Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 4:3 - પવિત્ર બાઇબલ C.L.

3 યાબીન પાસે લોખંડના નવસો રથ હતા અને તેણે વીસ વર્ષ સુધી ઇઝરાયલ પર ભારે જુલમ ગુજાર્યો. પછી ઇઝરાયલી લોકોએ સહાયને માટે પ્રભુને પોકાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને ઇઝરાયલી લોકોએ યહોવાને પોકાર કર્યો; કેમ કે તેની પાસે લોઢાના નવસો રથ હતા. અને તેણે વીસ વર્ષ સુધી ઇઝરાયલી લોકો પર બહુ જ જુલમ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઇઝરાયલ લોકોએ ઈશ્વરની આગળ મદદ માટે પોકાર કર્યો, કારણ કે સીસરાની પાસે લોખંડના નવ હજાર રથો હતા, તેણે વીસ વર્ષ સુધી ઇઝરાયલ લોકો પર જુલમ ગુજાર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 યાબીન પાસે લોખંડના 900 રથ હતાં અને 20 વર્ષ સુધી તેણે ઈસ્રાએલીઓ ઉપર ભારે જુલમ ગુજાર્યો હતો, તેથી તેઓએ યહોવાને સહાય માંટે પોકાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 4:3
19 Iomraidhean Croise  

તેમના શત્રુઓએ તેમના પર જુલમ ગુજાર્યો. તેઓ સંપૂર્ણ રીતે વૈરીઓની સત્તાને તાબે થયા.


સંકટ સમયે મને પોકારો, એટલે હું તમને છોડાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”


જ્યારે ઈશ્વરે તેમનામાંના કેટલાકને માર્યાં ત્યારે જ બાકીનાઓ ઈશ્વરને શોધવા લાગ્યા; તેઓ ઈશ્વર તરફ પાછા વળ્યા અને આતુરતાથી તેમને શરણે આવ્યા.


ઘણાં વરસો પછી ઇજિપ્તનો રાજા મૃત્યુ પામ્યો. ગુલામીના કારણથી ઇઝરાયલીઓ નિસાસા નાખતા હતા અને મદદને માટે વિલાપ કરતા હતા.


તમે ભરબપોરે આંધળા માણસની જેમ ફાંફાં મારશો. તમારા કોઈ કાર્યમાં તમને સફળતા મળશે નહિ. તમારા પર સતત જુલમ થશે અને તમે લૂંટાયા કરશો, પણ તમને બચાવનાર કોઈ નહિ હોય.


અજાણી પ્રજાઓ તમારી મહેનતની બધી પેદાશ લઈ જશે; પણ તમે તો સદા જુલમ વેઠયા કરશો અને તમને કચડી નાખવામાં આવશે.


તેમણે જવાબ આપ્યો, “પહાડીપ્રદેશ અમારે માટે પૂરતો નથી અને બેથ-શેઆન તથા તેની આસપાસનાં ગામો તેમજ યિભએલના ખીણપ્રદેશનાં મેદાનોમાં વસતા કનાનીઓ પાસે લોખંડના રથો છે.”


પ્રભુ યહૂદાના માણસોની સાથે હતા અને તેથી તેમણે પહાડીપ્રદેશનો કબજો મેળવી લીધો. પણ તેઓ ખીણપ્રદેશના મેદાનોમાં વસતા લોકોને હાંકી કાઢી શક્યા નહિ. કારણ, તેમની પાસે લોખંડના રથો હતા.


પછી ઇઝરાયલીઓએ પ્રભુને પોકાર કરીને કહ્યું, “અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે, કારણ, અમે તમારો, એટલે અમારા ઈશ્વરનો ત્યાગ કર્યો છે, અને બઆલની મૂર્તિઓની પૂજા કરી છે.”


એમ તેમણે તેમના અન્ય દેવતાઓથી વિમુખ થઈને પ્રભુની ઉપાસના કરી, એટલે પ્રભુને ઇઝરાયલની આફત જોઈને દયા આવી.


પછી ઇઝરાયલીઓએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો, એટલે તેમણે તેમને છોડાવવા એક માણસને ઊભો કર્યો. એ તો બિન્યામીનના કુળના ગેરાનો પુત્ર એહૂદ હતો; તે ડાબોડી હતો. ઇઝરાયલના લોકોએ એહૂદને ભેટસોગાદો સાથે મોઆબના રાજા એગ્લોન પાસે મોકલ્યો.


પછી ઇઝરાયલીઓએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો, એટલે તેમને મુક્ત કરવાને પ્રભુએ એક માણસ ઊભો કર્યો. એ માણસ તો કાલેબના નાના ભાઈ કનાઝનો પુત્ર ઓથ્નીએલ હતો.


તેથી તેણે પોતાના નવસો લોખંડના રથો તથા પોતાના માણસોને બોલાવી મંગાવીને તેમને વિદેશીઓના હરોશેથથી કિશોન નદીએ મોકલ્યા.


હવે લાપીદોથની પત્ની દબોરા એક સંદેશવાહિકા હતી અને તે સમયે તે ઇઝરાયલીઓની ન્યાયાધીશ હતી.


ઇઝરાયલીઓએ નવા દેવો પસંદ કર્યા ત્યારે નગરોના દરવાજાઓ આગળ યુદ્ધ ખેલાતાં હતાં. તે વખતે ઇઝરાયલના ચાલીસ હજાર લોકોમાંથી કોઈનીય પાસે ઢાલ કે બરછી દેખાતી હતી?


મિદ્યાનીઓને લીધે ઇઝરાયલીઓ કંગાલાવસ્થામાં આવી પડયા. તેથી ઇઝરાયલીઓએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો.


તેમણે શમુએલને કહ્યું, “આપણા ઈશ્વર પ્રભુ આપણને પલિસ્તીઓથી બચાવે તે માટે તેમને પ્રાર્થના કરતા રહો.”


Lean sinn:

Sanasan


Sanasan