Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 8:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તેઓ સુક્કોથમાં આવ્યા ત્યારે તેણે તે નગરના માણસોને કહ્યું, “મારા માણસોને કંઈક ખોરાક આપો. તેઓ સખત થાકી ગયા છે, અને હું ઝેબા અને સાલ્મુન્‍ના રાજાઓનો પીછો કરી રહ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને તેણે સુક્કોથના લોકોને કહ્યું, “કૃપા કરીને મારી પાછળ આવનાર આ લોકોને રોટલી આપો; કેમ કે તેઓ થાકેલા છે, ને હું મિદ્યાનના ઝેબા તથા સાલ્મુન્‍ના રાજાઓની પાછળ પડ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેણે સુક્કોથના લોકોને કહ્યું, “કૃપા કરીને મારી પાછળ આવનાર આ લોકોને રોટલી આપો, કેમ કે તેઓ થાકેલાં છે અને હું મિદ્યાનના ઝેબા તથા સાલ્મુન્ના રાજાઓની પાછળ પડ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પછી ગિદિયોને સુક્કોથના લોકોને કહ્યું, “માંરા સૈનિકોને ખાવા માંટે થોડી રોટલી આપશો? એ લોકો ખૂબ થાકી ગયા છે, અને અમે હજી મિદ્યાની રાજાઓ ઝેબાહ અને સાલ્મુન્નાનો પીછો કરી રહ્યાં છીએ.”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 8:5
11 Iomraidhean Croise  

તે વખતે શાલેમનો રાજા મેલ્ખીસેદેક રોટલી અને દ્રાક્ષાસવ લઈને આવ્યો. તે સર્વોચ્ચ ઈશ્વરનો યજ્ઞકાર હતો.


પણ યાકોબ ચાલતો ચાલતો સુક્કોથ આવ્યો અને ત્યાં તેણે પોતાને માટે એક ઘર બાંધ્યું અને ઢોરને માટે માંડવા બનાવ્યા. આથી તે સ્થળનું નામ સુક્કોથ (માંડવા) પડયું.


ઈશ્વરે પોતાના પવિત્રસ્થાનમાંથી આ વચન આપ્યું છે: “હું વિજયના આનંદ સાથે શખેમના પ્રદેશના ભાગ પાડીશ, અને સુક્કોથનો ખીણપ્રદેશ મારા લોકોમાં વહેંચી આપીશ.”


કારણ, જ્યારે તમે ઇજિપ્ત દેશમાંથી નીકળી આવ્યા ત્યારે તે મુસાફરી દરમ્યાન તેમણે તમને આવકાર્યા નહિ અને ખોરાકપાણી પૂરાં પાડવાનો ઈન્કાર કર્યો. એથી વિશેષ, અરામ-નાહરાઈમના પયોર નગરથી બયોરના પુત્ર બલામને તમને શાપ આપવાને નાણાં આપીને રોક્યો હતો.


પ્રભુના દૂતે કહ્યું, “મેરોઝને શાપ દો. તેના રહેવાસીઓને શાપ પર શાપ દો. તેઓ પ્રભુના પક્ષમાં, તેમને માટે તેમના સૈનિકો તરીકે લડવાને આવ્યા નહિ.”


ઝેબા અને સાલ્મુન્‍ના તેમના સૈન્ય સાથે ર્ક્કોરમાં હતા. પૂર્વપ્રદેશની જાતિઓના આખા સૈન્યમાંથી માત્ર પંદરેક હજાર જ બાકી રહ્યા હતા; એક લાખ વીસ હજાર સૈનિકો તો માર્યા ગયા હતા.


ઝેબા અને સાલ્મુન્‍ના એ બે મિદ્યાની રાજાઓ ભાગ્યા, પણ તેણે તેમનો પીછો કર્યો અને તેમને પકડી પાડયા તથા આખા સૈન્યમાં આતંક ફેલાવી દીધો.


પછી ગિદિયોને સુક્કોથના માણસો પાસે જઈને તેમને કહ્યું, “તમે મને મદદ કરવા ના પાડી હતી એ તો યાદ છે ને? મેં ઝેબા અને સાલ્મુન્‍નાને હજી પકડયા નથી એમ કહીને તમે મારા થાકેલા સૈન્યને ખોરાક આપવા ના પાડી હતી. તો લો, આ રહ્યા એ ઝેબા અને સાલ્મુન્‍ના!”


અબિગાઈલે તરત જ બસો રોટલી, બે મશકો ભરીને દ્રાક્ષાસવ, રાંધેલાં પાંચ ઘેટાં, સત્તર કિલો પોંક, સૂકી દ્રાક્ષાની સો લૂમો અને સૂકાં અંજીરનાં બસો ચક્તાં લઈને ગધેડાં પર મૂક્યાં.


Lean sinn:

Sanasan


Sanasan