Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 3:15 - પવિત્ર બાઇબલ C.L.

15 પછી ઇઝરાયલીઓએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો, એટલે તેમણે તેમને છોડાવવા એક માણસને ઊભો કર્યો. એ તો બિન્યામીનના કુળના ગેરાનો પુત્ર એહૂદ હતો; તે ડાબોડી હતો. ઇઝરાયલના લોકોએ એહૂદને ભેટસોગાદો સાથે મોઆબના રાજા એગ્લોન પાસે મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પણ ઇઝરાયલી લોકોએ યહોવાને પોકાર કર્યો, ત્યારે બિન્યામીની ગેરાનો દીકરો એહૂદ, જે એક ડાબોડિયો માણસ હતો, તેને તેઓના બચાવનાર તરીકે યહોવાએ ઊભો કર્યો. અને ઇઝરાયલી લોકોએ તેની હસ્તક મોઆબના રાજા એગ્લોનને નજરાણું મોકલ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પણ જયારે ઇઝરાયલના લોકોએ ઈશ્વર આગળ પોકાર કર્યો, ત્યારે ઈશ્વરે તેમની મદદ કરવા બિન્યામીની ગેરાનો દીકરો એહૂદને તેઓની મદદ માટે ઊભો કર્યો. તે ડાબોડીઓ હતો. ઇઝરાયલના લોકોએ તેની હસ્તક મોઆબના રાજા એગ્લોન પર નજરાણું મોકલ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 ત્યારબાદ તેઓએ યહોવાને પોતાને બચાવવા પોકાર કર્યો તેથી યહોવાએ એક વ્યક્તિને બિન્યામીનના કુળસમૂહના ગેરાના પુત્ર એહૂદને ઊભો કર્યો. તે ડાબોડી હતો, ઈસ્રાએલીઓએ તેને ખંડણી સાથે મોઆબના રાજા એગ્લોન પાસે મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 3:15
22 Iomraidhean Croise  

યોઆબના બીજા હાથમાંની તલવાર પર અમાસાનું ધ્યાન ગયું નહિ અને યોઆબે તેના પેટમાં તલવાર ભોંકી દીધી અને તેનાં આંતરડાં જમીન પર નીકળી પડયાં. તે તરત જ મરણ પામ્યો અને યોઆબને બીજો ઘા કરવાની જરૂર પડી નહિ. પછી યોઆબ અને તેનો ભાઈ અબિશાય શેબાનો પીછો કરવા ગયા.


યોઆબે અમાસાને કહ્યું, “ભાઈ કેમ છે?” અને તેણે અમાસાને ચુંબન કરવા માટે પોતાના જમણા હાથથી તેની દાઢી પકડી.


તેઓ શાઉલના બિન્યામીનના કુળના હતા. તેઓ નિપુણ તીરંદાજ હતા અને જમણે કે ડાબે હાથે બાણ મારી શક્તા અને ગોફણથી પથ્થર મારી શક્તા.


બેલાના વંશજો આ પ્રમાણે છે: આદ્દાર, ગેરા, એહુદ,


ગેરા, શફૂફાન અને હુરામ.


પ્રત્યેક રાજા શલોમોન માટે સોનાચાંદીનાં પાત્રો, ઝભ્ભા, શસ્ત્રો, અત્તરો, ઘોડાઓ અને ખચ્ચર જેવી ભેટો લાવતો. વર્ષોવર્ષ એમ બનતું.


સંકટ સમયે મને પોકારો, એટલે હું તમને છોડાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”


જ્યારે ઈશ્વરે તેમનામાંના કેટલાકને માર્યાં ત્યારે જ બાકીનાઓ ઈશ્વરને શોધવા લાગ્યા; તેઓ ઈશ્વર તરફ પાછા વળ્યા અને આતુરતાથી તેમને શરણે આવ્યા.


જેટલા દિવસો તમે અમને પીડા આપી અને જેટલાં વર્ષો અમે દુ:ખી થયા, એટલો સમય અમને આનંદ પમાડો.


બક્ષિસ માણસ માટે માર્ગ ખુલ્લો કરે છે, અને મહાનુભાવોની હાજરીમાં પહોંચવાનું પણ શકાય બનાવે છે.


ઘણા લોકો મહાનુભાવોની મહેરબાની ઝંખે છે, અને સૌ કોઈ બક્ષિસ આપનારનો મિત્ર થવા માગે છે.


છાની રીતે અપાયેલ ભેટ ક્રોધાગ્નિ સમાવે છે, અને છૂપી રીતે આપેલી લાંચથી ભારે રોષ શમી જાય છે.


તેથી તમે હિઝકિયાનું સાંભળશો નહિ. આશ્શૂરના રાજાનો આવો આદેશ છે: ‘મારી સાથે સંધિ કરો અને શહેર બહાર આવી મારે શરણે થાઓ. તેથી તમે તમારા દ્રાક્ષવેલાની દ્રાક્ષો અને અંજીરીનાં અંજીર ખાઈ શકશો અને તમારાં ટાંકાનું પાણી પી શકશો.’


તે કહે છે, “મને પોકાર કર, એટલે હું તને ઉત્તર આપીશ અને જે મહાન અને ગહન બાબતો વિષે તું કશું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ.


પછી પ્રભુએ ઇઝરાયલીઓ માટે ન્યાયાધીશો ઊભા કર્યા અને ન્યાયાધીશોએ તેમને હુમલાખોરોથી બચાવ્યા.


અઢાર વર્ષ સુધી ઇઝરાયલીઓ એગ્લોનના તાબામાં રહ્યા.


એહૂદે પોતાને માટે લગભગ દોઢ ફૂટ લાંબી એવી એક બેધારી તલવાર બનાવી. તેણે તેને પોતાની જમણી બાજુએ વસ્ત્રોની નીચે બાંધી લીધી હતી.


પછી ઇઝરાયલીઓએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો, એટલે તેમને મુક્ત કરવાને પ્રભુએ એક માણસ ઊભો કર્યો. એ માણસ તો કાલેબના નાના ભાઈ કનાઝનો પુત્ર ઓથ્નીએલ હતો.


યાબીન પાસે લોખંડના નવસો રથ હતા અને તેણે વીસ વર્ષ સુધી ઇઝરાયલ પર ભારે જુલમ ગુજાર્યો. પછી ઇઝરાયલી લોકોએ સહાયને માટે પ્રભુને પોકાર કર્યો.


પણ કેટલાક દુરાચારી લોકોએ કહ્યું, “આ માણસ આપણને કેવી રીતે બચાવી શકશે?” તેમણે શાઉલનો તિરસ્કાર કર્યો અને તેને કંઇ ભેટ આપી નહિ. પણ શાઉલ મૌન રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan