Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 7:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તે રાત્રે પ્રભુએ ગિદિયોનને આદેશ આપ્યો, “ ઊઠ, જઈને તેમની છાવણી પર તૂટી પડ; હું તને તેના પર વિજય પમાડીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે જ રાત્રે એમ બન્યું કે યહોવાએ તેને કહ્યું, “ઊઠ, છાવણી પર ઊતરી પડ; કેમ કે મેં તે તારા હાથમાં સોંપી દીધી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તે જ રાત્રે એમ થયું કે, ઈશ્વરે તેને કહ્યું કે, “ઊઠ! છાવણી પર હુમલો કર, કેમ કે તે પર હું તને વિજય આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તે દિવસે રાત્રે યહોવાએ ગિદિયોનને કહ્યું, “ઊઠ, તારું સૈન્ય લઈને તું તાબડતોબ મિદ્યાનીઓની છાવણી પર હુમલો કર, કારણ મેં તેમને તારા હાથમાં સોંપી દીધા છે.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 7:9
23 Iomraidhean Croise  

તમારે આ લડાઈ લડવી પડશે નહિ; માટે હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, તમે અડીખમ રહેજો, અને પ્રભુ તમને કેવો વિજય પમાડે છે તે જો જો. નાસીપાસ થશો નહિ કે ગભરાશો નહિ; પણ લડાઈ કરવા નીકળી પડો; કારણ, પ્રભુ તમારી સાથે છે.”


માણસો જ્યારે ગાઢ નિદ્રામાં પોઢી જાય છે એવી એક રાતે મને વિમળ બનાવી દેતું એક દુ:સ્વપ્ન આવ્યું.


જ્યારે તે આ વિષે વિચારતો હતો ત્યારે સ્વપ્નમાં પ્રભુનો દૂત તેની સમક્ષ હાજર થયો, અને તેને કહ્યું, દાવિદના વંશજ યોસેફ, મિર્યામને તારી પત્ની તરીકે સ્વીકારતાં ગભરાઈશ નહિ. કારણ, પવિત્ર આત્માની મારફતે તેને ગર્ભ રહેલો છે.


તેમના ગયા પછી પ્રભુના દૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, ઊઠ, બાળક તથા તેની માતાને લઈને ઇજિપ્તમાં નાસી જા અને હું તને ન જણાવું ત્યાં સુધી ત્યાં જ રહેજે. કારણ, હેરોદ બાળકને મારી નાખવાનો લાગ શોધે છે.


કારણ, જે ઈશ્વરનો હું ભક્ત છું અને જેની સેવા હું કરું છું તેના દૂતે ગઈકાલે રાતે આવીને મને કહ્યું છે,


“તેમનાથી ગભરાઈશ નહિ; મેં તો તને તેમના પર વિજય પમાડી દીધો છે. તારી સામે એમાંનો એકેય ટકી શકવાનો નથી.”


પ્રભુએ યહોશુઆને કહ્યું, “તેમનાથી ગભરાઈ જઈશ નહિ. આવતી કાલે આ સમય સુધીમાં તો હું તેમનો સંહાર કરીને તેમને ઇઝરાયલને સ્વાધીન કરી દઈશ.


તેમણે યહોશુઆને કહ્યું, “પ્રભુએ જરૂર આ દેશ આપણને સોંપ્યો છે; અને આપણા આગમનથી દેશના સર્વ રહેવાસીઓમાં ભય વ્યાપી ગયો છે.”


તેના પર પ્રભુનો આત્મા આવ્યો અને તે ઇઝરાયલનો ન્યાયાધીશ બન્યો. ઓથ્નીએલ લડાઈ કરવા ગયો. પ્રભુએ તેને મેસોપોટેમિયાના રાજા પર વિજય પમાડયો.


તેણે તેમને કહ્યું, “મારી પાછળ આવો! પ્રભુએ તમને તમારા શત્રુ મોઆબીઓ પર વિજય પમાડયો છે. તેથી તેઓ એહૂદની પાછળ પાછળ ગયા, અને મોઆબીઓ નદી ઓળંગીને આવે એવા યર્દનના બધા આરા કબજે કરી લીધા અને કોઈને નદી પાર ઊતરવા દીધો નહિ.”


પણ તું હુમલો કરતાં ગભરાતો હોય તો તારા નોકર પુરાને લઈને તે છાવણીમાં જા.


તેથી ગિદિયોને બાકીના સર્વ ઇઝરાયલીઓને ઘેર મોકલી આપ્યા, પણ પુરવઠો અને રણશિંગડાં રાખનારા માત્ર પેલા ત્રણસોને રાખ્યા. મિદ્યાનીઓની છાવણી તેમની નીચે ખીણમાં હતી.


યોનાથાને કહ્યું, “ભલે, તે માણસો આપણને જુએ તેમ આપણે જઇએ.


તેથી દાવિદે ફરીથી પ્રભુને પૂછી જોયું અને પ્રભુએ તેને કહ્યું, “જઈને કઈલા પર હુમલો કર. કારણ, આજે હું તને પલિસ્તીઓ પર વિજય પમાડીશ.”


Lean sinn:

Sanasan


Sanasan