Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 10:18 - પવિત્ર બાઇબલ C.L.

18 ઓ દેશના રહેવાસીઓ, પ્રભુ તમને ગોફણના ગોળાની જેમ ફંગોળી દેશે. તમને કચડી નાખવામાં આવશે, અને તે તમને નીચોવીને નાખી દેશે. પ્રભુ આ પ્રમાણે કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 કેમ કે યહોવા કહે છે, “જુઓ, હું આ સમયે દેશના રહેવાસીઓને ગોફણના ગોળાની જેમ ફેંકી દઈશ, ને તેઓને ખબર પડે એવું હું તેઓને દુ:ખ દઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 કેમ કે યહોવાહ કહે છે કે; જુઓ, આ વખતે હું દેશના રહેવાસીઓને ગોફણના ગોળાની જેમ બહાર ફેંકી દઈશ અને તેઓને ખબર પડે તે માટે, હું તેઓને દુઃખી કરીશ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 કારણ કે તે એમ કહે છે કે, “આ વખતે હું એકાએક તેમને આ દેશમાંથી બહાર ફેંકી દઇશ અને મોટી આપત્તિઓ નીચે એમને કચડી નાખીશ, એક પણ માણસ બચવા પામશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 10:18
11 Iomraidhean Croise  

તું ગમે તેટલો જબરો કેમ ન હોય પણ પ્રભુ તને પોતાની પકડમાં લેશે અને જોરથી ફેંકી દેશે.


તેથી હું તમને આ દેશમાંથી તમારા પૂર્વજો કે તમે જાણતા નથી એવા દેશમાં હાંકી કાઢીશ. ત્યાં તમે રાતદિવસ અન્ય દેવોની પૂજા કર્યા કરજો! હું તમારા પર દયા દર્શાવીશ નહિ.”


હું તને અને તને જન્મ આપનાર તારી માતાને બીજા દેશમાં દેશનિકાલ કરીશ. તમે બન્‍ને તે દેશમાં જન્મ્યા તો નહોતા પણ તમે ત્યાં જ મરશો.


પ્રભુના મનસૂબા પાર ન પડે ત્યાં સુધી પ્રભુનો કોપ શાંત પડશે નહિ. આવનાર દિવસોમાં તમને આ વાત બરાબર સમજાશે:


ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું અને મેં કહ્યું હતું કે, ‘હું તમારા ઉપર આ આપત્તિ લાવીશ.’ ત્યારે એ કેવળ પોકળ ધમકી નહોતી.”


પ્રભુ કહે છે, “હું માનવજાત ઉપર એવો પ્રકોપ ઠાલવીશ કે પ્રત્યેક માણસ આંધળાની જેમ ફંફોસી ફંફોસીને ચાલશે; કારણ, તેમણે મારી વિરુદ્ધ પાપ કર્યું છે. હું તેમનું રક્ત જમીન પર પાણીની પેઠે વહાવીશ અને તેમનાં શબ પણ ત્યાં સડશે.


મારા સેવકો એટલે સંદેશવાહકો દ્વારા મેં તમારા પૂર્વજોને આજ્ઞાઓ અને ચેતવણીઓ આપી, પણ તેમણે તેમનો અનાદર કર્યો અને તેનાં માઠાં પરિણામ ભોગવ્યાં. પછી તેમણે પશ્ર્વાત્તાપ કર્યો અને એકરાર કર્યો કે મેં સર્વસમર્થ પ્રભુએ તેમને યથાયોગ્ય અને નિયત શિક્ષા કરી હતી.”


જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને આપે છે તેનાં સર્વ નગરોની આસપાસ તેઓ ઘેરો ઘાલશે અને જેના પર તમને ભરોસો હશે તે ઊંચા અને કિલ્લેબંદી નગરો સર થાય ત્યાં સુધી ઘેરો ચાલુ રહેશે.


જો કોઈ તમારા પર હુમલો કરીને તમને મારી નાખવાનો પ્રયાસ કરે, તો પ્રભુ તમારા જીવને ખજાનાની જેમ સાચવશે. પણ તમારા શત્રુના જીવને તો તે ગોફણમાંથી ફેંક્તા પથ્થરની જેમ ફેંકી દેશે.


Lean sinn:

Sanasan


Sanasan