Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 10:14 - પવિત્ર બાઇબલ C.L.

14 એ જોઈને માનવીઓ અવાકા બની જાય છે, અને મૂર્તિ ઘડનાર કારીગરો શરમાઈ જાય છે, કારણ કે, પ્રતિમાઓ ખોટી અને નિર્જીવ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 દરેક માણસ પશુવત તથા જ્ઞાનહીન થયો છે! દરેક સોની પોતાની કોતરેલી મૂર્તિથી લજ્જિત થયો છે! કેમ કે તેની ગાળેલી મૂર્તિ અસત્ય છે; તેઓમં શ્વાસ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 બધા માણસો મૂર્ખ અને અજ્ઞાની થઈ ગયા છે. દરેક સોની પોતે બનાવેલી મૂર્તિ જોઈને લજ્જિત થયો છે, કેમ કે તેની ગાળેલી મૂર્તિ અસત્ય છે; તેઓમાં શ્વાસ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તેની સરખામણીમાં બધા માણસો મૂર્ખ અને અજ્ઞાની થઇ ગયા છે. દરેક સોની પોતે બનાવેલી મૂર્તિ જોઇને શરમાઇ જાય છે, કારણ, એ બધી મૂર્તિઓ તો અસત્ય અને પ્રાણ વગરની છે,

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 10:14
20 Iomraidhean Croise  

કોઈ સમજુ કે ઈશ્વરની ઝંખના સેવનાર છે કે કેમ તે જોવાને પ્રભુ સ્વર્ગમાંથી માનવજાત પર દષ્ટિ કરે છે.


જડ માણસ તે જાણી શક્તો નથી, અને નાદાન તે સમજી શક્તો નથી.


અરે, જડ લોકો, જરા તો સમજો; હે અબુધો, તમારામાં ક્યારે ડહાપણ આવશે?


પ્રતિમાઓની પૂજા કરનારા સર્વ લોકો અને વ્યર્થ મૂર્તિઓમાં ગૌરવ લેનારા લોકો લજ્જિત થાઓ. હે સર્વ દેવો, તમે પ્રભુને પ્રણામ કરો.


સાચે જ હું મનુષ્ય નથી પણ પશુવત્ છું, અને મારામાં મનુષ્યની સમજ નથી.


મૂર્તિઓ પર ભરોસો રાખનારાઓ અને તેમને પોતાના દેવો કહેનારાઓ શરમાઈને ભાગી જશે.”


સર્વ મૂર્તિપૂજકો લજ્જિત થશે. મૂર્તિના કારીગરો માણસમાત્ર છે. તેઓ સૌ આવીને રજૂ થાય. તેઓ સૌ થથરી જશે અને લજ્જિત થશે.


મૂર્તિઓના ઘડનારા લજ્જિત તથા ફજેત થશે. તેઓ સૌ શરમાઈ જશે.


પણ હું તારી ધાર્મિક્તા અને તારાં કાર્યો ખુલ્લાં પાડી દઈશ ત્યારે એ મૂર્તિઓ તને મદદ કરવાની નથી.


આવી મૂર્તિઓ, ક્કડીની વાડીમાં મૂકેલા ચાડિયા જેવી છે; તેઓ બોલી શક્તી નથી; તેમને ઊંચકીને લઈ જવી પડે છે, કારણ, તેઓ ચાલી શક્તી નથી. તેમનાથી ગભરાશો નહિ; કારણ, તેઓ કંઈ નુક્સાન કરી શક્તી નથી, કે કંઈ ભલું પણ કરી શક્તી નથી!


તેઓ બધા જ અક્કલહીન અને મૂર્ખ છે; તેઓ લાકડાંની મૂર્તિઓ પાસેથી શું શીખી શકે?


તેઓ ઈશ્વરના સત્યને બદલે જૂઠ સ્વીકારે છે અને સરજનહારની (જે સર્વકાળ સ્તુતિને યોગ્ય છે; આમીન) ભક્તિ કરવાને બદલે સર્જનની સેવાભક્તિ કરે છે.


પછીના દિવસે વહેલી સવારે તેમણે જોયું કે દાગોનની મૂર્તિ ફરીથી પ્રભુની કરારપેટીની સમક્ષ જમીન પર ઊંધી પડેલી હતી. તેનું માથું અને તેના બંને હાથ ભાંગીને બારણાના ઉંબરા પર પડયા હતા; માત્ર ધડ બાકી રહ્યું હતું.


Lean sinn:

Sanasan


Sanasan