ન્યાયાધીશો 20:15 - પવિત્ર બાઇબલ C.L.15-16 તે દિવસે તેમણે બિન્યામીનના વંશજોમાંથી સૈન્યની જમાવટ કરી તો તેમનાં નગરોમાંથી છવ્વીસ હજાર તલવાર ચલાવનાર સૈનિકો થયા. તે ઉપરાંત ગિબ્યાના નગરજનોએ સાતસો ચુનંદા સૈનિકો એકઠા કર્યા. તેઓ સૌ ડાબોડિયા હતા. તેમનામાંથી પ્રત્યેક જણ ગોફણથી એવો ગોળો મારી શક્તો કે વાળભર નિશાન ચૂકી જતો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તે દિવસે બિન્યામીનપુત્રોની ગણતરી આ પ્રમાણે થઈ હતી, એટલે ગિબયાના રહેવાસીઓમાંથી ચૂંટી કાઢેલા સાતસો પુરુષો તથા તે ઉપરાંત જુદાં જુદાં નગરોમાંથી આવેલા છવ્વીસ હજાર તરવારિયા પુરુષો થયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 બિન્યામીનના લોકોની સંખ્યા ચૂંટી કાઢેલા સાતસો પુરુષો ઉપરાંત જુદાં જુદાં નગરોમાંથી આવેલા છવ્વીસ હજાર પુરુષોની હતી. તેઓ તલવાર વડે લડનારા નિષ્ણાત લડવૈયા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ15 તે દિવસે બિન્યામીન કુળસમૂહે તરવાર સાથેના હથિયારબંધ 26,000 સૈનિકો ભેગા કર્યા હતા. આ સંખ્યામાં ગિબયાહના નગરમાંથી પસંદ કરેલા 700 માંણસોનો સમાંવેશ થતો હતો. Faic an caibideil |