Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 9:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તે પોતાના પિતાને ઘેર ઓફ્રા ગયો, અને ત્યાં તેણે પોતાના સિત્તેર ભાઈઓ, યરૂબ્બઆલ એટલે ગિદિયોનના પુત્રોને એક જ પથ્થર પર મારી નાખ્યા. પણ યરૂબ્બઆલનો સૌથી નાનો પુત્ર યોથામ બચી ગયો, કારણ કે તે સંતાઈ ગયો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પછી તે ઓફ્રામાં પોતાના પિતાને ઘેર ગયો, ને યરુબાલના દીકરાઓને, એટલે પોતાના સિત્તેર ભાઈઓને, એક શિલા પર મારી નાખ્યા. પણ યરુબાલનો સૌથી નાનો દીકરો યોથામ બચી ગયો, કેમ કે તે સંતાઈ ગયો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ઓફ્રામાં તે પોતાના પિતાના ઘરે ગયો અને એક પથ્થર પર પોતાના સિત્તેર ભાઈઓને મારી નાખ્યા હતા, પણ યરુબાલનો સૌથી નાનો દીકરો યોથામ બચી ગયો હતો, કેમ કે તે સંતાઈ ગયો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેઓને લઈને તે પોતાના પિતાના ઘેર આફ્રાહ ગયો અને ત્યાં એક જ પથ્થર ઉપર તેણે પોતાના 70 ભાઈઓને યરૂબ્બઆલના પુત્રોને રહેસી નાખ્યા. ફકત સૌથી નાનો પુત્ર યોથામ છુપાઈ ગયો તેથી તે ભાગી ગયો.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 9:5
15 Iomraidhean Croise  

તમારે તમારી અને તમારા પુત્ર શલોમોનની જિંદગી બચાવવી હોય તો મારી સલાહ માનો.


જો તમે નહિ કરો, તો તમારુ મૃત્યુ થતાં જ હું અને મારો પુત્ર શલોમોન રાજદ્રોહીઓમાં ખપી જઈશું.”


તેણે કહ્યું, “આવીને જો કે હું પ્રભુ પ્રત્યે કેવો નિષ્ઠાવાન છું.” એટલે તેઓ બન્‍ને સવારી કરીને સમરૂનમાં ગયા. ત્યાં પહોંચ્યા એટલે યેહૂએ આહાબના બાકીના બધા સંબંધીઓને મારી નાખ્યા અને કોઈને જવા દીધો નહિ. પ્રભુએ એલિયા દ્વારા જે કહ્યું હતું તે તેમ પૂરું થયું.


યેહૂનો પત્ર મળ્યો એટલે સમરૂનના આગેવાનોએ આહાબના સિત્તેરેય વંશજોને મારી નાખ્યા અને તેમનાં માથાં ટોપલીઓમાં મૂકી તેમને યેહૂ પાસે યિઝએલ મોકલ્યાં.


છ વર્ષ સુધી યહોશેબાએ છોકરાની સારસંભાળ લીધી અને તેને મંદિરમાં સંતાડી રાખ્યો. એ વખતે અથાલ્યા રાણી રાજ કરતી હતી.


રાજ્ય પર યહોરામની સત્તા જામી એટલે તેણે પોતાના સર્વ ભાઈઓ અને કેટલાક ઇઝરાયલી અધિકારીઓને પણ મારી નંખાવ્યા.


હેરોદને જ્યારે ખબર પડી કે પૂર્વના ખગોળશાસ્ત્રીઓએ તેને છેતર્યો છે ત્યારે તે ગુસ્સે થયો. તારો જે સમયે દેખાયો હતો તેની ખગોળશાસ્ત્રીઓ તરફથી મળેલી માહિતી પ્રમાણે તેણે બેથલેહેમ અને તેની આસપાસનાં દેશમાંનાં બે વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં બધા છોકરાઓની ક્તલ કરાવી નાખી.


અને કહ્યું, ઊઠ, બાળક અને તેની માતાને લઈને ઇઝરાયલ દેશમાં પાછો જા; કારણ, જેઓ બાળકને મારી નાખવાનો યત્ન કરતા હતા તેઓ મરી ગયા છે.


પછી પ્રભુનો દૂત ઓફ્રા ગામે આવ્યો અને અબીએઝેરના ગોત્રમાં યોઆશના મસ્તગીવૃક્ષ નીચે બેઠો. યોઆશનો પુત્ર ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે તે રીતે દ્રાક્ષાકુંડમાં ઘઉં ઝૂડતો હતો.


ગિદિયોને ત્યાં પ્રભુને માટે એક વેદી બાંધી અને તેનું નામ ‘યાહવે-શાલોમ’ (પ્રભુ જ શાંતિ) પાડયું. આજે પણ તે અબીએઝેર ગોત્રના ઓફ્રા ગામે ઊભી છે.


તેને સિત્તેર પુત્રો હતા, કારણ, તેને ઘણી પત્નીઓ હતી.


પણ આજે તો તમે મારા પિતાના કુટુંબની વિરુદ્ધ થઈ ગયા છો. તમે તેમના પુત્રોને, સિત્તેર માણસોને એક જ પથ્થર પર મારી નાખ્યા. એ પણ એટલા જ માટે કે તેમનો પુત્ર અબિમેલેખ, એક દાસીથી જન્મેલો તેમનો એ પુત્ર તમારો સગો થાય છે, અને તમે તેને શખેમનો રાજા બનાવ્યો છે.


“તમે શખેમના સર્વ નગરજનોને અંગત રીતે પૂછી જુઓ કે, ‘તમે શું પસંદ કરશો? યરૂબ્બઆલના સિત્તેરેય પુત્રો તમારા પર રાજ કરે તે કે પછી એક જ વ્યક્તિ તમારા પર રાજ કરે તે?’ આટલું યાદ રાખજો કે હું તમારા હાડમાંસનો છું.”


પછી શખેમ અને બેથ-મિલ્લોના સર્વ લોકો એકઠા થઈને શખેમમાં પવિત્રસ્તંભ પાસેના એલોનવૃક્ષ આગળ ગયા, અને ત્યાં તેમણે અબિમેલેખને રાજા બનાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan