Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 3:28 - પવિત્ર બાઇબલ C.L.

28 તેણે તેમને કહ્યું, “મારી પાછળ આવો! પ્રભુએ તમને તમારા શત્રુ મોઆબીઓ પર વિજય પમાડયો છે. તેથી તેઓ એહૂદની પાછળ પાછળ ગયા, અને મોઆબીઓ નદી ઓળંગીને આવે એવા યર્દનના બધા આરા કબજે કરી લીધા અને કોઈને નદી પાર ઊતરવા દીધો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને તેણે તેઓને કહ્યું, “મારી પાછળ આવો, કેમ કે યહોવાએ તમારા વૈરી મોઆબીઓને તમારા હાથમાં સોંપી દીધાં છે.” તેઓએ તેની સાથે જઈને મોઆબ દેશ તરફના યર્દનના આરા કબજે કર્યા ને કોઈને પાર ઊતરવા દીધો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તેણે તેઓને કહ્યું, “મારી પાછળ આવો, કેમ કે ઈશ્વરે તમારા દુશ્મન મોઆબીઓને તમારા હાથમાં સોંપ્યાં છે.” તેઓ તેની પાછળ ગયા અને તેઓએ મોઆબ દેશ તરફના યર્દનના કિનારા પાસેના પ્રદેશો કબજે કર્યા, તેઓએ કોઈને પણ નદી પાર કરવા દીધી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 તેણે તેઓને કહ્યું, “માંરી પાછળ આવો! કારણ, યહોવાએ તમાંરા દુશ્મન મોઆબીઓને તમાંરા હાથમાં સોંપી દીધા છે.” આથી તેઓ તેની પાછળ નીચે ઊતરી આવ્યા અને તે લોકો જે ઘાટેથી યર્દન નદી ઓળંગવાના હતાં તે કબજે કરી લીધા અને તેઓએ એક પણ જણને સીમાં ઓળંગીને જવા દીધો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 3:28
12 Iomraidhean Croise  

આહાબ રાજાએ રણક્ષેત્ર પર કબજો મેળવી ઘોડાઓ અને રથો લઈ લીધા અને અરામીઓનો કચ્ચરઘાણ વાળી દીધો.


રાજાના માણસો નગર બહાર નીકળ્યા કે નગરનો દરવાજો બંધ કરી દેવાયો. યર્દન તરફ જવાને રસ્તે તેમણે જાસૂસોનો પીછો કર્યો, અને શોધતા શોધતા છેક નદી ઓળંગવાના ઘાટ સુધી ગયા.


પ્રભુએ તેમને જવાબ આપ્યો, “ભૂતકાળમાં તમારા પર ઇજિપ્તીઓ, અમોરીઓ, આમ્મોનીઓ, પલિસ્તીઓ,


એફ્રાઈમીઓને નાસી છૂટતા રોકવા માટે ગિલ્યાદીઓએ યર્દનના બધા ઘાટો કબજે કરી લીધા. જ્યારે નાસી છૂટવાનો પ્રયાસ કરનાર કોઈપણ એફ્રાઈમી નદી ઓળંગવા દેવા વિનંતી કરતો ત્યારે ગિલ્યાદના માણસો પૂછતા, “શું તું એફ્રાઈમી છે?” જો તે ના કહે,


તે દિવસે તેમણે સશક્ત અને શૂરવીર એવા દસ હજાર મોઆબી સૈનિકોનો સંહાર કર્યો; એકેયને છટકી જવા દીધો નહિ.


બારાકે ઝબુલૂન અને નાફતાલીનાં કુળોને કેદેશમાં બોલાવ્યા અને તેની આગેવાની નીચે દસ હજાર માણસો ગયા. દબોરા પણ તેની સાથે ગઈ.


તેના મિત્રે જવાબ આપ્યો, “એ તો ઇઝરાયલીઓની, યોઆશના પુત્ર ગિદિયોનની તલવાર છે! એ વિના એનો બીજો કોઈ અર્થ હોઈ શકે નહિ. ઈશ્વરે તેને મિદ્યાનીઓ અને સમસ્ત સૈન્ય પર વિજય પમાડયો છે.”


પેલા માણસનું સ્વપ્ન તથા તેનો અર્થ સાંભળીને ગિદિયોને ધૂંટણે પડીને ઈશ્વરની આરાધના કરી. પછી ઇઝરાયલી છાવણીમાં પાછા જઈને તેણે કહ્યું, “ઊઠો, પ્રભુ તમને મિદ્યાનીઓના સૈન્ય પર વિજય આપે છે!”


તેણે તેમને કહ્યું, “હું છાવણીને છેડે પહોંચું ત્યારે મારી તરફ જોતા રહેજો અને હું જેમ કરું તેમ કરજો.”


ગિદિયોને એફ્રાઈમના આખા પહાડીપ્રદેશમાં સંદેશકો દ્વારા આવું કહેણ મોકલ્યું: ‘આવીને મિદ્યાનીઓ સામે યુદ્ધ કરો. છેક બેથ-બારા સુધી યર્દન નદી અને તેના વહેળાઓને આંતરીને મિદ્યાનીઓને નદી ઓળંગીને જતા રહેતા અટકાવો.” એફ્રાઈમના માણસોને એકઠા કરવામાં આવ્યા અને તેમણે છેક બેથ-બારા સુધી યર્દન નદી અને તેના વહેળાઓ ઓળંગવાના આરા આંતરી લીધા.


તે રાત્રે પ્રભુએ ગિદિયોનને આદેશ આપ્યો, “ ઊઠ, જઈને તેમની છાવણી પર તૂટી પડ; હું તને તેના પર વિજય પમાડીશ.


અને અહીં સૌ જાણશે કે પોતાના લોકોને બચાવવાને તેમને તલવાર કે ભાલાની જરૂર નથી. યુદ્ધમાં હંમેશા તે જ વિજેતા છે અને તે તમને બધાને અમારા હાથમાં સોંપી દેશે.”


Lean sinn:

Sanasan


Sanasan