Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 7:13 - પવિત્ર બાઇબલ C.L.

13 ગિદિયોન ત્યાં પહોંચ્યો તો તેણે એક માણસને તેના મિત્રને સ્વપ્ન કહેતો સાંભળ્યો. તે કહેતો હતો, “મારા સ્વપ્નમાં મેં જવની રોટલીના ટુકડાને ગબડીને આપણી છાવણી પર આવતો અને તેનાથી એક તંબુ પર પ્રહાર થતો જોયો. તંબુ તૂટી પડયો અને જમીનદોસ્ત થઈ ગયો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ગિદિયોન ત્યાં આવ્યો ત્યારે જુઓ, ત્યાં આગળ એક માણસ પોતાના મિત્રને સ્વપ્ન કહી સંભળાવતો હતો, ને કહેતો હતો, “જો, મને સ્વપ્ન આવ્યું. અને જો, જવની એક રોટલી મિદ્યાનની છાવણી ઉપર ધસી પડી, ને એક તંબુની પાસે આવીને તેણે તેને એવો ધક્કો માર્યો કે તે પડી ગયો, ને તેને એવો ઉથલાવી નાખ્યો કે તે તંબુ જમીનદોસ્ત થઈ ગયો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જયારે ગિદિયોન ત્યાં આવ્યો, ત્યારે ત્યાં આગળ એક માણસ પોતાના મિત્રને એક સ્વપ્ન વિષે કહી સંભળાવતો હતો. તે માણસે કહ્યું, “જુઓ! મને એક સ્વપ્ન આવ્યું અને મેં જવની એક રોટલી મિદ્યાનની છાવણી ઉપર ધસી પડતી જોઈ. તે તંબુની પાસે આવી, તેણે તેને એવો ધક્કો માર્યો કે તે પડી ગયો, તેને એવો ઊથલાવી નાખ્યો કે તે જમીનદોસ્ત થયો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 જ્યારે ગિદિયોન ત્યાં પહોંચ્યો ત્યારે એક માંણસ બીજા માંણસને પોતાના સ્વપ્નની વાત કહેતો હતો; તે બોલ્યો, “મને એવું સ્વપ્ન આવ્યું કે એક જવની રોટલી મિદ્યાનીઓની છાવણીમાં ગબડતી ગબડતી આવી અને એક તંબુ આગળ પહોંચતાં તેની સાથે અથડાઈ એટલે તંબુ તૂટી પડયો.”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 7:13
10 Iomraidhean Croise  

દુનિયા જેમને મૂર્ખ ગણે છે તેમને ઈશ્વરે ઇરાદાપૂર્વક જ પસંદ કર્યા છે, જેથી જ્ઞાનીઓ શરમાઈ જાય; દુનિયા જેમને નિર્બળ ગણે છે તેમને તેમણે પસંદ કર્યા છે; જેથી શક્તિશાળીઓ શરમાઈ જાય.


પછી ઇઝરાયલીઓએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો, એટલે તેમણે તેમને છોડાવવા એક માણસને ઊભો કર્યો. એ તો બિન્યામીનના કુળના ગેરાનો પુત્ર એહૂદ હતો; તે ડાબોડી હતો. ઇઝરાયલના લોકોએ એહૂદને ભેટસોગાદો સાથે મોઆબના રાજા એગ્લોન પાસે મોકલ્યો.


તે પછીનો ન્યાયાધીશ આનાથનો પુત્ર શામ્ગાર હતો. તેણે એક પરોણીથી છસો પલિસ્તીઓને મારી નાખીને ઇઝરાયલનો બચાવ કર્યો.


સીસરા એટલો થાકી ગયો હતો કે તે ઘસઘસાટ ઊંઘી ગયો. પછી યાએલ એક હથોડો અને તંબુનો ખીલો લઈને ચૂપકીદીથી તેની પાસે ગઈ અને ખીલો તેની ખોપરીની આરપાર જમીન સુધી ઠોકી દીધો, એટલે તે મરી ગયો.


દબોરાએ કહ્યું, “ભલે, હું તારી સાથે આવીશ, પણ તને વિજયનો જરાયે જશ મળશે નહિ; કારણ, પ્રભુ એક સ્ત્રીના હાથમાં સીસરાને સોંપી દેશે.” આમ દબોરા બારાક સાથે કેદેશ જવા ઊપડી.


ગિદિયોને જવાબ આપ્યો, “પણ પ્રભુ હું કેવી રીતે ઇઝરાયલને છોડાવું? મનાશ્શાના કુળમાં મારું ગોત્ર સૌથી નબળું છે અને મારા પિતાના કુટુંબમાં પણ હું વિસાત વિનાનો છું.”


મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વપ્રદેશની જાતિઓના લોકો તીડોનાં ટોળાંની જેમ ખીણમાં પડયા હતા. તેમની પાસે સમુદ્ર કિનારાની રેતીના રજકણોની જેમ સંખ્યાબંધ ઊંટો હતાં.


તેના મિત્રે જવાબ આપ્યો, “એ તો ઇઝરાયલીઓની, યોઆશના પુત્ર ગિદિયોનની તલવાર છે! એ વિના એનો બીજો કોઈ અર્થ હોઈ શકે નહિ. ઈશ્વરે તેને મિદ્યાનીઓ અને સમસ્ત સૈન્ય પર વિજય પમાડયો છે.”


ઝેબા અને સાલ્મુન્‍ના તેમના સૈન્ય સાથે ર્ક્કોરમાં હતા. પૂર્વપ્રદેશની જાતિઓના આખા સૈન્યમાંથી માત્ર પંદરેક હજાર જ બાકી રહ્યા હતા; એક લાખ વીસ હજાર સૈનિકો તો માર્યા ગયા હતા.


Lean sinn:

Sanasan


Sanasan