Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 5:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ઇઝરાયલી યોદ્ધાઓ લડી લેવાને કૃતનિશ્ર્વયી હતા. લોકો સ્વેચ્છાપૂર્વક લડાઈમાં સામેલ થયા. પ્રભુની સ્તુતિ થાઓ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની કરી, અને લોકોએ રાજીખુશીથી પોતાને અર્પી દીધા, માટે તમે યહોવાને ધન્યવાદ આપો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “જયારે આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની આપી, ત્યારે લોકો યુદ્ધ માટે રાજીખુશીથી સમર્પિત થયા, અમે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “યહોવાની સ્તુતિ કરો, ગુણગાન ગાઓ! કારણ કે ઈસ્રાએલના યોદ્ધાઓ તૈયાર હતાં અને એક સક્ષમ નેતા દ્વારા દોરાઈ જવા માંટે આગળ આવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 5:2
23 Iomraidhean Croise  

ત્રીજા સ્થાને ઝીખ્રીનો પુત્ર અમાસ્યા હતો અને તેના નિયંત્રણ હેઠળ બે લાખ સૈનિકો હતા. (અમાસ્યાએ પ્રભુની સેવા કરવાનું સ્વેચ્છાએ સ્વીકાર્યું હતું).


જેઓ રાજીખુશીથી યરુશાલેમમાં વસવાટ માટે તૈયાર થયા તેમની લોકોએ પ્રશંસા કરી.


હે મારા જીવ, પ્રભુનું સ્તવન કર અને તેમનાં સર્વ ઉપકારક કાર્યો તું ભૂલી ન જા.


તારે યુદ્ધ કરવાનો સમય આવશે ત્યારે તારા લોકો તને ખુશીથી અનુસરશે. હે રાજા, તું પ્રતાપી અને ગૌરવી વસ્ત્રો ધારણ કરે છે, અને પરોઢિયાને પેટે જન્મેલા ઝાકળના જેવી તારી જુવાની તાજગીભરી છે.


પણ તેમણે ફેરો તથા તેની સેનાને તે સમુદ્રમાં ડુબાવી દીધાં; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


મારા શત્રુઓને હરાવવા તે મને સહાય કરે છે; તે રાષ્ટ્રોને મારે તાબે કરે છે.


તમારાં ઉદ્ધારક કાર્યોને લીધે સિયોનના લોકો આનંદ માણો, અને યહૂદિયાના કુળપ્રદેશનાં નગરો હર્ષ પામો.


હે પ્રભુ, તમે બદલો વાળનાર ઈશ્વર છો; હે બદલો વાળનાર ઈશ્વર, પોતાને પ્રગટ કરો.


હે પ્રભુ, તમારા ન્યાયચુકાદાઓ સાંભળીને સિયોન નગરના લોકો આનંદ કરે છે, અને યહૂદિયાના લોકો હર્ષ પામે છે.


જો હું મારું કાર્ય સ્વેચ્છાએ કરતો હોઉં, તો હું વેતનની આશા રાખું. પણ હું તો આ કાર્ય એક ફરજ સમજીને કરું છું. કારણ, મને આ કાર્ય ઈશ્વરે સોંપ્યું છે.


જો તમે દાન આપવા આતુર હો, તો તમારી પાસે જે નથી તેને આધારે નહિ, પણ તમારી પાસે જે છે તેને આધારે ઈશ્વર તમારી ભેટ સ્વીકારશે.


કમને કે ફરજ પડયાથી નહિ, પણ દરેકે પોતે નક્કી કર્યા પ્રમાણે જ આપવું. કારણ, આનંદ સહિત આપનારને ઈશ્વર ચાહે છે.


“હે પૃથ્વીની સર્વ પ્રજાઓ, પ્રભુના લોકોની પ્રશંસા કરો, કારણ કે તે પોતાના સેવકોના લોહીનો બદલો લેશે; અને પોતાના શત્રુઓ પર વેર વાળશે, અને પોતાના દેશનું તથા પોતાના લોકનું શુધિકરણ કરશે.”


તેણે પ્રથમથી જ પોતાના વારસાનો ઉત્તમ હિસ્સો મેળવ્યો છે અને આગેવાન તરીકેનો ભાગ તેને ફાળવવામાં આવેલો હતો. જ્યારે ઇઝરાયલના આગેવાનો એકઠા થયા હતા, ત્યારે તેણે ઇઝરાયલીઓને લગતા પ્રભુના આદેશોનું પાલન કર્યું.”


કારણ, તમે ઈશ્વરના ઇરાદાઓને હંમેશાં જાણો અને આધીન થાઓ માટે તમારામાં તે કાર્ય કરે છે.


છતાં તું મને મદદ કરે તેવું દબાણ કરવા હું માગતો નથી; પણ તું સ્વેચ્છાથી તેમ કરે તેવું હું ઇચ્છું છું. આથી તારી સંમતિ વિના હું કંઈ કરીશ નહિ.


ઓ સ્વર્ગ, તેના નાશને લીધે તમે આનંદ કરો. ઓ ઈશ્વરના લોકો, પ્રેષિતો અને સંદેશવાહકો તમે પણ આનંદ કરો. કારણ, તમારા પરના તેના અત્યાચારને લીધે ઈશ્વરે તેને સજા કરી છે.


ઉદ્ધાર, ગૌરવ અને સામર્થ્ય આપણા ઈશ્વરનાં જ છે! તેમના ચુકાદા સાચા અને ન્યાયી છે. પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરનાર નામીચી વેશ્યાને ઈશ્વરે સજા કરી છે. કારણ, તેણે ઈશ્વરના સેવકોને મારી નાખ્યા હતા.”


ઇઝરાયલના સેનાધિકારીઓ પર, સ્વેચ્છાપૂર્વક લડાઈમાં જોડાયેલા લોકો પર મારું દિલ લાગ્યું છે. પ્રભુની સ્તુતિ હો!


Lean sinn:

Sanasan


Sanasan