Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 8:10 - પવિત્ર બાઇબલ C.L.

10 ઝેબા અને સાલ્મુન્‍ના તેમના સૈન્ય સાથે ર્ક્કોરમાં હતા. પૂર્વપ્રદેશની જાતિઓના આખા સૈન્યમાંથી માત્ર પંદરેક હજાર જ બાકી રહ્યા હતા; એક લાખ વીસ હજાર સૈનિકો તો માર્યા ગયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હવે ઝેબા તથા સાલ્મુન્‍ના કાર્કોરમાં હતા, અને તેઓનું સૈન્ય, એટલે પૂર્વ દિશાના લોકના આખા સૈન્યમાંથી બચી રહેલા આશરે પંદર હજાર માણસ, તેઓની સાથે હતા. કેમ કે એક લાખ ને વીસ હજાર તરવારિયા પડ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હવે ઝેબા તથા સાલ્મુન્ના કાર્કોરમાં હતા તેઓનું સૈન્ય સાથે હતા, એટલે પૂર્વ દિશાના લોકના આખા સૈન્યમાંથી બચી રહેલા લગભગ પંદર હજાર માણસો, તેઓની સાથે હતા. કેમ કે એક લાખ અને વીસ હજાર શૂરવીરો માર્યા ગયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તે સમયે ઝેબાહ અને સાલ્મુન્ના એમના 15,000 ના સૈન્ય સાથે કાર્કોરમાં હતાં. પૂર્વની પ્રજાઓમાંથી ફકત એટલા જ બચી ગયા હતાં. એમનાં 1,20,000 માંણસો તો યુદ્ધમાં માંર્યા ગયા હતાં.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 8:10
17 Iomraidhean Croise  

મોઆબના રાજાને લાગ્યું કે લડાઈ હવે તેના હાથમાં રહી નથી, ત્યારે તેણે પોતાની સાથે સાતસો તલવારધારી માણસોને લઈને શત્રુની હરોળ છેદી અરામના રાજા પાસે નાસી છૂટવાનો પ્રયાસ કર્યો, પણ તે સફળ થયો નહિ.


અબિયા અને તેના સૈન્યે ઇઝરાયલીઓનો ભારે સંહાર કર્યો. ઇઝરાયલના પાંચ લાખ ચુનંદા સૈનિકો માર્યા ગયા.


આમ તો યહૂદિયાના લોકો તેમના સાથીભાઈઓ હોવા છતાં ઇઝરાયલના સૈન્યે યહૂદિયામાંથી બે લાખ સ્ત્રીઓ અને બાળકો તથા પુષ્કળ લૂંટ સમરૂન લઈ ગયા.


પછી પ્રભુના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઈને એક લાખ પંચ્યાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. બીજે દિવસે સવારે લોકે જાગીને જોયું તો ત્યાં એમની લાસો પડી હતી.


કારણ, વર્ષો પૂર્વે તમે મિદ્યાનીઓના સૈન્યને હરાવ્યું હતું તે પ્રમાણે તમે તમારા લોક પરની ઝૂંસરીનાં, તેમના ખભા પરના ત્રાસદાયક દાંડાના એટલે તેમના પર જુલમ કરનારાઓના દંડના ભાંગીને ચૂરેચૂરા કરી નાખ્યા છે.


તે દિવસે તેમણે બિન્યામીનના વંશજોમાંથી સૈન્યની જમાવટ કરી તો તેમનાં નગરોમાંથી છવ્વીસ હજાર તલવાર ચલાવનાર સૈનિકો થયા. તે ઉપરાંત ગિબ્યાના નગરજનોએ સાતસો ચુનંદા સૈનિકો એકઠા કર્યા. તેઓ સૌ ડાબોડિયા હતા. તેમનામાંથી પ્રત્યેક જણ ગોફણથી એવો ગોળો મારી શક્તો કે વાળભર નિશાન ચૂકી જતો નહિ.


બિન્યામીનના કુળને બાદ કરતાં, ઇઝરાયલીઓએ ચાર લાખ તલવાર ચલાવનાર શૂરવીર સૈનિકો એકઠા કર્યા.


ઈશ્વરના લોકની આ સભામાં ઇઝરાયલના બધાં કુળોના આગેવાનો હાજર હતા. અને ત્યાં પાયદળના ચાર લાખ સૈનિકો હતા.


આ બીજી વાર પણ બિન્યામીનીઓ ગિબ્યામાંથી બહાર ધસી આવ્યા અને અઢાર હજાર ઇઝરાયલી સૈનિકોને મારી નાખ્યા; તેઓ સૌ તલવાર ચલાવનાર હતા.


પ્રભુએ ઇઝરાયલને બિન્યામીનના સૈન્ય પર વિજય પમાડયો. એ દિવસે ઇઝરાયલીઓએ શત્રુના પચ્ચીસ હજાર એક્સો જેટલા તલવારિયા માણસોને મારી નાખ્યા.


એક દિવસે એકંદરે પચ્ચીસ હજાર બિન્યામીનીઓ માર્યા ગયા અને એમાંના બધા શૂરા સૈનિકો હતા.


તેઓ પોતાનાં ઢોરઢાંક અને તંબુઓ સહિત તીડની જેમ ટોળાબંધ આવતા. તેમનાં ઊંટો અગણિત હતાં. તેઓ આવીને દેશને ખેદાનમેદાન કરી નાખતા.


મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વપ્રદેશની જાતિઓના લોકો તીડોનાં ટોળાંની જેમ ખીણમાં પડયા હતા. તેમની પાસે સમુદ્ર કિનારાની રેતીના રજકણોની જેમ સંખ્યાબંધ ઊંટો હતાં.


ગિદિયોન ત્યાં પહોંચ્યો તો તેણે એક માણસને તેના મિત્રને સ્વપ્ન કહેતો સાંભળ્યો. તે કહેતો હતો, “મારા સ્વપ્નમાં મેં જવની રોટલીના ટુકડાને ગબડીને આપણી છાવણી પર આવતો અને તેનાથી એક તંબુ પર પ્રહાર થતો જોયો. તંબુ તૂટી પડયો અને જમીનદોસ્ત થઈ ગયો.”


ગિદિયોનના માણસો તેમનાં ત્રણસો રણશિંગડાં વગાડી રહ્યા હતા ત્યારે પ્રભુએ શત્રુની ટુકડીઓને પોતાની તલવારો ચલાવી એકબીજા પર હુમલો કરતી કરી દીધી. તેઓ સારેથાન તરફ છેક બેથ-સિટ્ટા સુધી અને ત્યાંથી છેક ટાબ્બાથ નજીક આવેલા આબેલ-મહોલા નગર સુધી નાઠા.


ગિદિયોન નોબા અને યોગ્બહાહની પૂર્વમાં જે રસ્તો રણપ્રદેશના તંબુવાસીઓ વાપરે છે તે પર થઈને આગળ ગયો અને સૈન્ય પર ઓચિંતો હુમલો કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan