Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 9:23 - પવિત્ર બાઇબલ C.L.

23 પછી ઈશ્વરે અબિમેલેખ અને શખેમના માણસો વચ્ચે વેર કરાવનાર દુષ્ટાત્મા મોકલ્યો, એટલે તેમણે અબિમેલેખ સામે બંડ પોકાર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પછી ઈશ્વરે અબીમેલેખ તથા શખેમના માણસોની વચ્ચે [વેર કરાવનારો] એક દુષ્ટાત્મા મોકલ્યો. અને શખેમના માણસોએ અબીમેલેખ પ્રત્યે વિશ્વાસઘાત કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ઈશ્વરે અબીમેલેખ તથા શખેમના આગેવાનો વચ્ચે દુષ્ટ આત્મા મોકલ્યો. શખેમના આગેવાનોએ અબીમેલેખનો વિશ્વાસઘાત કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 ત્યાર પછી અબીમેલેખ અને શખેમના લોકો વચ્ચે દેવે વેર થવા દીધું. તેથી શખેમના લોકોએ અબીમેલેખ સામે બળવો કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 9:23
15 Iomraidhean Croise  

પ્રભુએ શીલો નગરના સંદેશવાહક અહિયા મારફતે નબાટના પુત્ર યરોબામને જે કહ્યું હતું તે પૂરું કરવાનો નિર્ધાર કર્યો હતો. તેથી તો રાજાએ લોકોના કહેવા પર કંઈ ધ્યાન આપ્યું નહિ.


શીલોના દષ્ટા એલિયા મારફતે નબાટના પુત્ર યરોબામને પ્રભુ પરમેશ્વરે જે કહ્યું હતું તે પૂરું થાય તે માટે એ પ્રભુની ઇચ્છા હતી. તેથી રાજાએ લોકોનું સાંભળ્યું નહિ.


પ્રભુએ તેમને મૂંઝવણભરી સલાહ આપવાનો આત્મા આપ્યો છે. તેથી જેમ શરાબી પોતાની જ ઊલટીમાં લથડિયાં ખાય તેમ ઇજિપ્ત તેનાં સર્વ કાર્યોમાં ભૂલથાપ ખાય છે.


પ્રભુ કહે છે, “હું ઇજિપ્તમાં આંતરવિગ્રહ ચલાવીશ. ભાઈ ભાઈની સામે, પડોશી પડોશીની સામે, નગર નગરની સામે અને રાજ્ય રાજ્યની સામે લડશે.


હે વિનાશક, તારી કેવી દુર્દશા થશે! તારો પોતાનો વિનાશ થયો નથી. હે દગાખોર, હજી તને દગો દેખાયો નથી. તું વિનાશ કરી રહે એટલે તારો વિનાશ કરાશે. તારી દગાખોરી પૂરી થાય એટલે તને દગો દેવાશે.


જે રીતે તમે બીજાઓનો ન્યાય કરશો તે જ રીતે ઈશ્વર પણ તમારો ન્યાય કરશે, અને જે ધારાધોરણો તમે બીજાઓને માટે વાપરો છો તે જ તેઓ તમારે માટે વાપરશે.


જો કોઈ રાષ્ટ્ર અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ જાય, તો તે રાષ્ટ્રનું પતન થશે.


પણ જો એ રીતે વર્ત્યા ન હો તો અબિમેલેખમાંથી અગ્નિ ફાટી નીકળો અને શખેમ તથા બેથ-મિલ્લોના લોકોને બાળીને ભસ્મ કરી નાખો. શખેમ અને બેથ-મિલ્લોના લોકોમાંથી અગ્નિ ફાટી નીકળો અને અબિમેલેખને ભસ્મ કરી નાખો.”


અબિમેલેખે ઇઝરાયલ પર ત્રણ વર્ષ રાજ કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan