Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 7:12 - પવિત્ર બાઇબલ C.L.

12 મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વપ્રદેશની જાતિઓના લોકો તીડોનાં ટોળાંની જેમ ખીણમાં પડયા હતા. તેમની પાસે સમુદ્ર કિનારાની રેતીના રજકણોની જેમ સંખ્યાબંધ ઊંટો હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 મિદ્યાનીઓ તથા અમાલેકીઓ તથા પૂર્વ દિશા સર્વ લોકો ખીણની અંદર તીડની માફક સંખ્યાબંધ પડેલા હતા. અને તેઓનાં ઊંટ સમુદ્રના કાંઠાની રેતીની જેમ અગણિત હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ દિશાના સર્વ લોકો મેદાનની અંદર તીડની માફક સંખ્યાબંધ પડેલા હતા. તેઓના ઊંટો સમુદ્રના કાંઠાની રેતી જેટલાં અગણિત હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 મિદ્યાનીઓ, અમાંલેકીઓ તથા પૂર્વની અન્ય પ્રજાઓ અસંખ્ય સૈનિકોની સાથે તીડોની જેમ ખીણમાં પથરાયેલી હતી, તેમની પાસે દરિયાની રેતીની જેમ પથરાયેલા અસંખ્ય ઊંટ હતાં.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 7:12
16 Iomraidhean Croise  

ઇઝરાયલીઓ પણ એકઠા થયા અને શસજ્જ બન્યા; તેઓ પણ કૂચ કરી નીકળ્યા અને અરામીઓ સામે બે જૂથમાં છાવણીઓ નાખી. સમગ્ર સીમાડાને છાઈને પડેલા અરામીઓ આગળ ઇઝરાયલીઓ બકરાંનાં બે નાનાં ટોળાં જેવા લાગતા હતા.


પૂર્વના જ્ઞાનીઓ અથવા ઇજિપ્તના જ્ઞાનીઓ કરતાં શલોમોન વિશેષ જ્ઞાની હતો.


હે પ્રભુ, મારા દુશ્મનો અસંખ્ય છે, ઘણા વિરોધીઓ મારી સામે પડયા છે.


કોઈ રાજા માત્ર પોતાના મોટા સૈન્યને લીધે જ વિજય પામતો નથી; કોઈ સૈનિક પોતાના બળને આધારે જ શત્રુથી બચી જતો નથી.


જાણે કે સંતાયેલા સાપને પકડવા તેઓ તેનાં અભેદ્ય જંગલો પણ સફાચટ કરવા લાગ્યા છે; કારણ, તેમના સૈનિકો અસંખ્ય છે; તેઓ તીડો કરતા પણ વધારે છે.


તેઓ તેમના સર્વ સૈનિકો લઈને આવી પહોંચ્યા; તેથી એ સૈન્ય સમુદ્રકિનારાની રેતીના કણ જેવું અગણિત હતું. તેમની પાસે ઘણા ઘોડા અને રથો હતા.


જ્યારે જ્યારે ઇઝરાયલીઓ વાવણી કરે ત્યારે ત્યારે મિદ્યાનીઓ પોતાની સાથે અમાલેકીઓ અને અન્ય પૂર્વપ્રદેશની જાતિઓને લઈને ચડી આવતા અને તેમના પર હુમલો કરતા.


તે પછી મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વપ્રદેશની જાતિઓના સર્વ લોકોએ ભેગા મળીને યર્દન ઓળંગી અને યિભએલની ખીણમાં પડાવ નાખ્યો.


તેઓ પોતાનાં ઢોરઢાંક અને તંબુઓ સહિત તીડની જેમ ટોળાબંધ આવતા. તેમનાં ઊંટો અગણિત હતાં. તેઓ આવીને દેશને ખેદાનમેદાન કરી નાખતા.


ગિદિયોન ત્યાં પહોંચ્યો તો તેણે એક માણસને તેના મિત્રને સ્વપ્ન કહેતો સાંભળ્યો. તે કહેતો હતો, “મારા સ્વપ્નમાં મેં જવની રોટલીના ટુકડાને ગબડીને આપણી છાવણી પર આવતો અને તેનાથી એક તંબુ પર પ્રહાર થતો જોયો. તંબુ તૂટી પડયો અને જમીનદોસ્ત થઈ ગયો.”


ઝેબા અને સાલ્મુન્‍ના તેમના સૈન્ય સાથે ર્ક્કોરમાં હતા. પૂર્વપ્રદેશની જાતિઓના આખા સૈન્યમાંથી માત્ર પંદરેક હજાર જ બાકી રહ્યા હતા; એક લાખ વીસ હજાર સૈનિકો તો માર્યા ગયા હતા.


પલિસ્તીઓ એકઠા થઈને ઇઝરાયલીઓ સાથે લડવા આવ્યા. તેમની પાસે યુદ્ધ માટે ત્રીસ હજાર રથો, 6000 ઘોડેસ્વારો અને સમુદ્ર કિનારાની રેતીના કણ જેટલા અસંખ્ય સૈનિકો હતા. તેમણે બેથ-આવેનની પૂર્વમાં મિખ્માશમાં છાવણી નાખી.


બીજે દિવસે વહેલી સવારે દાવિદે તેમના પર હુમલો કર્યો અને સાંજ સુધી લડયો. ઊંટ પર બેસીને ભાગી ગયેલા ચારસો જુવાન માણસો સિવાય તેમાંનું કોઈ બચ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan