ન્યાયાધીશો 3:3 - પવિત્ર બાઇબલ C.L.3 દેશમાં બાકી રહેલી પ્રજાઓમાં પલિસ્તીઓનાં પાંચ નગરોના લોકો, કનાનીઓ, સિદોનીઓ અને બઆલ- હેર્મોન પર્વતથી છેક હમાથના ઘાટ સુધી લબાનોનના પર્વતપ્રદેશમાં રહેતા હિવ્વીઓ હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 [એટલે] પલિસ્તીઓના પાંચ સરદારો, તથા સર્વ કનાનીઓ, તથા સિદોનીઓ, ને બાલ-હેર્મોનના પહાડથી હમાથ જવાના માર્ગ સુધી, લબાનોન પર્વતમાં રહેનારા હિવ્વીઓ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પલિસ્તીઓના પાંચ સરદારો, સર્વ કનાનીઓ, સિદોનીઓ અને બઆલ-હેર્મોનના પહાડથી હમાથ જવાના માર્ગ સુધી લબાનોન પર્વતમાં રહેનારા હિવ્વીઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ3 એ પ્રજાઓ આ પ્રમાંણે હતી: પાંચ પલિસ્તી રાજાઓ, બધાજ કનાનીઓ, સિદોનીઓ અને બઆલ હેર્મોન પર્વતથી માંડીને લબો-હમાંથ સુધી લબાનોન પર્વતના વિસ્તારમાં વસતા હિવ્વીઓ. Faic an caibideil |
તેથી પેલા પાંચ માણસો ત્યાંથી નીકળીને લાઈશ નગરમાં ગયા. તેમણે ત્યાં જઈને જોયું તો ત્યાંના લોકો સિદોનીઓની જેમ નિશ્ર્વિંતપણે રહેતા હતા. તેઓ શાંતિપ્રિય અને નિશ્ર્વિંત હતા અને કોઈની સાથે તેમને વિખવાદ નહોતો, કારણ, દેશ સમૃદ્ધ હોવાથી તેમને કશાની ખોટ નહોતી. તેઓ સિદોનીઓથી ઘણે દૂર વસતા હતા અને તેમને બીજા લોકો સાથે કોઈ વ્યવહાર નહોતો.