ન્યાયાધીશો 21:25 - પવિત્ર બાઇબલ C.L.25 એ સમયે ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો. દરેક જણ પોતાની દૃષ્ટિએ યોગ્ય લાગે તેમ કરતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તે સમયે ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો. દરેક માણસ પોતાની નજરમાં જે ઠીક લાગતું તે કરતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તે દિવસોમાં ઇઝરાયલમાં કોઈ રાજા ન હતો. દરેક માણસ પોતાની નજરમાં તેને જે ઠીક લાગતું તે પ્રમાણે તે કરતો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ25 એ વખતે ઈસ્રાએલમાં કોઈ રાજા નહોતો અને પ્રત્યેક વ્યક્તિ પોતાને મન ફાવે તે રીતે વર્તતો હતો. Faic an caibideil |
“પણ આખલાનો બલિ ચડાવનાર માણસની હત્યા કરનાર જેવો છે; હલવાનનું અર્પણ ચડાવનાર કૂતરાની ડોક ભાગનાર જેવો છે; ધાન્યઅર્પણ ચડાવનાર ભૂંડનું રક્ત ચડાવનાર જેવો છે અને યાદગીરીને અર્થે ધૂપ બાળનાર મૂર્તિની ઉપાસના કરનાર જેવો છે. કારણ, તેમણે પોતપોતાનો માર્ગ પસંદ કર્યો છે. અને તેમનાં મન ઘૃણાજનક પૂજાવિધિઓમાં મગ્ન રહે છે.
તેથી પેલા પાંચ માણસો ત્યાંથી નીકળીને લાઈશ નગરમાં ગયા. તેમણે ત્યાં જઈને જોયું તો ત્યાંના લોકો સિદોનીઓની જેમ નિશ્ર્વિંતપણે રહેતા હતા. તેઓ શાંતિપ્રિય અને નિશ્ર્વિંત હતા અને કોઈની સાથે તેમને વિખવાદ નહોતો, કારણ, દેશ સમૃદ્ધ હોવાથી તેમને કશાની ખોટ નહોતી. તેઓ સિદોનીઓથી ઘણે દૂર વસતા હતા અને તેમને બીજા લોકો સાથે કોઈ વ્યવહાર નહોતો.