Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 10:13 - પવિત્ર બાઇબલ C.L.

13 જ્યારે તે આજ્ઞા કરે છે, ત્યારે આકાશી ધુમ્મટ ઉપરનાં પાણી ગર્જના કરે છે, તે પૃથ્વીની ક્ષિતિજો પરથી વાદળાં ઊંચે ચઢાવે છે, વરસાદના તોફાનમાં વીજળી ચમકાવે છે, અને પોતાના ભંડારમાંથી પવનો મોકલે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તે ગર્જના કરે છે ત્યારે આકાશમાં પાણીનો ઘુઘવાટો થાય છે, ને પૃથ્વીને છેડેથી તે વાદળાં ચઢાવે છે. તે વરસાદને માટે વીજળી ઉત્પન્ન કરે છે, ને પોતાના ભંડારોમાંથી વાયુ કાઢે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તે ગર્જના કરે છે ત્યારે આકાશમાં પાણીનો ઘુઘવાટ થાય છે. અને પૃથ્વીને છેડેથી તે વાદળાં ચઢાવે છે. તે વરસાદને માટે વીજળીને ચમકાવે છે અને પોતાના ભંડારમાંથી વાયુઓને કાઢે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તોફાની વાદળોની ગર્જનાઓથી તેમના અવાજનો પડઘો પડે છે, તે ધુમ્મસને પૃથ્વી પરથી ઊંચે ચઢાવે છે. જેથી વીજળીને ચમકાવીને વરસાદ વરસાવે છે અને પોતાના ભંડારમાંથી વાયુઓને મોકલે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 10:13
23 Iomraidhean Croise  

ત્યારે પૃથ્વી પર ખેતરનો કોઈ છોડ કે કોઈ શાકભાજી ઊગ્યાં નહોતાં. કારણ, ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો નહોતો અને જમીન ખેડનાર પણ કોઈ નહોતું.


પછી એલિયાએ આહાબ રાજાને કહ્યું, “જાઓ, હવે જઈને ખાઓ. મને આવનાર વરસાદની ગર્જના સંભળાય છે.”


“શું તેં હિમના ભંડારોની મુલાકાત લીધી છે? અથવા કરાના ભંડારો જોયા છે?


તમે તમારા આકાશમાંના ઓરડાઓમાંથી પહાડો પર પાણી વરસાવો છો અને તમારી વર્ષાથી ધરતી સમૃદ્ધિ પામે છે.


તેમને કાન છે, પણ તે સાંભળી શક્તી નથી; અને તેમના મુખમાં શ્વાસોચ્છવાસ પણ નથી.


પૃથ્વીને છેડેથી તે વાદળોને ઉપર ચઢાવે છે, અને તે વર્ષાને માટે વીજળી ચમકાવે છે તથા પોતાની વખારોમાંથી પવનને બહાર લાવે છે.


તે આકાશને વાદળોથી આચ્છાદિત કરે છે; તે પૃથ્વીને માટે વરસાદ તૈયાર કરે છે; તે ડુંગરો પર ઘાસ ઉગાવે છે.


પછી પ્રભુએ આકાશમાંથી ગર્જના કરી, અને સર્વોચ્ચ ઈશ્વરની ત્રાડ સંભળાઈ.


તે યુગયુગ જૂનાં આકાશ પર સવારી કરે છે, તેમની પ્રચંડ વાણીથી તેઓ ગાજી ઉઠે છે.


પછી મોશેએ પોતાની લાકડી આકાશ તરફ ઊંચી કરી એટલે પ્રભુએ કડાકા તથા કરા મોકલ્યા. જમીન પર વીજળી પડી.


શું બીજી પ્રજાઓની નકામી મૂર્તિઓ વર્ષા લાવી શકે? શું આકાશ પોતાની મેળે ઝાપટાં વરસાવી શકે? હે પ્રભુ, એકલા તમે જ એ કરો છો. હે અમારા ઈશ્વર, અમે તમારા પર જ આશા રાખીએ છીએ, કારણ, તમે જ આ બધું કરી શકો છો.”


વળી, હું પ્રભુ કહું છું કે, આ નગર અને તેના વતનીઓની દશા હું તોફેથ જેવી કરીશ.


તમે બળવો કરીને હદ વટાવી છે. તમે તમારા મનમાં કદી એમ નથી કહેતા કે, ‘આપણને ઋતુ પ્રમાણે પ્રથમ વરસાદ અને પાછલો વરસાદ આપનાર અને કાપણીની મોસમ સાચવનાર આપણા ઈશ્વર પ્રભુનો આપણે ડર રાખીએ.


જ્યારે તે આજ્ઞા કરે છે ત્યારે આકાશી ધુમ્મટ ઉપરનાં પાણી ગર્જના કરે છે. તે પૃથ્વીની ક્ષિતિજો પરથી વાદળાં ઊંચે ચઢાવે છે, વરસાદના તોફાનમાં વીજળી ચમકાવે છે, અને પોતાના ભંડારમાંથી પવન મોકલે છે.


કારણ, ઈશ્વર તો પર્વતોના રચયિતા અને પવનના ઉત્પન્‍નર્ક્તા છે. તે માણસને તેના વિચારો કહી દેખાડે છે. તે દિવસને રાતમાં ફેરવી નાખે છે અને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર વિહરનાર તે જ છે. તેમનું નામ સર્વશક્તિમાન યાહવે છે.


વર્ષની વસંતઋતુમાં પ્રભુ પાસે વરસાદની માગણી કરો. વરસાદમાં વાદળો અને ઝાપટાં મોકલનાર અને સૌને માટે ખેતરો હરિયાળાં બનાવનાર તો પ્રભુ પોતે છે.


Lean sinn:

Sanasan


Sanasan