Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 20:41 - પવિત્ર બાઇબલ C.L.

41 પછી ઇઝરાયલીઓ પાછા વળીને ધસ્યા, અને બિન્યામીનીઓમાં ગભરાટ ફેલાઈ ગયો; કારણ તેઓ સમજી ગયા કે હવે તેમનું આવી બન્યું છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 પછી ઇઝરાયલીઓ પાછા ફર્યા ને બિન્યામીનીઓ સ્તબ્ધ થઈ ગયા; કેમ કે તેઓએ જોયું કે હવે અમારું આવી બન્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 પછી ઇઝરાયલના સૈનિકો પાછા ફર્યા. બિન્યામીનીઓ સ્તબ્ધ થઈ ગયા. કેમ કે તેઓને સમજાયું કે હવે તેઓનું આવી બન્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 ઈસ્રાએલીઓ પાછા ફર્યા એટલે બિન્યામીનીઓ ગભરાઈ ગયા. કારણ, તેઓ સમજી ગયા કે પોતાનું આવી બન્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 20:41
14 Iomraidhean Croise  

નેકી સદાચારીનું જીવન સરળ બનાવે છે, પણ દુષ્ટ પોતાની દુષ્ટતાથી જ પાયમાલ થાય છે.


નેકી પ્રામાણિકજનને ઉગારે છે, પણ કપટી પોતાના લોભમાં ફસાઈ જાય છે.


દુષ્ટ માણસનો અપરાધ એક ફાંદારૂપ છે, પણ નેકજન તેમાંથી છટકી જઈને હર્ષાનંદ કરે છે.


દુષ્ટની દુષ્ટતા તેને પોતાને માટે જ ફાંદારૂપ છે. તે પોતાની જ પાપી જાળમાં સપડાઈ જાય છે.


સિયોનમાં પાપીઓ ધ્રૂજી ઊઠયા છે. દુષ્ટોને કંપારી છૂટી છે. તેઓ કહે છે: “આપણામાંથી કોણ ભસ્મ કરી નાખનાર અગ્નિ સાથે અને સદા બળતી આગ સાથે વસી શકે?”


આખી પૃથ્વી પર જે આવી પડવાનું છે તેની અપેક્ષામાં અને તેની બીક માત્રથી માણસો હતાશ થઈ જશે; કારણ, આકાશનાં નક્ષત્રો તેમના ભમ્રણ-માર્ગમાંથી હટાવાશે.


જ્યારે લોકો “શાંતિ છે; શાંતિ છે” એમ કહેતા હશે, ત્યારે જેમ પ્રસૂતિની વેદના અચાનક ઊપડે છે તેમ તેમના પર એકાએક વિનાશ આવી પડશે અને બચાવનો કોઈ ઉપાય રહેશે નહિ.


આયના માણસોએ પાછા વળીને જોયું તો શહેરમાંથી ગગનમાં ધૂમાડો ચડતો જોયો. હવે તેમને માટે નાસી છૂટવાનો કોઈ માર્ગ નહોતો, કારણ, વેરાનપ્રદેશ તરફ નાસી ગયેલા ઇઝરાયલીઓએ હવે પાછા ફરીને તેમના પર હુમલો કર્યો.


આ જૂઠા શિક્ષકો તો સાહજિક વૃત્તિથી પ્રેરાનાર અને શિકારનો ભોગ થઈ પડનાર વન્ય પ્રાણીઓ જેવા છે.


Lean sinn:

Sanasan


Sanasan