યહોશુઆએ તેમને આશિષ આપીને તેમને ઘેર વિદાય કર્યા અને તે વખતે તેણે તેમને આ વચનો કહ્યાં, “તમે બહુ સમૃદ્ધ થઈને એટલે પુષ્કળ ઢોરઢાંક, રૂપું, સોનું, તાંબુ, લોખંડ અને વસ્ત્રોનો મોટો ભંડાર લઈને તમારે ઘેર જાઓ છો. તો તમારા શત્રુઓ પાસેથી મેળવેલી લૂંટમાંથી તમારા કુળના સાથીબધુંઓને પણ આપજો.” પછી તેઓ પોતપોતાને ઘેર જવા વિદાય થયા. મનાશ્શાના અર્ધાકુળને યર્દનની પૂર્વ તરફ મોશેએ પ્રદેશ આપ્યો હતો; પણ તેના બાકીના અર્ધાકુળને યહોશુઆએ અન્ય કુળોની સાથે સાથે યર્દનની પશ્ર્વિમ તરફ પ્રદેશ આપ્યો હતો.