Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 5:23 - પવિત્ર બાઇબલ C.L.

23 પ્રભુના દૂતે કહ્યું, “મેરોઝને શાપ દો. તેના રહેવાસીઓને શાપ પર શાપ દો. તેઓ પ્રભુના પક્ષમાં, તેમને માટે તેમના સૈનિકો તરીકે લડવાને આવ્યા નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 યહોવાના દૂતે કહ્યું, ‘મેરોઝને શાપ દો, તેની વસતિને સખત શાપ દો; કેમ કે યહોવાની મદદે [એટલે] બળવાનની સામે યહોવાની મદદે તેઓ આવ્યા નહિ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ઈશ્વરના દૂતે કહ્યું, ‘મેરોઝને શાપ દો!’ ‘તેના રહેવાસીઓને સખત શાપ દો; કેમ કે તેઓ ઈશ્વરની મદદે, એટલે બળવાનની વિરુદ્ધ ઈશ્વરની મદદે આવ્યા નહિ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 “યહોવાનો દૂત કહે છે, ‘મેરોઝ પર શ્રાપ ઊતરશે, તેના વતનીઓ ઉપર શ્રાપ ઊતરશે.’ તેઓ યહોવાની મદદે આવ્યા નહોતા; યોદ્ધાઓ વિરૂદ્ધ યહોવાને મદદ કરવા.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 5:23
23 Iomraidhean Croise  

તેના પછીના ભાગની મરામત તકોઆના માણસોએ કરી. (પણ તે નગરના મુખ્ય માણસોએ તેમના અધિકારીઓએ સોંપેલું મજૂરીકામ કરવાની ના પાડી.)


આ દુષ્ટોની સામે કોણે મારો પક્ષ લીધો? મારે માટે આ ભ્રષ્ટાચારીઓનો કોણે વિરોધ કર્યો?


જે કોઈ પ્રભુનું કાર્ય કરવામાં બેદરકારી રાખે તે શાપિત હો! જે કોઈ પોતાની તલવાર કાઢીને ક્તલ ન ચલાવે તે શાપિત હો!


ત્યાર પછી જેઓ ડાબી તરફ છે તેમને તે કહેશે, ’તમે જેઓ ઈશ્વરના કોપ નીચે છો તેઓ મારાથી દૂર થાઓ. શેતાન અને તેના સેવકોને માટે જે સાર્વકાલિક અગ્નિ તૈયાર કરવામાં આવેલો છે તેમાં પડો.


હું તો તમને ખ્રિસ્તે મારા દ્વારા કરેલું કાર્ય હિંમતથી જણાવીશ.


જે કોઈ આપણા પ્રભુ પર પ્રેમ રાખતો નથી તે “આનાથમા” અર્થાત્ શાપિત થાઓ. “મારાન થા” અર્થાત્ હે પ્રભુ, આવો!


અમે ઈશ્વરના કાર્યમાં સહકાર્યકરો છીએ. તમે ઈશ્વરનું ખેતર છો.


ઈશ્વરના સહકાર્યકરો તરીકે અમે તમને આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ: તમને મળેલી ઈશ્વરની કૃપા નિરર્થક થવા ન દો.


પ્રભુના દૂતે તેને દર્શન દઈને કહ્યું, “તું વંધ્યા છે અને તને સંતાન થતાં નથી; પણ થોડા જ સમયમાં તું ગર્ભવતી થશે અને તને પુત્ર જનમશે.


પ્રભુનો દૂત ગિલ્ગાલમાંથી બોખીમમાં આવ્યો. તેણે ઇઝરાયલીઓને કહ્યું, “હું તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો, અને તમારા પૂર્વજોને મેં સમપૂર્વક આપેલા વચન પ્રમાણેના દેશમાં હું તમને લાવ્યો છું. મેં કહ્યું, ‘તમારી સાથેનો મારો કરાર હું કદી રદ કરીશ નહિ.


તેમણે તપાસ કરતાં કહ્યું, “ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી કોઈ એવું છે કે જે મિસ્પામાં પ્રભુ સમક્ષની સભામાં હાજર રહ્યું નહોતું?” (મિસ્પામાં આવે નહિ તેમને મારી નાખવાના તેમણે સોગન ખાધા હતા.)


ઇઝરાયલનાં કુળોમાંથી મિસ્પામાં પ્રભુ સમક્ષની સભા માટે છાવણીમાં ન ગયું હોય એવું કોઈ છે કે કેમ તેની તેમણે તપાસ કરી તો માલૂમ પડયું કે યાબેશ-ગિલ્યાદમાંથી ત્યાં કોઈ આવ્યું નહોતું;


એક દિવસે તેણે નાફતાલીના કુળપ્રદેશમાં આવેલા કેદેશ નગરમાંથી અબિનોઆમના પુત્ર બારાકને બોલાવડાવીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ તને આવી આજ્ઞા ફરમાવી છે: “નાફતાલી અને ઝબુલૂનનાં કુળોમાંથી દસ હજાર માણસોને તારી સાથે લઈને તાબોર પર્વત જા.


ત્યારે તો જેઓ વફાદાર છે તેઓ તેમના આગેવાનો પાસે આવ્યા. પ્રભુના લોક લડાઈ માટે તૈયાર થઈને તેમની પાસે આવ્યા.


પછી પ્રભુનો દૂત ઓફ્રા ગામે આવ્યો અને અબીએઝેરના ગોત્રમાં યોઆશના મસ્તગીવૃક્ષ નીચે બેઠો. યોઆશનો પુત્ર ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે તે રીતે દ્રાક્ષાકુંડમાં ઘઉં ઝૂડતો હતો.


તેઓ સુક્કોથમાં આવ્યા ત્યારે તેણે તે નગરના માણસોને કહ્યું, “મારા માણસોને કંઈક ખોરાક આપો. તેઓ સખત થાકી ગયા છે, અને હું ઝેબા અને સાલ્મુન્‍ના રાજાઓનો પીછો કરી રહ્યો છું.”


પણ સુક્કોથના આગેવાનોએ કહ્યું, “અમારે શા માટે તારા સૈન્યને ખોરાક આપવો જોઈએ? હજુ તો તેં ઝેબા અને સાલમુન્‍નાને પકડયા પણ નથી.”


ગિદિયોન પનુએલ ગયો અને ત્યાંના લોકોને પણ એ જ વિનંતી કરી, અને પનુએલના માણસોએ પણ તેને સુક્કોથના માણસોના જેવો જ જવાબ આપ્યો.


અને અહીં સૌ જાણશે કે પોતાના લોકોને બચાવવાને તેમને તલવાર કે ભાલાની જરૂર નથી. યુદ્ધમાં હંમેશા તે જ વિજેતા છે અને તે તમને બધાને અમારા હાથમાં સોંપી દેશે.”


પછી શાઉલે દાવિદને કહ્યું, “મારી મોટી પુત્રી મેરાબ છે. તું શૂરવીર અને વફાદાર સૈનિક તરીકે મારી સેવા કરીશ અને પ્રભુની લડાઈઓ લડીશ એ શરતે હું તેનું તારી સાથે લગ્ન કરાવીશ.” શાઉલના મનમાં એમ હતું કે એ રીતે પલિસ્તીઓ દાવિદને મારી નાખશે અને તેણે પોતે દાવિદને મારી નાખવો પડશે નહિ.


મારો કંઈ અપરાધ હોય તો મને ક્ષમા કરો. પ્રભુ તમારા રાજવંશને કાયમને માટે સ્થાપિત કરશે. કારણ, તમે તેમની લડાઈઓ લડો છો અને તમે જીવનપર્યંત કંઈ ખોટું કરશો નહિ.


તેથી હે રાજા, મારા માલિક, તમારા સેવકનું સાંભળો. પ્રભુએ તમને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા હોય તો પ્રભુને એકાદ અર્પણ ચઢાવીને તેમને પ્રસન્‍ન કરું. પણ જો તે માણસનું કામ હોય તો તેઓ પ્રભુથી શાપિત થાઓ. કારણ, તેમણે ‘જા, અન્ય દેવોની સેવા કર’ એવું કહીને આજે મને કાઢી મૂક્યો છે. જેથી પ્રભુના વતનમાં મારો કોઈ લાગભાગ રહે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan