Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 9:15 - પવિત્ર બાઇબલ C.L.

15 કાંટાના છોડે તેમને જવાબ આપ્યો, ‘જો તમે ખરેખર તમારા રાજા તરીકે અભિષેક કરવા માગતા હો, તો આવીને મારી છાયાનો આશ્રય લો. પણ જો તમે નહિ કરો, તો મારી કાંટાળી ડાળીઓમાંથી અગ્નિ ફાટી નીકળશે અને લબાનોનનાં ગંધતરુ બાળી નાખશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 ત્યારે ઝાંખરાએ વૃક્ષોને કહ્યું, ‘જો તમારે ખરેખર પોતા પર મને રાજા તરીકે અભિષિક્ત કરવો હોય, તો આવો, ને મારી છાયા પર ભરોસો રાખો. પણ જો એમ ન બને, તો ઝાંખરામાંથી અગ્નિ નીકળીને લબાનોનનાં એરેજવૃક્ષોને બાળી નાખો.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ઝાંખરાએ વૃક્ષોને કહ્યું, ‘જો તમારે ખરેખર તમારા પર મને રાજા તરીકે અભિષિક્ત કરવો હોય, તો આવો અને મારી છાયા પર ભરોસો રાખો. જો એમ નહિ, તો ઝાંખરામાંથી અગ્નિ નીકળીને લબાનોનનાં દેવદાર વૃક્ષોને બાળી નાખો.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 “એટલે કાંટાળા વૃક્ષે કહ્યું, ‘જો તમે મને ખરેખર તમાંરો રાજા બનાવવા માંગતા હો તો આવો અને માંરી છાયામાં આવીને બેસો, નહિ તો કાંટાળા ઝાડમાંથી આગ પ્રગટશે અને લબાનોનનાં દેવદારના વૃક્ષોને બાળી નાખશે.’

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 9:15
19 Iomraidhean Croise  

પણ ઇઝરાયલના રાજા યહોઆશ રાજાએ આવો જવાબ વાળ્યો: “એકવાર લબાનોન પર્વત પરના એક ઝાંખરાએ ગંધતરુ પર સંદેશો મોકલ્યો: ‘મારા પુત્ર સાથે તારી પુત્રીનાં લગ્ન કરાવ.’ એવામાં ત્યાં થઈને જંગલી પ્રાણી પસાર થયું અને તેણે પેલા ઝાંખરાને ચગદી નાખ્યું.


લબાનોનનાં પ્રચંડ ગંધતરુ પ્રભુએ જાતે રોપેલાં છે; તે તેમનાં પોતાનાં વૃક્ષો છે; તેઓ પુષ્કળ જળથી સંતૃપ્ત થયેલાં છે.


પ્રભુની ગર્જના મજબૂત ગંધતરુઓને ભાંગી નાખે છે. તે લબાલોનના મજબૂત ગંધતરુઓના ચૂરેચૂરા કરી નાખે છે.


બળવાન માણસ કચરા જેવો અને તેનું કામ તણખલાં જેવું થશે. એ બન્‍ને સાથે જ બાળી નંખાશે અને આગ હોલવનાર કોઈ હશે નહિ.


તે દિવસે તે લબાનોનનાં ઊંચા ગંધતરુઓ અને બાશાનનાં ઓકવૃક્ષોનો નાશ કરશે.


મને પૂછયા સિવાય તેઓ સંરક્ષણ માટે ઇજિપ્તના રાજા ફેરો પાસે અને આશરો લેવા ઇજિપ્તની છાયામાં દોડયા જાય છે.


તારા સંદેશકો મારફતે તેં પ્રભુની નિંદા કર્યે રાખી છે. વળી, તેં કહ્યું છે કે, ‘મેં મારા રથોથી ઊંચા પર્વતો અને લબાનોનના ઊંચા શિખરો સર કર્યાં છે. ત્યાંનાં ઊંચાં ઊંચાં ગંધતરુઓ અને દેવદારનાં ઉત્તમ વૃક્ષોને કાપી નાખ્યાં છે. હું તેના સૌથી છેવાડાનાં શિખરો પરનાં ગાઢ જંગલોમાં પહોંચી ગયો છું.


અમારા જીવનના આધાર સમો પ્રભુનો અભિષિક્ત દુશ્મનોના ફાંદામાં ફસાઈ ગયો. અમારા એ રાજા વિષે અમે તો એવું બોલતા હતા કે તેની છત્રછાયા નીચે અમે આસપાસની પ્રજાઓ મધ્યે સલામત રહીશું.


તેના થડને આગ લાગી અને તેની ડાળીઓને અને ફળોને ભસ્મ કર્યાં છે. શાસકોનો રાજદંડ બને એવી એકેય મજબૂત ડાળી તેમાં રહી નથી.” આ વિલાપ ગીત છે. તે વારંવાર ગવાતું આવ્યું છે.


તું તો લબાનોનના સુંદર, ઘટ્ટાદાર અને ઊંચા ગંધતરુ જેવો છે. તેની ટોચ વાદળોને સ્પર્શે છે.


તેનાં પાંદડાં સુંદર હતાં. દુનિયામાં સૌને માટે પૂરતાં થાય એટલાં ફળથી તેની ડાળીઓ લચી પડી હતી. વન્ય પ્રાણીઓ તેની છાયામાં આરામ લેતાં, પક્ષીઓ તેની ડાળ પર માળા બાંધતાં અને સર્વ સજીવો તેનાં ફળ ખાતાં.


તેઓ ફરીથી મારી છાયામાં વસતા થશે. તેઓ વાડીની જેમ ફૂલશે અને ફાલશે અને દ્રાક્ષવેલાની જેમ ફળથી લચી પડશે. લબાનોનના દ્રાક્ષાસવની જેમ તેઓની કીર્તિ પ્રસરશે.


કારણ, હેશ્બોનમાંથી અગ્નિ અને સિહોનના નગરમાંથી ભડકો નીકળ્યો! તેણે મોઆબના આર નગરને અને આર્નોનના ઉચ્ચપ્રદેશને ભરખી નાખ્યા છે.


બધા પ્રકારનાં બીમાં તે નાનું છે, પણ જ્યારે તે ઊગે છે ત્યારે બધા છોડ કરતાં તેનો છોડ મોટો થાય છે. તેની ડાળીઓ ફેલાય છે અને પક્ષીઓ આવીને તેના પર માળા બાંધી વાસો કરે છે.


તેથી બધાં વૃક્ષોએ છેવટે કાંટાના છોડને કહ્યું, ‘તું આવીને અમારો રાજા બન.’


યોથામે વિશેષ બોલતાં કહ્યું, “તો હવે તમે કહો કે તમે આબિમેલેખને રાજા બનાવવામાં ખરેખરી પ્રામાણિક્તા અને નિખાલસતા દાખવી છે? યરૂબ્બઆલનાં કાર્યોને છાજે એ રીતે તેમની યાદગીરીના માનમાં તમે તેમના કુટુંબ પ્રત્યે યોગ્ય રીતે વર્ત્યા છો?


પણ જો એ રીતે વર્ત્યા ન હો તો અબિમેલેખમાંથી અગ્નિ ફાટી નીકળો અને શખેમ તથા બેથ-મિલ્લોના લોકોને બાળીને ભસ્મ કરી નાખો. શખેમ અને બેથ-મિલ્લોના લોકોમાંથી અગ્નિ ફાટી નીકળો અને અબિમેલેખને ભસ્મ કરી નાખો.”


અબિમેલેખ અને તેની ટુકડીના માણસો નગરના પ્રવેશદ્વારનો કબજો લેવા પહોંચી ગયા, જ્યારે બાકીની બીજી બે ટુકડીઓએ ખેતરોમાં લોકો પર ત્રાટકીને તેમનો સંહાર કર્યો.


તેથી પ્રત્યેક જણે એક એક ડાળ કાપી લીધી; પછી તેઓ અબિમેલેખ પાછળ ગયા અને પેલા ભોંયરા આગળ લાકડાં ખડકીને તેને આગ ચાંપી. માણસોને તો ભોંયરામાં હતાં. કિલ્લાનાં બધાં એટલે, હજારેક સ્ત્રી-પુરુષો બળીને મરી ગયાં.


Lean sinn:

Sanasan


Sanasan