Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 8:3 - પવિત્ર બાઇબલ C.L.

3 છેવટે ઈશ્વરની સહાયથી તમે મિદ્યાનીઓના બે સરદારો ઓરેબ અને ઝએબને પકડીને મારી નાખ્યા. એની સરખામણીમાં મેં શું કર્યું છે?” તેની એ વાત સાંભળીને તેમનો ગુસ્સો નરમ પડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ઈશ્વરે મિદ્યાનના ઓરેબ તથા ઝેબ સરદારોને તમારા હાથમાં સોંપ્યા છે. અને તમારા પ્રમાણમાં હું શું કરી શક્યો છું?” તેણે એ વાત કહી, ત્યારે તેના પરથી તેઓનો ક્રોધ નરમ પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઈશ્વરે તમને મિદ્યાનીઓના ઓરેબ તથા ઝએબ સરદારોની ઉપર વિજય અપાવ્યો! તમારી સાથે સરખામણીમાં હું શું કરી શક્યો છું?” જયારે તેણે આમ કહ્યું, ત્યારે તેઓ ઠંડા પડ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 દેવે તમાંરા જ હાથમાં મિદ્યાનીઓના સરદારો ઓરેબ અને ઝએબને સુપ્રત કર્યા તેની તુલનામાં મેં શું કર્યું છે?” ત્યારે જ તેઓ શાંત થયા.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 8:3
15 Iomraidhean Croise  

હે યાહવે, અમારે લીધે નહિ, અમારે લીધે નહિ, પરંતુ તમારા નામને લીધે, અને તમારા પ્રેમ તથા વિશ્વાસુપણાને લીધે, તમારું ગૌરવ પ્રગટ કરો.


અમારા પૂર્વજોએ કંઈ તલવાર વડે વચનના પ્રદેશ પર કબજો મેળવ્યો ન હતો, અને તેમણે પોતાના બાહુબળ વડે વિજય પ્રાપ્ત કર્યો નહોતો; પણ તમે તમારા જમણા હાથના પરાક્રમે, તમારા બાહુબળથી અને તમારા મુખના પ્રકાશે વિજય હાંસલ કર્યો હતો; કારણ, તમે તેમના પર પ્રસન્‍ન હતા.


સૌમ્ય ઉત્તર ક્રોધ શમાવે છે, પણ કઠોર શબ્દો ક્રોધાગ્નિ સળગાવે છે.


ક્રોધ કરવે ધીમો હોય એવો માણસ બળવાન કરતાં સારો છે, અને નગર પર જીત મેળવવા કરતાં પોતાની જાત પર જીત મેળવવી વધુ ઉત્તમ છે.


પ્રસંગને અનુસરીને યોગ્ય રીતે બોલાયેલો શબ્દ રૂપાની ટોપલીમાં સોનાના ફળ જેવો છે.


ધીરજપૂર્વકની સમજાવટથી મોટા અધિકારીને મનાવી શકાય છે, અને નમ્ર વાણી કઠોરતા દૂર કરે છે.


“‘વાવે કોઈ અને લણે કોઈ’ એ કહેવત સાચી પડે છે.


મને મળેલા ઈશ્વરના કૃપાદાનને લીધે હું તમ સૌને કહું છું કે પોતાને સમજવા જોઈએ તે કરતાં બહુ મોટા સમજી ન બેસો. એને બદલે, સૌ પોતાને ઈશ્વરે આપેલા વિશ્વાસના પ્રમાણમાં નમ્રતાથી સમજે.


ઈશ્વરે જે રીતે આપણને જુદાં જુદાં કૃપાદાનો આપ્યાં છે, તે રીતે આપણે તેમનો ઉપયોગ કરવો જોઈએ. જો ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાનું દાન હોય, તો તેને આપણા વિશ્વાસના પ્રમાણમાં પ્રગટ કરવો જોઈએ.


સ્વાર્થી મહત્ત્વાક્ંક્ષા અથવા મિથ્યાભિમાનથી કંઈ ન કરો; પણ એકબીજા પ્રત્યે નમ્રતા દાખવો અને પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણો.


પણ તેણે તેમને કહ્યું, “તમે જે કર્યું છે તેની સરખામણીમાં મેં જે કર્યું છે તેની કંઈ વિસાત નથી. અબીએઝેરના ગોત્રે દ્રાક્ષવેલાની લણણીમાં ભેગી કરેલી દ્રાક્ષો કરતાં એફ્રાઈમના કુળે જમીન પરથી વીણેલી દ્રાક્ષો વધારે નથી?


દરમ્યાનમાં, ગિદિયોન અને તેના ત્રણસો માણસો યર્દન નદીએ આવી પહોંચ્યા અને તેને પાર કરી દીધી. તેઓ સખત થાકી ગયા હતા, છતાં હજુ શત્રુનો પીછો કરી રહ્યા હતા.


Lean sinn:

Sanasan


Sanasan