Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 20:34 - પવિત્ર બાઇબલ C.L.

34 સમસ્ત ઇઝરાયલમાંથી દશ હજાર ચુનંદા સૈનિકોએ ગિબ્યા પર હુમલો કર્યો, અને ઉગ્ર જંગ ખેલાયો. બિન્યામીનીઓને તો ખ્યાલ પણ ન આવ્યો કે હવે તેમનો ખાતમો બોલી જવાનો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 પછી સર્વ ઇઝરાયલીઓમાંથી ચૂંટી કાઢેલા દશ હજાર માણસોએ ગિબયા પર હલ્‍લો કર્યો, ને દારુણ યુદ્ધ મચ્યું, પણ બિન્યામીનીઓ જાણતા નહોતા કે હવે અમારું આવી બન્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 અને સર્વ ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા દસ હજાર માણસોએ ગિબયા પર હુમલો કર્યો. ત્યાં ભયાનક યુદ્ધ મચ્યું, જો કે બિન્યામીનીઓ જાણતા નહોતા કે હવે તેઓનું આવી બન્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 ઈસ્રાએલના 10,000 પસંદ કરાયેલા માંણસો ગિબયાહ નજીક તેઓના સંતાવાના સ્થાનેથી હુમલો કરવા બહાર આવ્યા તે છતા બિન્યામીન સૈન્યને સમજાયું નહિ કે ઈસ્રાએલ સૈન્યથી તેઓ પર ભયનો આભાસ છે.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 20:34
12 Iomraidhean Croise  

દુષ્ટો તેમની જિંદગી આબાદીમાં વિતાવે છે, અને સ્વસ્થતાથી મૃત્યુલોક શેઓલમાં ઊતરી જાય છે.


દુષ્ટ માણસનો અપરાધ એક ફાંદારૂપ છે, પણ નેકજન તેમાંથી છટકી જઈને હર્ષાનંદ કરે છે.


પણ દુષ્ટોનો માર્ગ રાત્રિના ઘોર અંધકાર જેવો છે, તેઓ પડી જાય પણ શાથી ઠોકર લાગી તે સમજતા નથી.


પોતાનો સમય ક્યારે આવશે તે કોઈ માણસ જાણતો નથી. જાળમાં સપડાઈ જતી માછલીની જેમ, ફાંદામાં ફસાઈ જતા પક્ષીની જેમ મનુષ્યો માઠા સમયની જાળમાં અચાનક ફસાઈ જાય છે.


તેથી તારા પર એવી આફત આવી પડશે કે જેને તું નિવારી શકીશ નહિ; એવી વિપત્તિ આવી પડશે કે જેને તારો કોઈ જાદુમંત્ર રોકી શકશે નહિ. તેં ધાર્યું ન હોય એવી રીતે વિનાશ તારા પર અચાનક આવી પડશે.


તેથી તમારે પણ હંમેશાં તૈયાર રહેવું જોઈએ. કારણ, તમે ધારતા નહિ હો તેવે સમયે માનવપુત્ર આવશે.


“સાવધ રહો! ખાવાપીવામાં અને આ જીવનની ચિંતાઓમાં તલ્લીન થઈ જતા નહિ, રખેને એ દિવસ તમારા પર અચાનક આવી પડે.


જ્યારે લોકો “શાંતિ છે; શાંતિ છે” એમ કહેતા હશે, ત્યારે જેમ પ્રસૂતિની વેદના અચાનક ઊપડે છે તેમ તેમના પર એકાએક વિનાશ આવી પડશે અને બચાવનો કોઈ ઉપાય રહેશે નહિ.


જ્યારે આયના રાજાએ યહોશુઆના માણસોને જોયા ત્યારે તે તથા તેના સર્વ માણસો અરાબાની દિશામાં આવેલ ખીણપ્રદેશના અગાઉના સ્થળે ઇઝરાયલીઓ સામે લડવાને ઉતાવળે બહાર નીકળી આવ્યા; પણ તેને ખબર નહોતી કે નગરની પાછળ તેના પર છાપો મારવાને માણસો સંતાઈ રહેલ છે.


પ્રભુએ ઇઝરાયલને બિન્યામીનના સૈન્ય પર વિજય પમાડયો. એ દિવસે ઇઝરાયલીઓએ શત્રુના પચ્ચીસ હજાર એક્સો જેટલા તલવારિયા માણસોને મારી નાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan