Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 8:21 - પવિત્ર બાઇબલ C.L.

21 પછી ઝેબા અને સાલ્મુન્‍નાએ ગિદિયોનને કહ્યું, “તો તમે પોતે જ ઊઠીને અમને મારી નાખો. એ તો જેવો માણસ તેવું તેનું બળ.” તેથી ગિદિયોને તેમને મારી નાખ્યા અને તેમનાં ઊંટોની ડોક પરથી આભૂષણો લઈ લીધાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ત્યારે ઝેબાએ તથા સાલ્મુન્‍નાએ [ગિદિયોનને] કહ્યું, “તું પોતે ઊઠીને અમને મારી નાખ; કેમ કે જેવું માણસ તેવું તેનું બળ.” પછી ગિદિયોને ઊઠીને ઝેબા તથા સાલ્મુન્‍નાને મારી નાખ્યા, ને તેઓના ઊંટોનાં ગળાં પરની કલગીઓ લઈ લીધી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પછી ઝેબા તથા સાલ્મુન્નાએ કહ્યું, “તું ઊઠીને અમને મારી નાખ! કેમ કે જેવું માણસ, તેવું તેનું બળ.” ગિદિયોને ઊઠીને ઝેબા તથા સાલ્મુન્નાને મારી નાખ્યા. અને તેઓનાં ઊંટોનાં ગળા પરના ચંદ્રઆકારના દાગીના લઈ લીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પરંતુ ઝેબાહ અને સાલ્મુન્નાએ કહ્યું, “તમે, જાતે જ અમાંરો સંહાર કરો, કારણ, જો માંણસ ખરેખર મજબૂત હશે તો તે પોતે જ તે કરશે.” પછી ગિદિયોને તે બંનને માંરી નાખ્યા અને તેમનાં ઊટોના શરીર પરથી અલંકારો ઉતારી લીધાં.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 8:21
13 Iomraidhean Croise  

હે ઈશ્વર, તમે મૌન ન રહો. હે ઈશ્વર, તમે શાંત ન રહો; તમે ચૂપ ન રહો.


તમે તેમના આગેવાનોના હાલ ઓરેબ અને ઝએબ જેવા, અને તેમના શાસકોના હાલ ઝેબાહ તથા સાલમુન્‍ના જેવા કરો.


તેમણે કહ્યું હતું. “ચાલો, આપણે ઈશ્વરના ગૌચરપ્રદેશ ઇઝરાયલને કબજે કરી લઈએ.


તે દિવસે પ્રભુ સિયોનની સ્ત્રીઓ પાસેથી તેમણે સજેલો સઘળો શણગાર આંચકી લેશે; એટલે, કલ્લાં, શિરબંધો, ગળાના હારો;


પછી યહોશુઆએ એ પાંચેય રાજાઓને મારી નાખ્યા, અને તેમનાં શબ પાંચ વૃક્ષ પર લટકાવ્યાં; સાંજ સુધી તેમનાં શબ ત્યાં રહ્યાં.


એ પાંચ મહિના દરમિયાન માણસો મરણ માગશે પણ મળશે નહિ. તેઓ મરણ ઝંખશે, પણ તે તેમનાથી દૂર ભાગતું રહશે.


તેમણે તેને કહ્યું, “અમે અહીં તને બાંધીને લઈ જવા આવ્યા છીએ, જેથી અમે તને તેમના હાથમાં સોંપી દઈએ.” શિમશોને કહ્યું, “તમે મને વચન આપો કે તમે પોતે મને મારી નાખશો નહિ.”


પછી તેણે તેના જયેષ્ઠપુત્ર યેથેરને કહ્યું, “ઊઠ, તેમને મારી નાખ.” પણ એ છોકરાએ પોતાની તલવાર ખેંચી નહિ. તે ખચક્યો; કારણ, તે હજી નાદાન હતો.


તે પછી ઇઝરાયલીઓએ ગિદિયોનને કહ્યું, “તમે અમને મિદ્યાનીઓથી બચાવ્યા છે. તો હવે તમે અને તમારા પછી તમારા વંશજો અમારા રાજા બનો.”


ગિદિયોનને મળેલાં સોનાનાં કુંડળોનું વજન આશરે ઓગણીસ કિલો જેટલું હતું. એમાં આભુષણો, ગળાના હાર, મિદ્યાની રાજાઓનાં જાંબુડી વસ્ત્રો કે ઊંટોની ડોકમાં લટકાવાતા ચંદ્રકોનો સમાવેશ થતો નહોતો.


તરત જ તેણે પોતાના શસ્ત્રવાહકને બોલાવીને કહ્યું, “તારી તલવાર તાણીને મને મારી નાખ. મને એક સ્ત્રીએ મારી નાખ્યો એવું કહેવાય તેમ હું ઇચ્છતો નથી.” તેથી પેલો શસ્ત્રવાહક તેના પર તૂટી પડયો અને તે મરી ગયો.


શાઉલની આસપાસ ભીષણ સંગ્રામ ખેલાયો. ધનુર્ધારીઓએ તેને પકડી પાડીને ઘેરી લીધો અને તે તેમના બાણથી સખત ઘવાયો.


શાઉલ મરી ગયો છે એવું જોઈને તે શસ્ત્રવાહક પણ પોતાની તલવાર પર પડીને શાઉલ સાથે મરી ગયો.


Lean sinn:

Sanasan


Sanasan