Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 5:12 - પવિત્ર બાઇબલ C.L.

12 જાગ! દબોરા, જાગ! જાગ, જાગીને ગીત ગાવા માંડ. અબિનોઆમના પુત્ર, ઊઠ, ઊભો થા! તારા બંદીવાનોને દોરી જા!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જાગ, જાગ, હે દબોરા; જાગ, જાગ, ગાયન કર; હે બારાક, તું ઊઠ, અને, હે અબીનોઆમના દીકરા, તને ગુલામ કરનારાને તું ગુલામ કરી લઈ જા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જાગ, જાગ, હે દબોરા; જાગ, જાગ, ગીત ગા! હે બારાક, તું ઊઠ અને હે અબીનોઆમના દીકરા, તને ગુલામ બનાવનારાઓને તું ગુલામ કરી લઈ જા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “યહોવાના લોકો નગરમાંથી બહાર દોડી આવ્યા. દબોરાહ, ઊભી થા અને યહોવાની સ્તુતિ ગાઓ, અબીનોઆમના પુત્ર બારાક, ઊભો થા, અને દુશ્મનોને પકડી લે.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 5:12
18 Iomraidhean Croise  

મારી વીણા તથા તાનપુરા તમે પણ જાગો. હું જાતે પ્રભાતને જગાડીશ.


હે મારા પ્રાણ, જાગ! મારી વીણા અને તાનપૂરા તમે પણ જાગો! હું જાતે પ્રભાતને જગાડીશ!


હે પ્રભુ, વિવિધ રાષ્ટ્રોના લોકોની વચમાં હું તમારી આભારસ્તુતિ કરીશ. હું સર્વ પ્રજાઓની વચમાં તમારાં ગુણગાન ગાઈશ.


તમે ઘણા બંદીવાનોને લઈને ઉન્‍નત સ્થાને ચઢયા, બલ્કે, તમે શરણે આવેલા વિદ્રોહીઓ પાસેથી નજરાણાં સ્વીકાર્યાં. હવે હે પ્રભુ ઈશ્વર, તમે ત્યાં વાસ કરો છો.


પોતાના વતનના દેશમાં પાછા ફરવા માટે ઘણી પ્રજાઓ ઇઝરાયલીઓને મદદ કરશે. પ્રભુની ભૂમિમાં તેઓ ઇઝરાયલીઓના દાસદાસીઓ તરીકે તેમની સેવા કરશે. એકવાર ઇઝરાયલને બંદીવાન કરનારાઓને હવે ઇઝરાયલ બંદીવાન કરશે, અને તેમના પર જુલમ ગુજારનારાઓ પર ઇઝરાયલીઓ રાજ કરશે.


હે વિનાશક, તારી કેવી દુર્દશા થશે! તારો પોતાનો વિનાશ થયો નથી. હે દગાખોર, હજી તને દગો દેખાયો નથી. તું વિનાશ કરી રહે એટલે તારો વિનાશ કરાશે. તારી દગાખોરી પૂરી થાય એટલે તને દગો દેવાશે.


હે યરુશાલેમ નગરી, જાગ, જાગ, ઊભી થા! તેં પ્રભુના હાથમાંથી તેમના કોપનો પ્યાલો પીધો છે. તેં માણસોને લથડિયાં ખવડાવનાર મોટો પ્યાલો ગટગટાવી જઈને તેને તળિયાઝાટક કર્યો છે.


હે પ્રભુના ભુજ જાગ! પ્રાચીન સમયમાં તેં પૂર્વજોની પેઢીઓ દરમ્યાન કરેલ તેમ વસ્ત્રની જેમ સામર્થ્ય ધારણ કર. શું તેં જ રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા નહોતા? તેં જ એ રાક્ષસી અજગરને વીંધી નાખ્યો નહોતો?


હે યરુશાલેમ, ઊઠ, પ્રકાશિત થા કારણ, તારા પર પ્રકાશ પડયો છે. તારા પર પ્રભુના મહિમાનો ઉદય થયો છે.


એના સુખદ સ્વપ્નથી હું સફાળો જાગી ઊઠયો અને જોવા લાગ્યો, મારી એ ઊંઘ મીઠી હતી.


માટે જાગૃત થાઓ અને તમારા પાપી માર્ગોને ત્યજી દો. તમારામાંના કેટલાક તો ઈશ્વરને જાણતા નથી! એ કેવી શરમજનક બાબત છે?


શાસ્ત્રમાં લખેલું છે: “જ્યારે તે ઊંચાણમાં ગયા, ત્યારે પોતાની સાથે તે ઘણા કેદીઓને લઈ ગયા, અને તેમણે માણસોને બક્ષિસો આપી.”


કારણ, જે સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે તે પ્રકાશમય બની જાય છે. તેથી જ કહ્યું છે કે, “ઓ ઊંઘનાર જાગ, અને મરણમાંથી સજીવન થા! એટલે ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.”


અને પાછા ફરે, તથા તેમને વશ કરી લઈને પોતાની ઇચ્છાને આધીન કરનાર શેતાનના ફાંદામાંથી છટકી જાય.


ત્યારે તો જેઓ વફાદાર છે તેઓ તેમના આગેવાનો પાસે આવ્યા. પ્રભુના લોક લડાઈ માટે તૈયાર થઈને તેમની પાસે આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan