Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 9:27 - પવિત્ર બાઇબલ C.L.

27 તેઓ સૌ પોતપોતાની દ્રાક્ષવાડીમાં જઈને દ્રાક્ષો વીણી લાવ્યા, તેમાંથી દ્રાક્ષાસવ બનાવ્યો અને પછી ઉત્સવ મનાવ્યો. તેઓ તેમના દેવના મંદિરમાં ગયા અને ત્યાં તેમણે ખાઈપીને અબિમેલેખની મજાક ઉડાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને તેઓ સીમમાં ગયા, ને પોતાની દ્રાક્ષાવાડીઓ વેડી, ને તેને નિચોવીને મિજબાની કરી, ને પોતાના દેવના મંદિરમાં જઈને ખાઈપીને, અબીમેલેખને શાપ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તેઓ ખેતરમાં ગયા અને પોતાની દ્રાક્ષવાડીમાંથી દ્રાક્ષો ભેગી કરીને તેને નિચોવીને મિજબાની કરી. તેઓએ પોતાના દેવના મંદિરમાં પર્વનું આયોજન કર્યું, જ્યાં તેઓએ ખાઈ પીને અબીમેલેખને શાપ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 તેઓ દ્રાક્ષની વાડીઓમાં ગયા અને દ્રાક્ષ ભેગી કરી તેને તેઓએ કચડી અને દ્રાક્ષારસ બનાવ્યો અને ઉત્સવ ઊજવ્યો. તેઓએ તેમના દેવના મંદિરમાં આ ઉજવણી કરી તેઓએ ખાધું પીધું અને પછી અબીમેલેખને શાપ દેવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 9:27
20 Iomraidhean Croise  

શાપ દેવાનું તેને પ્રિય હતું, માટે તેને જ શાપ લાગો. આશિષ આપવાનું તેને ગમતું નહિ, માટે આશિષ તેનાથી દૂર રહો.


છાવણીની નજીક આવતાં મોશેએ વાછરડો જોયો અને લોકોને નાચતા જોયા. તેથી તેનો ક્રોધ ભભૂકી ઊઠયો. તેણે ત્યાં પર્વતની તળેટીમાં જ શિલાપાટીઓ ફેંકી દઈને તેમને ભાંગી નાખી.


બીજે દિવસે સવારે તેમણે પશુઓ લાવીને દહનબલિ અને સંગતબલિ ચડાવ્યાં. લોકો ખાવાપીવા બેઠા અને પછી ઊઠીને મોજમજા કરવા લાગ્યા.


હે યર્મિયા, મેં તને જે જે ફરમાવ્યું તે બધું જ તું આ લોકોને પ્રગટ કર. વળી, તેમને કહે કે, ‘પ્રભુ સ્વર્ગમાંથી ગર્જના કરે છે અને પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી ઘાંટો પાડે છે. તે પોતાના લોકની વિરુદ્ધ મોટી ગર્જના કરશે. દ્રાક્ષ ખૂંદનાર માણસની જેમ તે ઘાંટો પાડશે, અને પૃથ્વીના બધા લોકો તે સાંભળશે.


તમે આકાશના પ્રભુની વિરુદ્ધ વર્ત્યા છો. તેમના મંદિરમાંથી લાવવામાં આવેલા પ્યાલા અને વાટકાઓમાં તમે, તમારા ઉમરાવોએ, તમારી પત્નીઓ અને ઉપપત્નીઓએ દ્રાક્ષાસવ પીધો છે, અને જોઈ શકે નહિ, સાંભળી શકે નહિ કે કંઈ સમજી શકે નહિ એવાં સોના, ચાંદી, તાંબુ, લોખંડ, લાકડું અને પથ્થરમાંથી ઘડેલાં દેવદેવીઓની સ્તુતિ કરી છે. પણ જેમના હાથમાં તમારા જીવન-મરણનો નિર્ણય છે અને જે તમારાં સર્વ કાર્યોનું નિયંત્રણ કરે છે એવા ઈશ્વરને તમે માન આપ્યું નથી.


તેમણે ખરા દિલથી મને પ્રાર્થના કરી નથી. એથી ઊલટું, તેઓ વિધર્મીઓની માફક જમીન પર આળોટે છે અને રડે છે. જ્યારે તેઓ અનાજ અને દ્રાક્ષાસવ માટે પ્રાર્થના કરે છે ત્યારે વિધર્મીઓની માફક તેઓ પોતાને ઘાયલ કરે છે. તેઓ કેવા બંડખોર છે!


પલિસ્તી રાજાઓ તેમના દેવ દાગોનને બલિદાન ચડાવવા અને ઉત્સવ મનાવવા એકત્ર થયા. તેમણે આવું ગીત ગાયું: “આપણા દેવે આપણને આપણા શત્રુ શિમશોન પર વિજય પમાડયો છે!”


ગિદિયોનના મરણ પછી ઇઝરાયલી લોકો ફરીથી ઈશ્વર પ્રત્યે બેવફા નીવડયા અને તેમણે બઆલની મૂર્તિઓની પૂજા કરી. તેમણે બઆલ-બરીથને (કરારનો દેવ) પોતાના દેવ તરીકે માન્યો.


એબેદનો પુત્ર ગાઆલ તેના ભાઈઓ સહિત શખેમમાં આવ્યો અને શખેમના માણસોએ તેના પર ભરોસો મૂક્યો.


તેમણે તેને બઆલ-બરીથના મંદિરમાંથી ચાંદીના સિત્તેર સિક્કા આપ્યા અને એ નાણાં વડે તેણે નવરા અને હરામખોર લોકોની ટોળી ભાડે રાખી અને તેઓ તેને અનુસર્યા.


શખેમના કિલ્લામાં સર્વ આગેવાનોએ એ સાંભળ્યું ત્યારે તેઓ એલ-બરીથના મંદિરના ભોંયરામાં ભરાઈ ગયા.


તેણે દાવિદને કહ્યું, “એ લાકડી શાને માટે છે? તું મને કૂતરો ધારે છે?” અને તે પોતાના દેવોને નામે દાવિદ પર શાપ વરસાવા લાગ્યો.


Lean sinn:

Sanasan


Sanasan