Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 5:4 - પવિત્ર બાઇબલ C.L.

4 હે પ્રભુ, તમે જ્યારે સેઈરના પર્વતોમાંથી આવ્યા, અને જ્યારે અદોમના પ્રદેશમાંથી નીકળી આવ્યા, ત્યારે પૃથ્વી કાંપી અને આકાશમાંથી વરસાદ તૂટી પડયો; વાદળાંમાંથી મુશળધાર વરસાદ વરસ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હે યહોવા, જ્યારે તમે સેઈરથી સિધાવ્યા, જ્યારે તમારી સવારી અદોમના મેદાનમાંથી નીકળી, ત્યારે ધરતી કાંપી, ને આકાશ પણ ટપક્યું, હા, મેઘોમાંથી પાણી ટપક્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ઈશ્વર, જયારે તમે સેઈરમાંથી આવ્યા, જયારે તમારી સવારી અદોમમાંથી નીકળી, ત્યારે પૃથ્વી કાંપી અને આકાશમાંથી અને વાદળોમાંથી પાણી પણ પડ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 “હે યહોવા, તમે સેઈરમાંથી બહાર આવ્યા, તમે અદોમના પ્રદેશમાંથી નીકળ્યા, અને તે સમયે ધરતી ધ્રૂજતી હતી, આકાશ કંપતું હતું, અને વાદળાં પાણી રેડી રહ્યાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 5:4
13 Iomraidhean Croise  

તેણે તેમને આવી સૂચના આપી: “તમે મારા મુરબ્બી એસાવને એમ કહેજો કે તમારો સેવક યાકોબ કહેવડાવે છે કે હું લાબાનને ત્યાં ગયો હતો અને અત્યાર સુધી ત્યાં રહ્યો હતો.


ત્યારે પૃથ્વી કાંપી અને તેને આંચકો લાગ્યો, આકાશના પાયા ડોલી ઊઠયા અને ધ્રૂજવા લાગ્યા; કારણ, ઈશ્વર કોપાયમાન થયા હતા.


તે ધરતીને તેના સ્થાનમાંથી હચમચાવે છે અને પૃથ્વીના આધારસ્તંભો કંપે છે.


હે ઈશ્વર, તમે મુશળધાર વરસાદ મોકલ્યો. તમે જ આપેલ વારસાનો પ્રદેશ સુક્યો ત્યારે તમે તેને તરબોળ કર્યો.


વાદળોએ વરસાદ વરસાવ્યો; આકાશોએ ગર્જના કરી; ચારે દિશાઓમાં વીજળી ચમકી ઊઠી.


તમારી ગર્જનાનો કડાકો વાવંટોળમાં હતો; વીજળીના ઝબકારાઓએ પૃથ્વીને પ્રકાશિત કરી; પૃથ્વી કાંપી અને ડોલી ઊઠી.


પ્રાચીનકાળથી તમે જાણે અમારા પર રાજ કર્યું જ ન હોય અને અમે તમારે નામે જાણે ઓળખાતા જ ન હોય એવા અમે થયા છીએ.”


ત્યારે, જેમ આગમાં મીણ પીગળી જાય તેમ પર્વતો તેમના પગ તળે પીગળી જશે અને કરાડો પરથી ધસી પડતા ધોધની જેમ ખીણોમાં રેડાઈ જશે.


તેણે કહ્યું, “પ્રભુ સિનાઈ પર્વતથી આવ્યા, સૂર્ય ઊગે તેમ અદોમથી તેમના પર પ્રગટયા, પારાન પર્વતથી પોતાના લોક પર પ્રકાશ્યા, દશ હજાર દૂતો પાસેથી આવ્યા, તેમના જમણા હાથમાં તેમને માટે અગ્નિરૂપ નિયમ હતો.


તે સમયે તો અવાજથી આખી પૃથ્વી હાલી ઊઠી હતી, પણ હવે ઈશ્વરે વચન આપ્યું છે: “હજી એકવાર હું એકલી પૃથ્વીને જ નહિ, પણ આકાશને પણ હલાવીશ.”


Lean sinn:

Sanasan


Sanasan