Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 11:13 - પવિત્ર બાઇબલ C.L.

13 કારણ, યહૂદિયાનાં જેટલાં નગરો તેટલા તેમના દેવો છે. યરુશાલેમમાં જેટલી શેરીઓ છે તેટલી વેદીઓ તેમણે શરમજનક બઆલ દેવ આગળ ધૂપ બાળવા માટે બાંધી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 કેમ કે, હે યહૂદિયા, જેટલાં તારાં નગર તેટલા તારા દેવ થયા છે! અને તમે તે નિર્લજ્જ વસ્તુને નામે યરુશાલેમના મહોલ્લાઓ જેટલી વેદીઓ બાંધી છે, એટલે બાલની આગળ ધૂપ બાળવા માટે વેદીઓ બાંધી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હે યહૂદિયા તારાં જેટલાં નગરો છે તેટલાં તમારા દેવો છે. અને તમે ઘૃણાસ્પદ વસ્તુઓને નામે યરુશાલેમના મહોલ્લા જેટલી વેદીઓ બાંધી છે. એટલે બઆલની આગળ ધૂપ બાળવા સારુ વેદીઓ બાંધી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “હે મારા લોકો, તમારા જેટલાં નગરો છે તેટલા તમારા દેવો છે. અને યરૂશાલેમના વતનીઓએ શહેરમાં જેટલા મહોલ્લા છે તેટલી યજ્ઞવેદીઓ ઘૃણાસ્પદ બઆલદેવ માટે ચણી છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 11:13
24 Iomraidhean Croise  

યરુશાલેમની પૂર્વ દિશામાં ઓલિવ પર્વતની દક્ષિણ તરફ સિદોનની દેવી આશ્તારોથ, મોઆબના દેવ કમોશ અને આમ્મોનના દેવ મોલખની ઘૃણાસ્પદ મૂર્તિઓની પૂજા માટે ઇઝરાયલના રાજા શલોમોને ઊભી કરાવેલી વેદીઓને યોશિયાએ ભ્રષ્ટ કરી.


તેણે વિધર્મી દેવોની આગળ ધૂપ ચડાવવા માટે યહૂદિયાનાં સર્વ નગરો અને ગામોમાં પૂજાનાં ઉચ્ચસ્થાનો બંધાવ્યાં એ રીતે તેણે પોતાના ઉપર પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુનો કોપ વહોરી લીધો.


તેમનો દેશ મૂર્તિઓથી ભરપૂર છે અને તેઓ પોતાને હાથે જ બનાવેલી મૂર્તિઓનું ભજન કરે છે.


મેં સેનાધિપતિ પ્રભુએ ઇઝરાયલ તથા યહૂદિયાના લોકોને રોપ્યા હતા, પણ હવે હું તેમના પર આપત્તિ ફરમાવું છું. કારણ, તેમણે બઆલદેવને ધૂપ ચડાવવાની અધમતા આચરીને મને તેમના પર ક્રોધિત કર્યો છે.”


પ્રભુ કહે છે, “હે યહૂદિયાના લોકો, તમારાં પાપ લોઢાની કલમથી અને હીરાકણીથી લખાયાં છે અને તમારા દયપટ પર અને તમારી વેદીના ખૂણા પર કોતરાયેલાં છે.


તેમ છતાં મારા લોક મને વીસરી ગયા છે અને તેઓ વ્યર્થ મૂર્તિઓને ધૂપ ચડાવે છે. તેમણે સાચા માર્ગ પર ચાલવામાં ઠોકર ખાધી છે, અને પ્રાચીન માર્ગ તજીને આડા અને ક્ચા માર્ગે વળ્યા છે!”


કારણ, એ લોકોએ મારો ત્યાગ કર્યો છે અને તેઓ તથા તેમના પૂર્વજો તથા યહૂદિયાના રાજાઓ જાણતા નહોતા એવા અન્ય દેવોને ધૂપ ચડાવીને આ સ્થાનને ભ્રષ્ટ કર્યું છે. તેમણે આ સ્થળને નિર્દોષ લોકોના રક્તથી ભરી દીધું છે.


કારણ, તેમણે ત્યાં બઆલદેવની પૂજાને માટે ઉચ્ચસ્થાન બાંધ્યું છે અને તેમના પર પોતાના પુત્રોનું બઆલદેવને અગ્નિમાં બલિદાન ચઢાવ્યું છે. જો કે આ પ્રમાણે કરવાની મેં તેમને આજ્ઞા આપી નથી કે કદી એવો વિચાર સરખો મારા મનમાં આવ્યો નથી.


તો પછી તમે પોતે બનાવેલા તમારા દેવો ક્યાં છે? જો તેઓ સમર્થ હોય તો આફતને સમયે આવીને તમને બચાવે; કારણ, હે યહૂદિયા, જેટલાં તારાં નગરો છે એટલા જ તારા દેવો છે.”


તોે અમારા પૂર્વજોએ જેમને માટે પરિશ્રમ કર્યો હતો એટલે તેમનાં ઘેટાંબકરાં અને તેમનાં ઢોરઢાંક અરે, તેમના પુત્રો અને પુત્રીઓ એ સૌ આ લજ્જાસ્પદ બઆલની પૂજામાં ગુમાવી દીધાં છે એ અમારા યૌવનકાળથી જોતા આવ્યા છીએ.


અમારી શરમ અમારી પથારી છે અને અમારી લાજ અમારું ઓઢવાનું વસ્ત્ર છે; કારણ, અમે અને અમારા પૂર્વજોએ યુવાનીથી માંડીને અત્યાર સુધી અમારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ પાપ કર્યાં છે અને તેમની આજ્ઞાઓને આધીન થયા નથી.”


તેમણે હિન્‍નોમની ખીણમાં બઆલ દેવની પૂજા માટે ઉચ્ચસ્થાન બાંધ્યું છે; જેથી તેઓ મોલેખ દેવને પોતાનાં પુત્રપુત્રીઓને અગ્નિમાં હોમીને બલિ ચડાવે. મેં તેમને એવું કરવાની ક્યારેય આજ્ઞા આપી નથી, અરે, મારા મનમાં એનો વિચાર સરખોય આવ્યો નથી કે તેઓ એવાં ધૃણાસ્પદ કાર્યો કરીને યહૂદિયાના લોકોને પાપમાં પાડે.”


“તમે, તમારા પૂર્વજોએ, તમારા રાજાઓએ, તમારા અધિકારીઓએ અને તમામ લોકોએ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં જે ધૂપ ચડાવ્યો તેની શું પ્રભુને જાણ નહોતી કે શું તે તેમના ધ્યાન બહાર હતું એવું તમે માનો છો?


પણ તમે કોઈ આધીન થયા નહિ કે તે પ્રત્યે ધ્યાન પણ આપ્યું નહિ. તમે અન્ય દેવોને અર્પણ ચડાવવાનું ચાલુ રાખ્યું અને પોતાના દુષ્ટ આચરણનો ત્યાગ કર્યો નહિ,


હું મોઆબના લોકોને નષ્ટ કરીને તેમને પૂજાનાં ઉચ્ચસ્થાનોમાં બલિદાનો ચડાવતા અને તેમના દેવો આગળ ધૂપ બાળતા બંધ કરીશ. હું પ્રભુ આ બોલું છું.


તમે ચોરી, ખૂન અને વ્યભિચાર કરો છો, જૂઠા સોગંદ ખાઓ છો, બઆલ દેવને ધૂપ ચડાવો છો અને અજાણ્યા દેવોની પૂજા કરો છો.


ઇઝરાયલના લોકો દ્રાક્ષોથી ભરપૂર ઘટાદાર દ્રાક્ષવેલા જેવા હતા. જેમ જેમ તેઓ ફળવંત થતા ગયા તેમ તેમ તેઓ વેદીઓ વધારતા ગયા. જેમ જેમ જમીનની પેદાશ વધતી ગઈ તેમ તેમ તેમના પૂજાસ્તંભોને વધારે ને વધારે શણગારતા ગયા.


છતાં ગિલ્યાદમાં મૂર્તિઓની પૂજા થાય છે, અને તેમને પૂજનારા માર્યા જશે. ગિલ્ગાલમાં આખલાઓનો બલિ ચડાવવામાં આવે છે એટલે વેદીઓ ખેતરોમાંના પથ્થરના ઢગલા સમાન થઈ જશે.”


પ્રભુ કહે છે, “જ્યારે મેં ઇઝરાયલને પ્રથમ શોધી કાઢયો ત્યારે તે જંગલી દ્રાક્ષ જેવો હતો. અને જ્યારે મેં તમારા પૂર્વજોને પ્રથમ જોયા ત્યારે મેં તેમને ઋતુનાં પ્રથમ પાકા અંજીર જેવા જોયા. પણ તેઓ પેઓરના પર્વત પાસે આવ્યા ત્યારે તેમણે બઆલની પૂજા શરૂ કરી અને થોડા જ સમયમાં તેઓ તેમના આરાધ્ય દેવતાઓના જેવા ધૃણાપાત્ર બની ગયા.


Lean sinn:

Sanasan


Sanasan