Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 10:22 - પવિત્ર બાઇબલ C.L.

22 અરે, સાંભળો; સમાચાર આવ્યા છે, ઉત્તર તરફના દેશમાંથી મોટો કોલાહલ સંભળાય છે; યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી દેવા અને તેમને શિયાળોનો વાસ બનાવી દેવા લશ્કર આવી રહ્યું છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 જુઓ, બૂમબરાડાનો અવાજ પાસે આવે છે, ને ઉત્તર દેશમાંથી મોટો કોલાહલ સંભળાય છે, જેથી યહૂદિયાનાં નગરો ઉજ્જડ થઈ જાય ને તેમાં શિયાળવાં વસે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 જુઓ, બુમાટાનો અવાજ પાસે આવ્યો છે; તે આવે છે. ઉત્તર તરફથી મોટો કોલાહલ સંભળાય છે. જેથી યહૂદિયાનાં નગરો ઉજ્જડ થઈ જાય અને તેમાં શિયાળવાં વસે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 સાંભળો, ઉત્તર તરફથી આવતાં મોટાં સૈન્યોનો ભયંકર અવાજ સાંભળો, તેઓ યહૂદિયાના નગરોને શિયાળવાની કોતરોમાં ફેરવી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 10:22
16 Iomraidhean Croise  

તેના રાજગઢો પર કાંટા અને કિલ્લાઓ પર ઝાંખરાં ઊગી નીકળશે અને તેઓ શિયાળવાંની બોડ અને શાહમૃગોનો વાસ બની જશે.


પ્રભુએ મને કહ્યું, “ઉત્તર તરફથી આ દેશના સર્વ રહેવાસીઓ પર વિનાશ આવી પડશે.


કારણ, હું ઉત્તરના બધા દેશોને બોલાવું છું. તેમના રાજાઓ યરુશાલેમના દરવાજાઓએ, તેના કોટની ચારે તરફ અને યહૂદિયાનાં નગરોની સામે પોતપોતાનું રાજ્યાસન સ્થાપશે.


તેઓ તેની સામે સિંહોની જેમ ધૂરકે છે અને તેમણે તેની ભૂમિને ઉજ્જડ બનાવી દીધી છે તેનાં નગરો ખંડેર અને વસતીહીન બનાવી દીધાં છે.


તેથી હું ઉત્તરની બધી પ્રજાઓને અને મારા સેવક બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારને લઈ આવીશ. આ યહૂદિયાના દેશ તથા તેના બધા રહેવાસીઓ અને આસપાસના બધા દેશો સામે યુદ્ધ કરવા હું તેમને લઈ આવીશ. મેં આ દેશોનો તથા તેની આસપાસના દેશોનો સંપૂર્ણ સંહાર કરવાનું નક્કી કર્યું છે. હું તેમની એવી દશા કરીશ કે લોકો એ જોઈને ડઘાઈ જશે, આઘાત પામશે અને તેમની હંમેશને માટે નામોશી થશે.


જુઓ, દાન નગરમાંથી સંદેશકનો પોકાર સંભળાય છે અને એફ્રાઈમના ઉચ્ચપ્રદેશમાંથી સંદેશકો માઠા સમાચાર જાહેર કરે છે.


સિયોન તરફ માર્ગ દર્શાવતું નિશાન ઊભું કરો, વિના વિલંબે સલામત સ્થળે નાસી છૂટો; કારણ, હું પ્રભુ તમારા પર ઉત્તર તરફથી આફત અને ભારે વિનાશ લાવું છું.


હાસોરનો પ્રદેશ સદાકાળ શિયાળવાંનું રહેઠાણ અને ઉજ્જડ સ્થાન બનશે, ત્યાં કોઈ માણસ રહેશે નહિ કે કોઈ પડાવ નાખશે નહિ.”


હે ઇઝરાયલના લોકો, પ્રભુ કહે છે, “હું તમારા પર આક્રમણ કરવા દૂરથી એક રાષ્ટ્રને લાવું છું. તે પ્રાચીન અને બળવાન પ્રજા છે અને તેની ભાષા તમે જાણતા નથી અને તેના લોકોની બોલી તમે સમજી શક્તા નથી.


ઓ બિન્યામીનના લાકો, બચાવ માટે યરુશાલેમમાંથી નાસી છૂટો. તકોઆમાં રણશિંગડું વગાડો અને બેથ-હાક્કેરેમમાં મશાલ પેટાવીને તેના સંકેતથી ચેતવણી આપો. કારણ, ઉત્તર તરફથી આફત અને ભારે વિનાશ ઝળુંબી રહ્યાં છે.


પ્રભુ આ પ્રમાણે કહે છે, “જુઓ, ઉત્તર તરફના દેશમાંથી એક પ્રજા આવી રહી છે, પૃથ્વીના અંતિમ ભાગમાંથી એક બળવાન પ્રજા ચડાઈ કરવા આવી રહી છે.


પ્રભુ કહે છે, “હું યરુશાલેમને ખંડેર અને શિયાળોનું કોતર બનાવીશ. યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી નાખીશ, અને કોઈ તેમાં વસશે નહિ.”


પવિત્ર પર્વોના દિવસોમાં ભજનને માટે મંદિરમાં કોઈ આવતું નથી. તેથી સિયોનના સૂના માર્ગો શોક કરે છે. સિયોનની ગાનારી યુવતીઓ દુ:ખથી કણસે છે અને તેના યજ્ઞકારો નિસાસા નાખે છે. શહેરના દરવાજા સૂના પડયા છે.


આ દેશના બધા લોકોને કહે કે, ઇઝરાયલ દેશમાં વસતા યરુશાલેમના સર્વ લોકો વિષે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તેઓ બીતાં બીતાં ખોરાક ખાશે અને કંપતાં કંપતાં પાણી પીશે. દેશના રહેવાસીઓના અત્યાચારને લીધે તેમનો નાશ કરાશે અને દેશને ઉજ્જડ કરવામાં આવશે.


જ્યારે એસાવ તથા તેના વંશજોનો તિરસ્કાર કર્યો છે. મેં એસાવના પહાડીપ્રદેશને વેરાન કરી મૂક્યો છે અને તેના દેશને શિયાળવાંનું રહેઠાણ બનાવી દીધો છે.”


Lean sinn:

Sanasan


Sanasan