Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 6:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તેઓ પોતાનાં ઢોરઢાંક અને તંબુઓ સહિત તીડની જેમ ટોળાબંધ આવતા. તેમનાં ઊંટો અગણિત હતાં. તેઓ આવીને દેશને ખેદાનમેદાન કરી નાખતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે તેઓ પોતાનાં ઢોર તથા તંબુઓ લઈને ચઢી આવતા, તેઓ તીડની માફક સંખ્યાબંધ આવતા. તેઓ તથા તેઓનાં ઊંટો અગણિત હતાં; અને દેશને ઉજ્જડ કરવાને તેઓ તેમાં પેસતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓ પોતાનાં જાનવર તથા તંબુઓ લઈને તીડની માફક સંખ્યાબંધ પ્રમાણમાં ચઢી આવતા. તેઓ તથા તેઓનાં ઊંટો અસંખ્ય હતાં. દેશનો વિનાશ કરવાને તેઓ તેમાં પેસતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેઓ તેમના ઢોર અને તેમના તંબુઓ સાથે ટોળાબંધ ચઢી આવતા, અને લોકો ઉપર મધમાંખીની જેમ ત્રાટકતા એમનાં ઊંટ ગણ્યા ગણાય એમ નહોંતા, અને તેઓ બધાં ભૂમિનો નાશ કરવા આવતા.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 6:5
13 Iomraidhean Croise  

હે યરુશાલેમની નવયૌવનાઓ, હું શ્યામ પણ સુંદર છું; રણમાંના કેદારના તંબુઓ જેવી હું કાળી છું, પણ શલોમોનના મહેલના પડદાઓ જેવી રૂપાળી છું.


ત્યાં ફરી કદી કોઈ વસશે નહિ; ન તો કોઈ વિચરતો આરબ ત્યાં પોતાનો તંબુ તાણશે; ન તો કોઈ ભરવાડ કદી પોતાનાં ઘેટાં ચરાવશે.


મિદ્યાન અને એફાથી આવતા ઊંટોના કાફલાથી દેશ છવાઈ જશે. તેઓ શેબાથી સોનું તથા લોબાન લાવશે અને પ્રભુએ કરેલા કાર્યના શુભ સમાચાર પ્રગટ કરશે.


જાણે કે સંતાયેલા સાપને પકડવા તેઓ તેનાં અભેદ્ય જંગલો પણ સફાચટ કરવા લાગ્યા છે; કારણ, તેમના સૈનિકો અસંખ્ય છે; તેઓ તીડો કરતા પણ વધારે છે.


તેમના તંબૂઓ, ઘેટાંબકરાં, તંબૂના પડદા અને તેમનો બધો સરસામાન કબજે કરી લો. તેમનાં ઊંટો પડાવી લો અને પોકારીને કહો, ‘ચોમેર આતંક છે.”


તેમનાં ઊંટોને તથા ઢોરઢાંકને લૂંટી લો.” પ્રભુ કહે છે, “લમણાંના વાળ મૂંડનાર જાતિના લોકોને હું ચારે બાજુ વેરવિખેર કરી નાખીશ અને હું ચોમેરથી તેમના પર આફત લાવીશ. હું પ્રભુ આ બોલું છું.


સેનાધિપતિ પ્રભુએ પોતાના જીવના સોગંદ લઈ કહ્યું છે: “હું તીડોની માફક અસંખ્ય માણસો બેબિલોનમાં લાવીશ, અને તેઓ તારા પર વિજેતા બનીને જયઘોષ કરશે.”


અજાણી પ્રજાઓ તમારી મહેનતની બધી પેદાશ લઈ જશે; પણ તમે તો સદા જુલમ વેઠયા કરશો અને તમને કચડી નાખવામાં આવશે.


મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વપ્રદેશની જાતિઓના લોકો તીડોનાં ટોળાંની જેમ ખીણમાં પડયા હતા. તેમની પાસે સમુદ્ર કિનારાની રેતીના રજકણોની જેમ સંખ્યાબંધ ઊંટો હતાં.


ઝેબા અને સાલ્મુન્‍ના તેમના સૈન્ય સાથે ર્ક્કોરમાં હતા. પૂર્વપ્રદેશની જાતિઓના આખા સૈન્યમાંથી માત્ર પંદરેક હજાર જ બાકી રહ્યા હતા; એક લાખ વીસ હજાર સૈનિકો તો માર્યા ગયા હતા.


પછી ઝેબા અને સાલ્મુન્‍નાએ ગિદિયોનને કહ્યું, “તો તમે પોતે જ ઊઠીને અમને મારી નાખો. એ તો જેવો માણસ તેવું તેનું બળ.” તેથી ગિદિયોને તેમને મારી નાખ્યા અને તેમનાં ઊંટોની ડોક પરથી આભૂષણો લઈ લીધાં.


બીજે દિવસે વહેલી સવારે દાવિદે તેમના પર હુમલો કર્યો અને સાંજ સુધી લડયો. ઊંટ પર બેસીને ભાગી ગયેલા ચારસો જુવાન માણસો સિવાય તેમાંનું કોઈ બચ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan