Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 1:12 - પવિત્ર બાઇબલ C.L.

12 પ્રભુએ કહ્યું, “તેં બરાબર જોયું છે. હું મારો સંદેશ પરિપૂર્ણ કરવા માટે સજાગ છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્યારે યહોવાએ મને કહ્યું, “તેં બરાબર જોયું છે; કેમકે મારું વચન સંપૂર્ણ સરવા સંબંધી હું જાગૃત છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ત્યારે યહોવાહે મને કહ્યું, “તેં બરાબર જોયું છે, કેમ કે મારું વચન પૂર્ણ કરવા સંબંધી હું જાગૃત છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પછી યહોવાએ મને કહ્યું, “તેં જે કઇં જોયું તે બરાબર છે, કારણ, હું તારા પરના મારાં વચનો પૂરાં કરવાની બાબતની ખાતરી કરવા ધ્યાનથી જોઉ છું.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 1:12
15 Iomraidhean Croise  

મારા મુખમાંથી ઉચ્ચારાયેલો સંદેશ પણ તેવો જ છે. મેં જે ઇચ્છયું છે તે પૂર્ણ કર્યા વિના અને જે હેતુ માટે મેં તેને મોકલ્યો છે તે સિદ્ધ કર્યા વિના તે મારી પાસે નિરર્થક પાછો વળશે નહિ.


પછી પ્રભુએ મને બીજીવાર પૂછયું, “તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું ઉત્તર દિશામાં એક ઉકળતું વાસણ જોઉં છું અને તે આ બાજુ દક્ષિણ તરફ ઢળી રહ્યું છે.”


તે પછી પ્રભુએ મને પૂછયું, “યર્મિયા, તેં શું જોયું?” મેં ઉત્તર આપ્યો, “હું અંજીર જોઉં છું. સારાં અંજીર ખૂબ સારાં છે અને ખરાબ અંજીર ખવાય પણ નહિ એટલાં બગડી ગયેલાં છે.”


એક વેળાએ હું તેમને ઉખેડી નાખવા, તોડી નાખવા, ઉથલાવી પાડવા, નાશ કરવા અને દુ:ખ દેવા સજાગ હતો તેમ હવે હું તેમને બાંધવા અને રોપવા માટે સજાગ રહીશ. હું પ્રભુ આ બોલું છું.


પરંતુ હું પ્રભુ પરમેશ્વર જે કહેવાનું હશે તે કહીશ, અને હું જે સંદેશ આપીશ તે વિના વિલંબે ફળીભૂત થશે. ઓ બંડખોર લોકો, પ્રભુ પરમેશ્વર કહે છે કે હું જે કહીશ તે તમારા પોતાના જીવનકાળ દરમિયાન પૂરું કરી બતાવીશ.”


તેથી તેમને કહે કે પ્રભુ પરમેશ્વર, આમ કહે છે: મારો એકપણ સંદેશ પૂર્ણ થવામાં વિલંબ થશે નહિ. હું કહું તે પ્રમાણે નિ:સંદેહ થશે જ. હું પ્રભુ પરમેશ્વર પોતે એ કહું છું.”


પ્રભુએ મને પૂછયું, “આમોસ, તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “પાકેલાં ફળોની ટોપલી.” પ્રભુએ મને કહ્યું, “મારા ઇઝરાયલી લોકોનો સમય પાકી ચૂકયો છે. હવે તેમને સજા કરવા અંગેનો મારો વિચાર હું બદલીશ નહિ.


ઈસુએ કહ્યું, “તારો જવાબ સાચો છે, તે પ્રમાણે વર્ત એટલે તું સાર્વકાલિક જીવન મેળવશે.”


નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો બોલી ઊઠયા, “ગુરુજી, ખરો જવાબ આપ્યો!”


પ્રભુએ પણ મને કહ્યું હતું કે, ‘તેમની માગણી વાજબી છે.


વેર મારે વાળવાનું છે, બદલો મારે લેવાનો છે. હું રાહ જોઉં છું, તેમની પડતીના સમયનો, એમની આપત્તિનો દિવસ આવી પહોંચ્યો છે, તેમના પર આફત સત્વરે ઊતરશે.”


“તમે મારી સાથે વાત કરતા હતા તે પ્રભુએ સાંભળી ત્યારે પ્રભુએ મને કહ્યું, ‘આ લોકોની વાત મેં સાંભળી છે અને તેમની વાત સાચી છે.


Lean sinn:

Sanasan


Sanasan