ષો અને ખેતરો તેનો ભોગ બનશે. એ કોપ સતત સળગતો રહેશે અને હોલવી શકાશે નહિ.”


તેઓ નવા ફણગાની જેમ ફૂટશે અને ઓલિવ વૃક્ષ જેવી શોભા ધારણ કરશે. લબાનોનના દેવદારની જેમ તેઓ સુવાસિત થશે.


હવે તો વૃક્ષોને જડમૂળથી કાપી નાખવાને માટે કુહાડી તૈયાર છે. જે વૃક્ષ સારાં ફળ આપતું નથી, તેને કાપીને અગ્નિમાં બાળી નાખવામાં આવશે.


જે મારામાં વસતો નથી તેને ડાળીની જેમ ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે, લોકો એવી ડાળીઓ એકઠી કરીને અગ્નિમાં નાખે છે જ્યાં તે બળી જાય છે.


તમારી ભૂમિ પર સર્વત્ર ઓલિવ વૃક્ષ ઊગશે, પણ તમે તેનું તેલ શરીરે ચોળવા પામશો નહિ; કારણ, ઓલિવ ફળ ખરી પડશે.


એ સાક્ષીઓ તો પૃથ્વીના પ્રભુની સમક્ષ ઊભા રહેનાર બે ઓલિવ વૃક્ષ અને બે દીપવૃક્ષ છે.


Lean sinn:

Sanasan


Sanasan