Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 6:12 - પવિત્ર બાઇબલ C.L.

12 પ્રભુના દૂતે તેને ત્યાં દર્શન દઈને કહ્યું, “હે શૂરવીર યોદ્ધા, પ્રભુ તારી સાથે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને યહોવાના દૂતે તેને દર્શન આપીને કહ્યું, “પરાક્રમી શૂરવીર, યહોવા તારી સાથે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ઈશ્વરના દૂતે તેને દર્શન આપીને તેને કહ્યું, “પરાક્રમી શૂરવીર, ઈશ્વર તારી સાથે છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 યહોવાના દૂતે તેને દર્શન દઈને કહ્યું, “મહાન યોદ્ધા, યહોવા તારી સાથે છે.”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 6:12
16 Iomraidhean Croise  

ઈશ્વરે તેને કહ્યું, “હું જરૂર તારી સાથે રહીશ; અને મેં તને મોકલ્યો છે તેનું પ્રમાણ એ છે કે જ્યારે તું તેમને ઇજિપ્તમાંથી કાઢી લાવે, ત્યારે તમે આ પર્વત પર ઈશ્વરનું ભજન કરશો.”


કુંવારીને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ [જેનો અર્થ ઈશ્વર આપણી સાથે છે તેવો થાય છે] પાડવામાં આવશે.


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


ત્યાં ધૂપવેદીની જમણી તરફ તેણે પ્રભુના એક દૂતને ઊભેલો જોયો.


દૂતે તેની પાસે આવીને કહ્યું, “તને શાંતિ હો! ઈશ્વર તારી સાથે છે. અને તેમણે તને ઘણી જ આશિષ આપી છે!”


“જ્યારે તમે તમારા શત્રુઓ સામે લડવા જાઓ અને તમે ઘોડાઓને, રથોને અને તમારા લશ્કર કરતાં વિશાળ લશ્કરને જુઓ, ત્યારે તેમનાથી ડરી જશો નહિ; કારણ, તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કરનાર તમારા ઇશ્વર પ્રભુ તમારી સાથે છે.


યહોશુઆ, તને તારા જીવનભર કોઈ હરાવી શકશે નહિ. જેમ હું મોશે સાથે હતો તેમ હું તારી સાથે રહીશ. હું સદા તારી સાથે રહીશ અને તને કદી તજી દઈશ નહિ.


યાદ રાખ, મેં તને બળવાન તથા હિમ્મતવાન થવાની આજ્ઞા આપી છે; ગભરાઈશ નહિ કે હતાશ થઈશ નહિ. કારણ, જ્યાં કહીં તું જાય ત્યાં હું પ્રભુ તારો ઈશ્વર તારી સાથે છું.”


ગિલ્યાદનો યફતા શૂરવીર યોદ્ધો હતો. તે એક વેશ્યાનો પુત્ર હતો. તેનો પિતા ગિલ્યાદ હતો.


પ્રભુના દૂતે તેને દર્શન દઈને કહ્યું, “તું વંધ્યા છે અને તને સંતાન થતાં નથી; પણ થોડા જ સમયમાં તું ગર્ભવતી થશે અને તને પુત્ર જનમશે.


પ્રભુ જ્યારે જ્યારે ઇઝરાયલ માટે ન્યાયાધીશ ઊભો કરે ત્યારે પ્રભુ તે ન્યાયાધીશની સાથે રહેતા અને એ ન્યાયાધીશના જીવતાં સુધી પ્રભુ તેમનો તેમના શત્રુઓથી બચાવ કરતા. પ્રભુને તેમના પર દયા આવતી; કારણ, તેઓ તેમના શત્રુઓ તરફનાં દુ:ખ અને જુલમને કારણે નિસાસા નાખતા.


પછી પ્રભુનો દૂત ઓફ્રા ગામે આવ્યો અને અબીએઝેરના ગોત્રમાં યોઆશના મસ્તગીવૃક્ષ નીચે બેઠો. યોઆશનો પુત્ર ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે તે રીતે દ્રાક્ષાકુંડમાં ઘઉં ઝૂડતો હતો.


ગિદિયોને તેને કહ્યું, “હે મહાશય, પ્રભુ અમારી સાથે છે તો અમારે માથે આ બધું કેમ આવી પડયું છે? અમારા પૂર્વજો અમને કહેતા તેમ પ્રભુ તેમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા ત્યારે તેમણે જે સર્વ અદ્‍ભુત કામો કર્યાં તે ક્યાં છે? પ્રભુએ અમને તરછોડી દીધા છે અને અમને મિદ્યાનીઓને સ્વાધીન કર્યા છે.”


થોડીવાર પછી બોઆઝ પોતે બેથલેહેમથી આવ્યો. લણનારાઓને શુભેચ્છા પાઠવતાં તેણે કહ્યું, “પ્રભુ તમારી સાથે રહો.” તેમણે પણ જવાબ વાળ્યો, “પ્રભુ તમને આશિષ આપો.”


આ ચિહ્નો પ્રમાણે બધું બને ત્યારે તને સૂઝે એ રીતે વર્તન કરજે, કારણ, ઈશ્વર તારી સાથે છે.


Lean sinn:

Sanasan


Sanasan