Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 7:1 - પવિત્ર બાઇબલ C.L.

1 એક દિવસે યરૂબ્બઆલ, એટલે ગિદિયોન તથા તેના માણસો વહેલી સવારે ઊઠયા અને હારોદના ઝરા પાસે છાવણી નાખી. મિદ્યાનીઓની છાવણી મોરેહ પર્વત પાસે તેમની ઉત્તર તરફ ખીણમાં હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યારે યરુબાલ, એટલે ગિદિયોન, તથા તેની સાથેના સર્વ લોકોએ મળસકે ઊઠીને હારોદના ઝરાની પાસે છાવણી કરી. અને મોરે પર્વતની પાસે તેઓની ઉત્તર તરફની ખીણમાં મિદ્યાનીઓએ છાવણી કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ત્યારે યરુબાલ, એટલે ગિદિયોન તથા તેની સાથેના સર્વ લોકોએ સવારે વહેલા ઊઠીને હારોદના ઝરાની પાસે છાવણી કરી. મિદ્યાનીઓની છાવણી મોરેહ પર્વતની પાસે તેઓની ઉત્તર તરફની ખીણમાં હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યરૂબ્બઆલ એટલે કે ગિદિયોન અને તેની સાથેના બધા લોકો વહેલા ઊઠયા અને તેમણે હારોદના ઝરણા નજીક પોતાની છાવણી નાખી. મિદ્યાનીઓની છાવણી ઈસ્રાએલીઓની ઉત્તરે મોરેહ પર્વતની તળેટીની ખીણના પ્રદેશમાં હતી.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 7:1
14 Iomraidhean Croise  

તે દેશમાં મુસાફરી કરતાં કરતાં અબ્રામ શખેમ નગરની સીમમાં આવેલા મોરેહના પવિત્ર વૃક્ષ સુધી ગયો. તે સમયે તે દેશમાં કનાનીઓ વસતા હતા.


બીજે દિવસે વહેલી સવારે અબ્રાહામે દહનબલિ માટે લાકડાં કાપ્યાં, ગધેડાં પર બાંધ્યાં અને ઇસ્હાક તથા પોતાના બે નોકરોને સાથે લઈને પ્રભુએ તેને જે સ્થળે જવા આજ્ઞા કરી હતી તે તરફ ચાલી નીકળ્યો.


મિદ્યાનીઓના તથા કિશોન નદી પર સીસરા અને યાબીનના તમે જે ભૂંડા હાલ કર્યા હતા તેવા હાલ તેમના પણ કરો.


જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.


(આ બે પર્વતો યર્દન નદીની પેલે પાર પશ્ર્વિમ તરફના રસ્તા તરફ, મોરેના પવિત્ર એલોન વૃક્ષોની નજીક ગિલ્ગાલની સામેના કનાનીઓના વસવાટના વિસ્તાર અરાબાના પ્રદેશમાં આવેલા છે.)


બીજે દિવસે સવારે યહોશુઆ અને સર્વ ઇઝરાયલી લોકો વહેલા ઊઠયા અને શિટ્ટિમમાંથી છાવણી ઉપાડીને યર્દન આગળ આવ્યા. તેમણે નદી પાર કરી તે પહેલાં તેમણે ત્યાં છાવણી નાખી.


યહોશુઆ બીજે દિવસે વહેલો ઊઠયો, અને યજ્ઞકારોએ પ્રભુની કરારપેટી ઊંચકી લીધી.


ત્યારથી ગિદિયોન યરૂબ્બઆલ (બઆલ હિમાયત કરે) તરીકે ઓળખાયો કારણ, યોઆશે કહ્યું, “બઆલ પોતે પોતાની હિમાયત કરે; વેદી તો એની તોડી પાડવામાં આવી છે.”


તે પછી મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વપ્રદેશની જાતિઓના સર્વ લોકોએ ભેગા મળીને યર્દન ઓળંગી અને યિભએલની ખીણમાં પડાવ નાખ્યો.


તે રાત્રે ઈશ્વરે એવું જ કર્યું. બીજી સવારે ઊન કોરું હતું, પણ ભૂમિ તો ઝાકળથી ભીની થયેલી હતી.


યોઆશનો પુત્ર યરૂબ્બઆલ એટલે ગિદિયોન પોતાને ઘેર ગયો અને ત્યાં રહ્યો.


પ્રભુએ યરુબ્બાઆલ, બારાક, યિફતા અને શમુએલને મોકલ્યા. તેમણે તમને તમારી આસપાસના શત્રુઓથી બચાવ્યા અને તમે સલામતીમાં રહ્યા.


પલિસ્તીઓએ તેમનાં સર્વ લશ્કરી દળો અફેકમાં એકઠાં કર્યાં, જ્યારે ઇઝરાયલીઓએ યિભએલની ખીણમાં ઝરા પાસે છાવણી કરી.


Lean sinn:

Sanasan


Sanasan