Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 4:7 - પવિત્ર બાઇબલ C.L.

7 હું યાબીનના સેનાપતિ સીસરાને તારી સામે લડવા કિશોન નદી આગળ લાવીશ. તેની પાસે તેના રથો અને સૈન્ય હશે, પણ હું તને તેના પર વિજય પમાડીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને યાબીનની ફોજના સેનાપતિ સીસરાને તેના રથો તથા સૈન્ય સહિત હું તારી પાસે કીશોન નદીને કાંઠે લાવીશ. અને હું તેને તારા હાથમાં સોંપી દઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યાબીનના સૈન્યના સેનાપતિ સીસરાને, કીશોન નદી નજીક મળીશ, તેના રથો તથા તેના સૈન્ય સાથે હું તેને તારી પાસે કીશોન નદીને કિનારે લાવીશ. અને તેને તારા હાથમાં સોંપી દઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 હું યાબીનના સેનાપતિ સીસરાને તેના રથો અને યોદ્ધાઓ સાથે કીશોન નદીને કાંઠે લઈ આવીશ, પછી હું તેઓને તારા હાથમાં સોંપી દઈશ, તેથી તું એને ત્યાં હરાવી શકે.’”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 4:7
17 Iomraidhean Croise  

એલિયાએ હુકમ કર્યો, “બઆલના સંદેશવાહકોને પકડો; તેમને છટકી જવા દેશો નહિ.” લોકોએ એ સૌને પકડયા. એલિયાએ તેમને કિશોન ઝરણાએ લઈ જઇને મારી નાખ્યા.


વળી, સાંભળ: હું ઇજિપ્તીઓનું હૃદય હઠીલું કરીશ; જેથી તેઓ તમારી પાછળ પડશે.


હું તેનું હૃદય હઠીલું કરીશ, એટલે તે તમારી પાછળ પડશે; અને ફેરો તથા તેના સૈન્ય ઉપર વિજય મેળવીને હું મારો મહિમા વધારીશ. ત્યારે ઇજિપ્તીઓ જાણશે કે હું પ્રભુ છું.” ઇઝરાયલીઓએ તે પ્રમાણે કર્યું.


પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું અને તે વિજયપૂર્વક નીકળેલા ઇઝરાયલીઓની પાછળ પડયો.


પરંતુ મારી નાખવાનો ઈરાદો ન હોય પણ આકસ્મિક રીતે કોઈ બીજાને મારી નાખે તો ખૂન કરનાર વ્યક્તિ માટે હું જે સ્થાન પસંદ કરું ત્યાં તે નાસી જાય. ત્યાં તે સલામત રહેશે.


“તેમનાથી ગભરાઈશ નહિ; મેં તો તને તેમના પર વિજય પમાડી દીધો છે. તારી સામે એમાંનો એકેય ટકી શકવાનો નથી.”


એ બધા લોકો ઇઝરાયલની વિરુદ્ધ લડાઈ કરે તે માટે પ્રભુએ તેમનાં મન હઠાગ્રહી બનાવ્યા; જેથી તેમનો સંપૂર્ણ વિનાશ થાય અને તેઓ નિર્દય રીતે માર્યા જાય. પ્રભુએ મોશેને અગાઉ એવું જ કરવા માટે આજ્ઞા આપી હતી.


પ્રભુએ યહોશુઆને કહ્યું, “તેમનાથી ગભરાઈ જઈશ નહિ. આવતી કાલે આ સમય સુધીમાં તો હું તેમનો સંહાર કરીને તેમને ઇઝરાયલને સ્વાધીન કરી દઈશ.


પછી તમે તમારી સંતાવાની જગ્યાએથી આવીને શહેરને કબજે કરી લેજો. કારણ, તમારા ઈશ્વર પ્રભુ તમને તે સોંપી દેશે,


પછી દબોરાએ બારાકને કહ્યું, “જા, પ્રભુ તારા અગ્રેસર બન્યા છે. આજે તે સીસરાને તારે સ્વાધીન કરી દેશે.” તેથી બારાક અને તેની સરદારી હેઠળ દસ હજાર માણસો તાબોર પર્વત પરથી નીચે ઊતર્યા.


બારાકે જવાબ આપ્યો, “જો તમે મારી સાથે આવો તો જ હું જઉં; પણ તમે ન આવો, તો હું જવાનો નથી.”


કિશોનના પૂરે, ધસમસતી કિશોન નદીના પૂરમાં તેઓ તણાઈ ગયા. હું આગળ ધપીશ; મારી પૂરી શક્તિથી આગળ ધપીશ.


તમે પોતે જોઈ શકો છો કે આજે ગુફામાં પ્રભુએ તમને મારા હાથમાં સોંપી દીધા હતા. મારા કેટલાક માણસોએ તમને મારી નાખવા મને કહ્યું, પણ મેં તમને જીવતદાન આપ્યું. કારણ, મેં વિચાર્યું કે તમે પ્રભુના પસંદ કરેલા અભિષિક્ત રાજા છો અને તેથી મારે તમને કંઈ ઇજા કરવી જોઈએ નહિ.


તું કેટલો ભલો છે તે તેં મને આજે કહી બતાવ્યું છે. કારણ, પ્રભુએ મને તારા હાથમાં સોંપ્યો હોવા છતાં તેં મને મારી નાખ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan