Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 20:18 - પવિત્ર બાઇબલ C.L.

18 ઇઝરાયલીઓએ બેથેલના ભક્તિ- સ્થાનમાં જઈને ઈશ્વરને પૂછયું, “બિન્યામીનીઓ સામે પ્રથમ હુમલો કોણ કરે?” પ્રભુએ જવાબ આપ્યો, “યહૂદાનું કુળ પ્રથમ જાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 ઇઝરાયલપુત્રો ઊઠીને બેથેલ ગયા, ને ઈશ્વરની સલાહ પૂછી; અને તેઓએ કહ્યું, “બિન્યામીનપુત્રોની સામે યુદ્ધ કરવા માટે અમારા તરફથી પહેલો કોણ ચઢાઈ કરે?” યહોવાએ કહ્યું, “યહૂદા પહેલો [જાય].”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 ઇઝરાયલના લોકો ઈશ્વરની સલાહ પૂછવા માટે બેથેલ ગયા. તેઓએ પૂછ્યું, “બિન્યામીન લોકોની સામે યુદ્ધ કરવા સારુ અમારી તરફથી પહેલો કોણ ચઢાઈ કરે?” અને ઈશ્વરે કહ્યું, “યહૂદા પહેલો ચઢાઈ કરે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 યુદ્ધ શરૂ કરતાં પહેલાં ઈસ્રાએલી સૈન્ય દેવની સલાહ લેવાને બથેલમાં ગયું. તેમણે પૂછયું, “બિન્યામીન કુળસમૂહ ઉપર અમાંરામાંથી કોણ પહેલો હુમલો કરે?” યહોવાએ કહ્યું, “યહૂદા કુળસમૂહે પ્રથમ હુમલો કરવો.”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 20:18
15 Iomraidhean Croise  

ઉપવાસનો આદેશ આપો; સભા બોલાવો! તમારા ઈશ્વર પ્રભુના મંદિરમાં આગેવાનો અને યહૂદિયાના સર્વ લોકોને એકઠા કરીને પ્રભુને પોકાર કરો!


તેણે ઈશ્વરની ઇચ્છા જાણવા માટે યજ્ઞકાર એલાઝાર પાસે જવું પડશે; જે પ્રભુ સમક્ષ ઉરીમના ચુકાદા વડે તેનો નિર્ણય મેળવશે. આ રીતે એલાઝાર યહોશુઆને અને સમગ્ર ઇઝરાયલી સમાજને દરેક બાબતમાં દોરવણી આપશે. યુધમાં જવા વિષે અને યુધમાંથી પાછા ફરવા વિષે તે સમગ્ર ઇઝરાયલી સમાજને આજ્ઞા કરશે.”


અને પ્રભુએ તેને કહ્યું,


ઇઝરાયલીઓનો આખો સમાજ શીલોમાં એકત્ર થયો અને ત્યાં તેમણે મુલાકાતમંડપ ઊભો કર્યો. આમ તો આખો દેશ તેમના તાબામાં આવી ગયો હતો;


ઇઝરાયલી માણસોએ તેમની પાસેના ખોરાકમાંથી થોડું લીધું, પણ તેમણે પ્રભુની સલાહ લીધી નહિ.


પ્રભુનો મુલાકાતમંડપ શિલોમાં રહ્યો ત્યાં સુધી મિખાની મૂર્તિ ત્યાં દાનમાં કાયમ રહી.


લેવીએ જવાબ આપ્યો, “અમે યહૂદિયાના બેથલેહેમથી આવી રહ્યાં છીએ. હું તો એફ્રાઈમના પહાડીપ્રદેશના છેક છેડાના ભાગમાં વસું છું. અત્યારે અમે પ્રભુના ઘર તરફ જઈ રહ્યાં છીએ.


બિન્યામીનના કુળને બાદ કરતાં, ઇઝરાયલીઓએ ચાર લાખ તલવાર ચલાવનાર શૂરવીર સૈનિકો એકઠા કર્યા.


તેથી ઇઝરાયલીઓ બીજી સવારે ઉપડયા અને ગિબ્યા નગર પાસે છાવણી નાખી.


અહીં એકઠા થયેલા સૌ ઇઝરાયલીઓ હવે આનો ફેંસલો કરો.”


ત્યાંથી તું આગળ તાબોરના પવિત્ર એલોનવૃક્ષ સુધી જઈશ અને ત્યાં તને બેથેલમાં ઈશ્વરને અર્પણ ચઢાવવા જતા ત્રણ માણસો મળશે. એમાંના એકની પાસે બકરીના ત્રણ બચ્ચાં, બીજાની પાસે ત્રણ રોટલી અને ત્રીજાની પાસે દ્રાક્ષાસવ ભરેલી ચામડાની મશક હશે.


Lean sinn:

Sanasan


Sanasan