Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 1:1 - પવિત્ર બાઇબલ C.L.

1 આ યર્મિયાના સંદેશા છે. તે યજ્ઞકાર કુટુંબના હિલ્કિયાનો પુત્ર હતો અને બિન્યામીનના કુળપ્રદેશના અનાથોથ નગરમાં વસતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હિલ્કિયાનો પુત્ર યર્મિયા જે બિન્યામીન દેશના અનાથોથના યાજકોમાંનો એક હતો તેનાં વચન:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હિલ્કિયાનો દીકરો યર્મિયા, જે બિન્યામીન દેશના અનાથોથના યાજકોમાંનો એક હતો, તેના આ વચન;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 બિન્યામીન પ્રદેશના અનાથોથ ગામના યાજક કુળસમૂહના હિલ્કિયાના પુત્ર યર્મિયા પાસે દેવ તરફથી આવેલા આ યહોવાના વચન છે:

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 1:1
23 Iomraidhean Croise  

પછી શલોમોન રાજાએ અબ્યાથાર યજ્ઞકારને કહ્યું, “તારા વતન અનાથોથમાં ચાલ્યો જા. તું મરણપાત્ર છે; પણ હું તને હાલ મારી નાખીશ નહિ. કારણ, તું મારા પિતા દાવિદની સાથે હતો એ બધા સમય દરમ્યાન કરારપેટી તારા હસ્તક હતી અને તું તેમનાં સર્વ સંકટોમાં ભાગીદાર થયો હતો.”


બિન્યામીનના કુળ પ્રદેશમાં નીચેનાં નગરો તેમનાં ગૌચર સહિત અપાયેલાં હતાં: ગેબા, આલેમાથ, અને અનાથોથ. આમ તેમનાં સર્વ કુટુંબોને વસવાને એકંદરે તેર નગરો હતાં.


યર્મિયા સંદેશવાહકે યોશિયા રાજા માટે વિલાપગીત રચ્યું. તેના શોકમાં સ્ત્રી કે પુરુષ ગાયકોમાં આ ગીત ગાવાનો ઇઝરાયલમાં રિવાજ બની ગયો છે. વિલાપના ગીતસંગ્રહમાં એ ગીત છે.


તેણે પ્રભુની દૃષ્ટિએ અઘોર એવું પાપ કર્યું અને પ્રભુનો સંદેશ પ્રગટ કરનાર સંદેશવાહક યર્મિયાનું તેણે નમ્રપણે સાંભળ્યું નહિ.


અને એમ પ્રભુએ યર્મિયા સંદેશવાહક દ્વારા ભાખેલું ભવિષ્ય પૂરું થયું: “દેશ માટે પાળવામાં નહિ આવેલ સાબ્બાથોની સરભર કરવા માટે દેશ સિત્તેર વર્ષ ઉજ્જડ રહીને તેટલો વિશ્રામ ભોગવશે.”


યર્મિયા સંદેશવાહક દ્વારા પ્રભુએ પ્રગટ કરેલો સંદેશ પૂર્ણ થાય તે માટે ઇરાનના સમ્રાટ કોરેશે પોતાના અમલના પ્રથમ વર્ષે પ્રભુની પ્રેરણા પ્રમાણે પોતાના સામ્રાજ્યમાં એક લેખિત આદેશ બહાર પાડયો અને તેની જાહેરાત કરાવી.


આમોઝના પુત્ર યશાયાને યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ અને હિઝકિયાના રાજ્યકાળ દરમ્યાન ઈશ્વરે યરુશાલેમ તથા યહૂદિયા સંબંધી પ્રગટ કરેલા સંદેશાઓનું વર્ણન આ પુસ્તકમાં છે.


હે ગાલ્લીમના લોકો, બૂમ પાડો. હે લાઈશાના લોકો, સાંભળો. હે અનાથોથના લોકો, જવાબ આપો.


ઈશ્વરે આમોઝના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી પ્રગટ કરેલો સંદેશો:


અનાથોથના જે લોકો મારું ખૂન કરવા માગતા હતા અને જેમણે મને ધમકી આપી હતી કે, ‘યાહવેને નામે ઉપદેશ કરવાનું ચાલુ રાખીશ તો અમે તને મારી નાખીશું’ તેમને વિષે પ્રભુ કહે છે;


તો પછી તેં અનાથોથ ગામના યર્મિયાને કેમ ધમકાવ્યો નથી? તે તો પોતાને તમારો સંદેશવાહક મનાવે છે.


પ્રભુ તરફથી યર્મિયાને આ સંદેશ મળ્યો:


ત્યારે યર્મિયા યરુશાલેમથી બિન્યામીનના કુળપ્રદેશમાં તેનાં કુટુંબીજનો પાસે મિલક્તમાં પોતાનો ભાગ લેવા માટે ઊપડયો.


બેબિલોન દેશમાં કબાર નદીને કાંઠે બૂઝીના પુત્ર યજ્ઞકાર હઝકિયેલને પ્રભુનો સંદેશ મળ્યો અને પ્રભુના પરાક્રમી પ્રભાવે તેનો કબજો લીધો.


તેના રાજ્યકાળના પ્રથમ વર્ષે હું ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરતો હતો અને પ્રભુએ યર્મિયા સંદેશવાહકને જણાવ્યું હતું તે પ્રમાણે યરુશાલેમ સિત્તેર વર્ષ સુધી ખંડિયેર હાલતમાં રહેશે એ વિષે વિચારતો હતો.


યહૂદિયાના રાજા ઉઝ્ઝિયા અને ઇઝરાયલના રાજા એટલે યોઆશના પુત્ર યરોબઆમના શાસનકાળ દરમ્યાન ધરતીકંપ થયો, તેનાં બે વર્ષ પહેલાં તકોઆ નગરના ભરવાડ આમોસને ઇઝરાયલ વિશે ઈશ્વર તરફથી આ સંદેશ પ્રગટ થયો.


તે પછી બેથેલના યજ્ઞકાર અમાસ્યાએ ઇઝરાયલના રાજા યરોબઆમ પર સંદેશો મોકલીને કહેવડાવ્યું. “આમોસ લોકોમાં તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે. તેના સંદેશા દેશના લોકો સાંભળી શકે તેમ નથી.


તેમણે જવાબ આપ્યો, કેટલાક કહે છે બાપ્તિસ્મા કરનાર યોહાન, બીજા કહે છે એલિયા, જ્યારે બીજા કેટલાક યર્મિયા કે ઈશ્વરનો બીજો કોઈ સંદેશવાહક કહે છે.


ઈશ્વરના સંદેશવાહક યર્મિયાએ જે કહ્યું હતું તે પૂર્ણ થયું:


ત્યારે સંદેશવાહક યર્મિયાએ જે કહ્યું હતું તે પરિપૂર્ણ થયું.


Lean sinn:

Sanasan


Sanasan